________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૦
તેત્રીસમું પર્વ
પદ્મપુરાણ શરીરને રૂપ અને લાવણ્ય વિનાનું કર્યું છે, તમારી પાસે ધન નથી, વિષયસામગ્રી નથી, વસ્ત્રાભરણ નથી, કોઈ સહાયક નથી, સ્નાન, સુગંધ, લેપનરહિત છો, પારકા ઘરે ભોજન કરીને જીવન પૂરું કરો છો. તમારા જેવા મનુષ્ય શું આત્મતિ કરે? તેને કામભોગમાં અત્યંત આસક્ત જોઈને તે સંયમી બોલ્યા, શું તેં મહાઘોર ન૨ભૂમિની વાત સાંભળી નથી કે તું ઉદ્યમ કરીને પાપની પ્રીતિ કરે છે? નરકની મહાભયાનક સાત ભૂમિ છે, તે અત્યંત દુ:ખમય, જોઈ પણ શકાય તેવી નથી, સ્પર્શી કે સાંભળી ન જાય તેવી છે. અત્યંત તીક્ષ્ણ લોઢાના કાંટાથી ભરેલી છે, ત્યાં નારકીઓને ઘાણીમાં પીલે છે, અનેક વેદના-ત્રાસ થાય છે, છરીથી તલ તલ જેવડા કકડા કરે છે ઉપલી નરકની ભૂમિ તપાયેલા લોઢા સમાન ગરમ અને નીચેની નરકની ભૂમિ અત્યંત શીતળ હોય છે. તેનાથી મહાપીડા ઊપજે છે. ત્યાં ભયંકર અંધકાર, ભયાનક રૌરવાદિ ગર્ત, અસિપત્રનું વન, દુર્ગંધમય વૈતરણી નદી હોય છે. જે પાપી મત્ત હાથીની જેમ નિરંકુશ છે તે નરકમાં હજારો પ્રકારનાં દુ:ખ દેખે છે. હું તને પૂછું છું કે તારા જેવો પાપારંભી, વિષયાતુર કયું આત્મતિ કરે છે? આ ઇન્દ્રાયણનાં ફળ સમાન ઇન્દ્રિયનાં સુખો તું નિરંતર સેવીને સુખ માને છે, પણ એમાં હિત નથી, એ દુર્ગતિનાં કારણ છે. જેનું ચિત્ત નિર્મળ છે, જે જીવોની દયા પાળે છે. મુનિનાં વ્રત પાળે છે અથવા શ્રાવકનાં વ્રત પાળે છે તે જ આત્માનું હિત કરે છે. જે મહાવ્રત કે અણુવ્રત આચરતા નથી તે મિથ્યાત્વ, અવ્રતના યોગથી સમસ્ત દુઃખના ભાજન થાય છે. તેં પૂર્વજન્મમાં કોઈ સુકૃત કર્યું હતું તેનાથી તને મનુષ્યનો દેહ મળ્યો છે, હવે પાપ કરીશ તો દુર્ગતિમાં જઈશ. આ બિચારા નિર્બળ, નિરપરાધ મૃગાદિ પશુઓ અનાથ છે, ભૂમિ જ એની શય્યા છે. એની ચંચળ આંખો સદા ભયથી ભરેલી છે, વનમાં તૃણ અને જળથી જીવે છે, પૂર્વનાં પાપથી અનેક દુ:ખથી દુ:ખી છે, રાત્રે પણ સૂતાં નથી, ભયથી અત્યંત કાયર છે, આવા રાંકને ભલા માણસ શા માટે હણે છે? માટે જો તું તારું હિત ઇચ્છતો હો તો મન-વચન-કાયાથી હિંસાનો ત્યાગ કર, જીવદયા અંગીકાર કર. મુનિનાં આવાં શ્રેષ્ઠ વચન સાંભળીને વજ્રકર્ણ પ્રતિબોધ પામ્યો, જેમ ફળોથી વૃક્ષ નીચું નમે તેમ તે સાધુનાં ચરણારવિંદમાં નમી પડયો, અશ્વ ઉપ૨થી ઊતરીને સાધુની પાસે ગયો, હાથ જોડી પ્રણામ કરી, અત્યંત વિનયપૂર્વક ચિત્તમાં સાધુની પ્રશંસા કરવા લાગ્યો. ધન્ય છે આ પરિગ્રત્યાગી મુનિ, જેમનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ વનના પક્ષી અને મૃગાદિ પશુઓ પ્રશંસાયોગ્ય છે, જે આ સમાધિરૂપ સાધુના દર્શન કરે છે, અને હું પણ ધન્ય છું કે મને આ જ સાધુના દર્શન થયા. એ ત્રણે જગતથી બંધ છે, હવે હું પાપકર્મથી છૂટયો છું. આ પ્રભુ જ્ઞાનસ્વરૂપે નખ વડે બંધુના સ્નેહમય સંસારરૂપ પિંજરાને છેદીને સિંહની જેમ નીકળ્યા છે તે સાધુને જુઓ, મનરૂપ વેરીને વશ કરી, નગ્ન મુદ્રા ધારીને શીલ પાળે છે. મારો અતૃપ્ત આત્મા હજી પૂર્ણ વૈરાગ્ય પામ્યો નથી તેથી શ્રાવકનાં અણુવ્રત આચરું. આમ વિચાર કરીને તેણે સાધુની સમીપે શ્રાવકનાં વ્રત લીધાં અને પોતાનું મન શાંતરસરૂપ જળથી ધોયું. તેણે એવો નિયમ લીધો કે દેવાધિદેવ ૫૨મેશ્વર પરમાત્મા જિનેન્દ્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com