SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬ પાંત્રીસમું પર્વ પદ્મપુરાણ કહ્યું. જૈન ધર્મનું સ્વરૂપ ઉજ્જવળ છે. બ્રાહ્મણનું ચિત્ત નિર્મળ થયું છે. પછી બ્રાહ્મણી સાંભળીને કહેવા લાગી કે હું પણ તારા પ્રસાદથી જિનધર્મની રુચિ કરું છું. જેમ કોઈ વિષફળનો અર્થી મહાન નિધિ પામે તેવી જ રીતે કાષ્ટાદિના અર્થી અને ધર્મની ઇચ્છારહિત એવા તે શ્રી અરિહંતના ધર્મનું રસાયણ મેળવ્યું છે, અત્યાર સુધી તે ધર્મ જાણ્યો નહોતો. આપણા આંગણે આવેલા સપુરુષોનો અનાદર કર્યો હતો, ઉપવાસાદિથી ખેદખિન્ન દિગંબરોને કદી પણ આહાર આપ્યો નહોતો, ઇન્દ્રાદિથી વંધ અરિહંતદેવને છોડીને જ્યોતિષી, વ્યંતરાદિકોને પ્રણામ કર્યા. જીવદયારૂપ જિનધર્મનું અમૃત છોડીને અજ્ઞાનના યોગથી પાપરૂપ વિષનું સેવન કર્યું હતું. મનુષ્ય દેહરૂપ રત્નદીપ પામીને સાધુઓએ ઓળખેલું ધર્મરૂપ રત્ન ત્યજીને વિષયરૂપ કાચનો ટુકડો લીધો હતો. સર્વભક્ષી, દિવસે અને રાત્રે આહાર કરનાર, અવ્રતી, કુશીલવાનોની સેવા કરી. ભોજનના સમયે અતિથિ આવે અને જે બુદ્ધિહીન પોતાના વૈભવના પ્રમાણમાં અન્નપાનાદિ ન દે, તેમને ધર્મ હોતો નથી. અતિથિપદનો અર્થ એમ કે તિથિ એટલે કે ઉત્સવના દિવસે ઉત્સવનો ત્યાગ કરે છે. અથવા જેને તિથિ એટલે કે વિચાર નથી તે સર્વથા નિઃસ્પૃહુ ધનરહિત સાધુ. જેમની પાસે પાત્ર નથી, હાથ જ જેમનું પાત્ર છે તે નિગ્રંથ પોતે તરે અને બીજાને તારે. પોતાના શરીરમાં પણ નિઃસ્પૃહ, કોઈ વસ્તુમાં જેમને લોભ નથી, તે નિષ્પરિગ્રહી મુક્તિ માટે દશલક્ષણધર્મ આચરે છે. આ પ્રમાણે બ્રાહ્મણે બ્રાહ્મણીને ધર્મનું સ્વરૂપ કહ્યું. તે સુશર્મા નામની બ્રાહ્મણી ધર્મ સાંભળીને મિથ્યાત્વરહિત થઈ. જેમ ચંદ્રમાને રોહિણી શોભે, બુધને ભરણી શોભે તેમ કપિલને સુશર્મા શોભતી હતી. બ્રાહ્મણ બ્રાહ્મણીને તે જ ગુરુની પાસે લઈ ગયો કે જેની પાસે પોતે વ્રત લીધાં હતાં. તેણે સ્ત્રીને પણ શ્રાવિકાનાં વ્રત અપાવ્યાં. કપિલને જૈનધર્મ પ્રત્યે અનુરાગી થયેલો જાણીને બીજા અનેક બ્રાહ્મણો પણ સમભાવ ધારણ કરવા લાગ્યા. મુનિસુવ્રતનાથનો મત પામીને અનેક સુબુદ્ધિ જીવો શ્રાવક-શ્રાવિકા થયા. વળી જે કર્મના ભારથી સંયુક્ત, માનથી ઊંચું મસ્તક રાખનારા, પ્રમાદી જીવો થોડા જ કાળમાં પાપ કરીને ઘોર નરકમાં જાય છે. કેટલાક ઉત્તમ બ્રાહ્મણો સર્વ સંગનો પરિત્યાગ કરી મુનિ થયા. વૈરાગ્યથી ભરેલા તે મનમાં આમ વિચારતા કે આ જિનેન્દ્રનો માર્ગ અત્યાર સુધી અન્ય જન્મમાં પ્રાપ્ત થયો નહોતો, હવે અત્યંત નિર્મળ ધ્યાનરૂપ અગ્નિમાં કર્મરૂપ સામગ્રી ભાવવૃત સહિત હોમીશું. જેમને ઉત્કૃષ્ટ વૈરાગ્ય પ્રગટયો હોય તે મુનિ જ થયા અને કપિલ બ્રાહ્મણ શ્રાવક થયો. એક દિવસ તે બ્રાહ્મણીને ધર્મની અભિલાષી જાણીને કહેવા લાગ્યો, હે પ્રિયે ! શ્રીરામનાં દર્શન માટે રામપુરી કેમ ન જવું? રામ મહાપરાક્રમી, નિર્મળ ચેષ્ટાવાળા, કમળનયન, સર્વ જીવો પ્રત્યે દયાળું, ભવ્ય જીવો પર વાત્સલ્ય રાખનારા છે, આશાવાન પ્રાણીઓની આશા પૂરી કરનાર, દરિદ્રી અને પેટ ભરવાને અસમર્થ જીવોને દારિદ્રના સમુદ્રમાંથી પાર ઉતારનાર અને સંપદા પ્રાપ્ત કરાવનાર છે. આવી તેમની કીર્તિ પૃથ્વી પર ફેલાયેલી છે માટે હું પ્રિયે ! ઊઠ, ભેટ લઈને જઈએ. હું નાના બાળકને મારા ખભા ઉપર લઈ લઈશ. બ્રાહ્મણીને આમ કહીને અને તેમ કરીને બેય આનંદથી ભરેલા, ઉજ્જવળ વેશથી શોભતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy