________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
તેત્રીસમું પર્વ
૩૦૫
નથી. ઘણું કહેવાથી શું? થોડામાં જ સમજી જા. વજ્રકર્ણ સાથે સંધિ કરી લે, નહિતર માર્યો જઈશ. આ વચન સાંભળીને આખી સભાના માણસો ગુસ્સે થયા. તેઓ જાતજાતનાં કુવચનો બોલવા લાગ્યા અને જાતજાતની ક્રોધભરી ચેષ્ટા કરવા લાગ્યા. કેટલાક છરી લઈને, કેટલા કટારી, ભાલા, તલવાર લઈને તેને મારવા તૈયાર થયા. હુંકાર કરતા અનેક સામંતો લક્ષ્મણને વીંટળાઈ વળ્યા. જેમ પર્વતને મચ્છર રોકે તેમ રોકવા લાગ્યા. આ ધીર, વીર, યુદ્ધક્રિયામાં પંડિત હતા તેમણે શીઘ્ર લાતોના પ્રહારથી તેમને દૂર કરી દીધા. કેટલાકને ઘૂંટણોથી, કેટલાકને કોણીથી પછાડયા, કેટલાકને મુષ્ટિપ્રહારથી ચૂરા કરી નાખ્યા, કેટલાકના વાળ પકડી પૃથ્વી પર પછાડ્યા, કેટલાકનાં પરસ્પર માથાં ભટકાડી માર્યા, આ પ્રમાણે મહાબળવાન એકલા લક્ષ્મણે અનેક યોદ્ધાઓનો નાશ કર્યો. ત્યારપછી બીજા ઘણા સામંતો હાથી-ઘોડા પર બેસીને બખ્તર પહેરીને લક્ષ્મણની ચારેતરફ ફરી વળ્યા. તેમની પાસે જાતજાતનાં શસ્ત્રો હતાં. ત્યારે લક્ષ્મણે જેમ સિંહ શિયાળને ભગાડે તેમ તેમને ભગાડી મૂક્યા. પછી સિંહોદર કાળી ઘટા સમાન હાથી પર ચડીને અનેક સુભટો સહિત લક્ષ્મણ સાથે લડવા તૈયાર થયો. મેઘ સમાન અનેક યોદ્ધા લક્ષ્મણરૂપ ચંદ્રમાને ઘેરી વળ્યા. લક્ષ્મણે તેમને જેમ પવન આકડાના ફૂલને ઉડાડી મૂકે તેમ ભગાડી મૂક્યા. તે વખતે સ્ત્રીઓ મહાન યોદ્ધાઓની વાતો કરતી હતી કે જુઓ, આ એક મહાસુભટ અનેક યોદ્ધાઓથી ઘેરાયેલો છે, પરંતુ એ બધાને જીતે છે. કોઈ એને હંફાવવાને સમર્થ નથી. ધન્ય છે એને અને ધન્ય છે એનાં માતાપિતાને, ઇત્યાદિ અનેક વાતો સુભટોની સ્ત્રીઓ કરે છે. લક્ષ્મણે સિંહોદરને સૈન્ય સાથે આવતો જોઈને હાથીને બાંધવાનો થાંભલો ઉપાડયો અને સૈન્યની સામે ગયો. જેમ અગ્નિ વનને ભસ્મીભૂત કરી નાખે તેમ તેણે સૈન્યના ઘણા સુભટોનો નાશ કર્યો. તે વખતે દશાંગનગરના જે યોદ્ધા નગરના દરવાજા ઉ૫૨ વજકર્ણની પાસે બેઠા હતા તેમનાં મુખ આનંદથી ખીલી ઊઠયાં અને પોતાના સ્વામીને કહેવા લાગ્યા કે હૈ નાથ! જુઓ, આ એક પુરુષ સિંહોદરના આખા સૈન્ય સાથે લડે છે. તેણે ધજા, રથ, ચક્ર ભાંગી નાખ્યાં છે. તે પરમજ્યોતિના ધારક છે, ખડ્ગ સમાન તેની કાંતિ છે, આખી સેનાને વ્યાકુળતારૂપ ભુલાવામાં નાખી દીધી છે, સેના ચારે તરફ નાસી જાય છે, જેમ સિંહથી મૃગનાં ટોળાં નાસે તેમ. અને ભાગતા સુભટો પરસ્પર કહેતા જાય છે કે બખ્તર ઉતારી નાખો, હાથી-ઘોડા છોડી દો, ગદાને ખાડામાં નાખી દો. ઊંચો અવાજ કરશો નહિ, ઊંચો અવાજ સાંભળીને તથા શસ્ત્રો ધારણ કરેલા જોઈને આ ભયંકર પુરુષ આવીને મા૨શે. અરે ભાઈ! અહીંથી હાથી લઈ જાવ, વચ્ચે ક્યાં રોકી રાખ્યો છે, માર્ગ આપો. અરે દુષ્ટ સારથિ! રથને ક્યાં રોક્યો છે? અરે, ઘોડા આગળ કર. આ આવ્યો, આ આવ્યો, આ પ્રમાણે વાર્તાલાપ કરતા અત્યંત કષ્ટ પામ્યાં. સુભટો સંગ્રામ છોડીને આગળ ભાગી જાય છે, નપુંસક જેવા થઈ ગયા છે. આ યુદ્ધક્રીડા કરનારો શું કોઈ દેવ છે, વિદ્યાધર છે, કાળ છે કે વાયુ છે? એ મહાપ્રચંડ આખી સેનાને જીતીને સિંહોદરને હાથીથી ઉતારી, ગળામાં વસ્ત્ર નાખીને બાંધીને લઈ જાય છે, જેમ બળદને બાંધીને ઘણી પોતાને ઘેર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com