________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦
ચોત્રીસમું પર્વ
પદ્મપુરાણ તેમની રાણી પૃથ્વીને ગર્ભ રહ્યો અને હું ગર્ભમાં આવી. મારા પિતાને મ્લેચ્છોના અધિપતિ સાથે સંગ્રામ થયો. તેમાં મારા પિતા પકડાઈ ગયા. મારા પિતા સિંહોદરના સેવક હતા. સિંહોદરે એવી આજ્ઞા કરી છે કે વાલિખિલ્યને જો પુત્ર થાય તો તે રાજ્ય કરે, પણ હું પાપિણી પુત્રી થઈ. પછી અમારા મંત્રી સુબુદ્ધિએ રાજ્યને ખાતર મને પુત્ર ઠરાવ્યો. સિંહોદરને વિનંતી કરી. મારું નામ કલ્યાણમલ રાખ્યું. મોટો ઉત્સવ કર્યો. આ રહસ્ય મારી માતા અને મંત્રી જાણે છે. બાકીના બધા મને કુમા૨ જ જાણે છે. આટલા દિવસો તો મેં આમ જ વ્યતીત કર્યા. હવે પુણ્યના પ્રભાવથી આપના દર્શન થયા. મારા પિતા મ્લેચ્છના બંદી છે અને ખૂબ દુઃખી છે, સિંહોદર પણ તેમને છોડાવવાને સમર્થ નથી. દેશમાં જે આવક થાય છે તે બધી મ્લેચ્છ લઈ જાય છે. મારી માતા વિયોગરૂપ અગ્નિથી બળે છે, બીજના ચંદ્રની મૂર્તિ જેવી ક્ષીણ થઈ ગઈ છે. આમ કહીને દુઃખના ભારથી પીડિત અંગવાળી, ઝાંખી પડી ગઈ અને રુદન કરવા લાગી. શ્રી રામચંદ્રે તેને મધુર વચનથી ધૈર્ય આપ્યું અને સીતાએ તેને ગોદમાં લીધી. તેણે મુખ ધોયું. લક્ષ્મણે તેને કહ્યું કે હું સુંદરી! તું શોક છોડી દે. તું હમણાં પુરુષના વેશમાં રાજ્ય કર. થોડા જ દિવસોમાં મ્લેચ્છને પકડાયેલો અને તારા પિતાને છૂટયા જ જાણ. આમ કહીને તેને આનંદિત કરી. એમનાં વચનથી કન્યાને લાગ્યું કે હવે પિતા છૂટયા જ છે. શ્રી રામ-લક્ષ્મણ દેવની પેઠે ત્યાં ખૂબ આદરપૂર્વક રહ્યા. પછી રાત્રે સીતા સહિત ઉપવનમાંથી છાનામાના ચાલ્યા ગયા. સવાર થતાં કન્યા જાગી અને તેમને ન જોતાં વ્યાકુળ થઇ અને કહેવા લાગી કે તે મહાપુરુષ મારું મન હી ગયા, મને ઊંઘ આવી ગઈ અને તે છાનામાના ચાલ્યા ગયા. આમ વિલાપ કરતી, મનને રોકી, હાથી ઉપર બેસી પુરુષના વેશમાં નગરમાં આવી. કલ્યાણમાલાના વિનયથી જેમનું ચિત્ત હરાયું હતું તે રામ-લક્ષ્મણ અનુક્રમે મેકલા નામની નદી પાસે પહોંચ્યા. નદી ઊતરી ક્રીડા કરતા અનેક દેશને ઓળંગી વિંધ્યાટવીમાં આવ્યા. રસ્તે જતાં એક ગવાલણીએ મનાઈ કરી કે આ અટવી ભયાનક છે, તમારે જવા યોગ્ય નથી. ત્યારે પોતે તેમની વાત ન માની, ચાલ્યા જ ગયા. અટવી લતાથી વીંટળાયેલા શાલવૃક્ષાદિકથી શોભિત છે. જાતજાતનાં સુગંધી વૃક્ષોથી ભરેલી છે, ક્યાંક દાવાનળથી બળી ગયેલાં વૃક્ષોથી શોભારહિત પણ છે, જેમ કુપુત્રોથી કલંકિત ગોત્ર ન શોભે તેમ.
પછી સીતા કહેવા લાગ્યાં કે કાંટળા વૃક્ષ ઉપર ડાબી બાજુ એ કાગડો બેઠો છે તે કલહની સૂચના કરે છે, બીજો એક કાગડો ક્ષીરવૃક્ષ પર બેઠો છે તે જીત બતાવે છે. માટે એક મુહૂર્ત થોભો, બીજા મુહૂર્તમાં ચાલીએ, આગળ કલહના અંતે જીત છે, મારા મનમાં આમ ભાસે છે. ત્યારે થોડી વાર બેય ભાઈઓ રોકાયા, પછી ચાલ્યા. આગળ મ્લેચ્છોની સેના નજરે પડી ત્યારે તે બન્ને ભાઈ નિર્ભયપણે ધનુષબાણ લઇને મ્લેચ્છોની સેના પર ધસી ગયા. એ સેના જુદી જુદી દિશામાં ભાગી ગઈ. પોતાની સેનાનો ભંગ થયેલો જોઈને બીજી મ્લેચ્છોની સેના શસ્ત્ર ધારણ કરી, બખ્તર પહેરીને આવી તેને પણ રમતમાત્રમાં જીતી લીધી. ત્યારે તે બધા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com