________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંત્રીસમું પર્વ
૩૧૩ આજીવિકા ચલાવતો. તેણે આમને ઘરમાં બેઠેલાં જોઈને મોટું વાંકું કરીને બ્રાહ્મણીને અપશબ્દ કહેવા લાગ્યો કે પાપિણી ! તેં આમને ઘરમાં શા માટે આવવા દીધા? હું આજ તને ગાયના વાડામાં બાંધીશ. જો ! આ નિર્લજ્જ ધીઢ પુરુષે ધૂળથી મારું અગ્નિહોત્રનું સ્થાન મલિન કર્યું છે. આ વચન સાંભળી સીતા રામને કહેવા લાગ્યા: હે પ્રભો! આ ક્રોધીના ઘરમાં નથી રહેવું. વનમાં ચાલો. ત્યાં જાતજાતનાં ફળફૂલોથી લચી પડતાં વૃક્ષો શોભે છે. નિર્મળ જળનાં સરોવરોમાં કમળો ખીલે છે, મૃગો પોતાની ઇચ્છા મુજબ કીડા કરે છે. ત્યાં આવા દુષ્ટ પુરુષનાં કઠોર વચન સાંભળવા પડતાં નથી. જોકે આ દેશ ધનથી પૂર્ણ છે અને સ્વર્ગ જેવો સુંદર છે, પણ લોકો અત્યંત કઠોર છે અને ગ્રામ્યજનો વિશેષ કઠોર હોય છે. વિપ્રનાં રુક્ષ વચનો સાંભળીને ગામના બધા લોકો આવ્યા. આ બન્ને ભાઈઓનું દેવ સમાન રૂપ જોઈ મોહિત થયા. બ્રાહ્મણને એકાંતમાં લઈ જઈ લોકો સમજાવવા લાગ્યા કે આ એક રાત અહીં રહેવાના છે, તારું શું ઊજડી જવાનું છે. આ ગુણવાન, વિનયવાન, રૂપવાન પુરુષોત્તમ છે. ત્યારે બ્રાહ્મણ સૌની સાથે ઝઘડયો અને બધાને કહ્યું કે તમે મારા ઘેર શા માટે આવ્યા? દૂર જાવ. પછી એ મૂર્ખ આમના ઉપર ક્રોધ કરીને કહ્યું, હે અપવિત્ર ! મારા ઘરમાંથી બહાર નીકળો. તેના કુવચન સાંભળી લક્ષ્મણ ગુસ્સે થયા. તે દુષ્ટના પગ ઊંચા કરીને અને માથું નીચે કરીને ઘુમાવીને પૃથ્વી પર પટકવા જતા હતા ત્યાં પરમ દયાળુ રામે તેમને રોક્યા: હે ભાઈ ! આ શું? આવા દીનને મારવાથી શો લાભ? એને છોડી દો. એને મારવામાં ખૂબ અપકીર્તિ થશે. જિનશાસનમાં કહ્યું છે કે શૂરવીરે આટલાને ન મારવા-યતિ, બ્રાહ્મણ, ગાય, પશુ, સ્ત્રી, બાળક અને વૃદ્ધ. આ દોષિત હોય તો પણ હણવાયોગ્ય નથી. આમ રામે ભાઈને સમજાવ્યા અને બ્રાહ્મણને છોડાવ્યો. પોતે લક્ષ્મણને આગળ કરી સીતા સહિત ઝૂંપડીમાંથી બહાર નીકળી ગયા. પોતે જાનકીને કહેવા લાગ્યાઃ હે પ્રિયે! ધિક્કર છે નીચની સંગતિને, કે જેનાથી મનમાં વિકારનું કારણ, મહાપુરુષો માટે ત્યાજ્ય એવાં ફૂર વચન સાંભળવાં પડે છે! મહાવિષમ વનમાં વૃક્ષોની નીચે રહેવું સારું છે અને આહારાદિ વિના પ્રાણ જાય તો પણ ભલું છે, પરંતુ દુર્જનના ઘેર એક ક્ષણ માટે પણ રહેવું યોગ્ય નથી. નદીના કિનારે, પર્વતોની ગુફામાં રહીશું, પણ આવા દુષ્ટને ઘેર નહિ આવીએ. આ પ્રમાણે દુષ્ટના સંગની નિંદા કરતાં ગામમાંથી નીકળી રામ વનમાં ગયા. તે વખતે વર્ષાઋતુ આવી. સમસ્ત આકાશને શ્યામ કરતા, પોતાની ગર્જનાથી પર્વતોની ગુફામાં પડઘા પાડતા, ગ્રહુ-નક્ષત્રતારાના સમૂહને ઢાંકી વીજળીના ચમકારાથી જાણે કે આકાશને હસાવતા મેઘપટલ ગ્રીષ્મનો તાપ દૂર કરીને મુસાફરોને વીજળીરૂપ આંગળીથી ડરાવતા ગાજી રહ્યા છે. શ્યામ મેઘ આકાશમાં અંધકાર કરતાં જળની ધારાથી જાણે કે તેમને સ્નાન કરાવે છે, જેમ ગજ લક્ષ્મીને સ્નાન કરાવે છે. તે બન્ને વીરો વનમાં એક મોટા વડની બખોલ પાસે આવ્યા. તે ઘર જેવી લાગતી હતી. એક દંભકર્ણ નામનો યક્ષ તે વડમાં રહેતો હતો. આમને તેજસ્વી જોઈને તેણે પોતાના સ્વામીને નમસ્કાર કરીને કહ્યું હે નાથ! કોઈ સ્વર્ગમાંથી આવ્યું છે, મારા સ્થાનમાં બેઠા છે. જેણે પોતાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com