________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮
આડત્રીસમું પર્વ
પદ્મપુરાણ ચારિત્રનો ભાર અંગીકાર કર્યો છે, મહાશીલના ધારક, નાના પ્રકારના તપથી શ૨ી૨નું શોષણ કરનાર, પ્રશંસાયોગ્ય મહામુનિ, સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્રરૂપ સુંદર આભૂષણના ધારક અને સમસ્ત દિશાઓ જેનાં વસ્ત્ર છે, સાધુઓના મૂળગુણ ઉત્તરગુણ જ જેમની સંપત્તિ છે, કર્મ હરવાના ઉદ્યમી સંયમી, મુક્તિના વ૨ યોગીન્દ્રને નમસ્કાર હો. આ અતિવીર્ય મુનિનું ચરિત્ર જે સુબુદ્ધિ વાંચશે, સાંભળશે તે ગુણોની વૃદ્ધિ કરશે અને સૂર્ય સમાન તેજસ્વી થઈને સંસારના કષ્ટથી નિવૃત્ત થશે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં અતિવીર્યના વૈરાગ્યનું વર્ણન કરનાર સાડત્રીસમું પર્વ પૂર્ણ થયું.
***
આડત્રીસમું પર્વ
(લક્ષ્મણને જિતપદ્માની પ્રાપ્તિ )
ત્યારપછી મહાન્યાયવેત્તા શ્રી રામચંદ્રે અતિવીર્યના પુત્ર વિજયરથનો અભિષેક કરાવી પિતાના પદ પર સ્થાપ્યો. તેણે પોતાનું બધું ધન બતાવ્યું તેનું ધન તેને જ આપ્યું અને તેણે પોતાની બહેન રત્નમાલા લક્ષ્મણને આપવાનું જણાવ્યું તે તેમણે માન્ય રાખ્યું. તેનું રૂપ જોઈ લક્ષ્મણ હર્ષ પામ્યા જાણે સાક્ષાત્ લક્ષ્મી જ હતી. પછી શ્રી રામલક્ષ્મણ જિનેન્દ્રની પૂજા કરી પૃથ્વીધરના વિજયપુર નગરમાં પાછા આવ્યા. ભરતે સાંભળ્યું કે અતિવીર્યને એક નૃત્યકારિણીએ પકડયો તેથી તેણે વિરક્ત થઈ દીક્ષા લીધી ત્યારે શત્રુઘ્ન હસવા લાગ્યો. ભરતે તેને રોકીને કહ્યું કે હૈ ભાઈ! રાજા અતિવીર્યને અત્યંત ધન્યવાદ છે. જે મહાદુઃખરૂપ વિષયોને છોડીને, શાંતભાવ પામ્યા, તે અત્યંત સ્તુતિયોગ્ય છે. એમની મશ્કરી કેમ કરાય? તપનો પ્રભાવ જુઓ કે દુશ્મન પણ પ્રણામયોગ્ય ગુરુ બની જાય છે. આ તપ દેવોનેય દુર્લભ છે. આ પ્રમાણે ભરત અતિવીર્યની સ્તુતિ કરે છે તે જ સમયે અતિવીર્યનો પુત્ર વિજયરથ આવ્યો. તેની સાથે અનેક સામંતો હતા. તે ભરતને નમસ્કાર કરીને બેઠો. થોડી વાર બીજી વાતો કરીને જે રત્નમાલા લક્ષ્મણને આપી હતી તેની મોટી બહેન વિજયસુંદરી ભરતને પરણાવી અને ઘણું દ્રવ્ય આપ્યું. ભરત તેની બહેનને પરણીને ખૂબ પ્રસન્ન થયા, વિજયરથને ખૂબ સ્નેહ કર્યો. મોટાઓની આ જ રીત હોય છે. અત્યંત હર્ષથી જેનું મન ભરેલું છે એવા ભરત તેજ તુરંગ પર બેસીને અતિવીર્ય મુનિનાં દર્શન માટે ચાલ્યા. જે ગિરિ ૫૨ મુનિ વિરાજતા હતા, ત્યાં પહેલાં જે માણસો ગયા હતા તેમને તે પૂછતા હતા કે મહામુનિ ક્યાં છે? તેમણે કહ્યું કે આગળ વિરાજે છે. જે ગિરિ ૫૨ મુનિ હતા ત્યાં તે જઈ પહોંચ્યા. તે પર્વત, વિષમ પાષાણોથી અગમ્ય, નાના પ્રકારનાં વૃક્ષોથી પૂર્ણ, પુષ્પોની સુગંધથી અત્યંત સુગંધિત અને સિંહાદિ ક્રૂર જીવોથી ભરેલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com