________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બત્રીસમું પર્વ
૨૯૫ સ્વામી થાય, નિર્મળ સુગંધમય શરીરવાળી દેવાંગનાનો વલ્લભ થાય. જે જળથી જિનેન્દ્રનો અભિષેક કરે તે દેવોથી અને મનુષ્યોથી સેવ્ય ચક્રવર્તી થાય, જેનો રાજ્યાભિષેક દેવો, વિધાધરો કરે. જે દૂધથી અરિહંતનો અભિષેક કરે તે ક્ષીરસાગરના જળ સમાન ઉજ્જવળ વિમાનમાં પરમ કાંતિના ધારક દેવ થઈ, પછી મનુષ્ય થઈ મોક્ષ પામે. જે દહીંથી સર્વજ્ઞ વીતરાગનો અભિષેક કરે તે દહીં સમાન ઉજ્જવળ યશ પામીને ભવોદધિને તરે છે. જે ઘીથી જિનનાથનો અભિષેક કરે તે સ્વર્ગ વિમાનમાં બળવાન દેવ થઈ પરંપરાએ અનંત વીર્ય ધારણ કરે. જે શેરડીના રસથી જિનનાથનો અભિષેક કરે તે અમૃતનો આહાર કરનાર સુરેશ્વર થઈ, નરેશ્વરપદ પામી, મુનીશ્વર થઈ અવિનશ્વર પદ પામે. અભિષેકના પ્રભાવથી અનેક ભવ્ય જીવ દેવ અને ઇન્દ્રોથી અભિષેક પામ્યા છે તેમની કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે. જે ભક્તિથી જિનમંદિરમાં મોરપીંછી આદિથી સ્વચ્છતા રાખે છે તે પાપરૂપ રજથી રહિત થઈ પરમ વૈભવ અને આરોગ્ય પામે છે. જે ગીત, નૃત્ય, વાજિંત્રાદિથી જિનમંદિરમાં ઉત્સવ કરે છે તે સ્વર્ગમાં પરમ ઉત્સાહ પામે છે. જે જિનેશ્વરનાં ચેત્યાલય બનાવડાવે છે તેનાં પુણનો મહિમા કોણ કહી શકે? તે સુરમંદિરનાં સુખ ભોગવી પરંપરાએ અવિનાશી ધામ પામે છે. જે જિનેન્દ્રની પ્રતિમા વિધિપૂર્વક કરાવે તે સુરનરનાં સુખ ભોગવી પરમ પદ પામે છે વ્રતવિધાન તપ-દાન ઈત્યાદિ શુભ ચેષ્ટાથી પ્રાણી જ પુણ્ય ઉપાર્જ છે તે સમસ્ત કાર્ય જિનબિંબ બનાવરાવવા સમાન નથી જે જિનબિંબ કરાવે તે પરંપરાએ પુરુષાકાર સિદ્ધપદ પામે છે જે ભવ્ય જિનમંદિરના શિખર ચડાવે છે તે ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ સુખ ભોગવી લોકના શિખરે પહોંચે છે. જે જીર્ણ મંદિરોની સંભાળ રાખે, જીર્ણોદ્ધાર કરાવે તે કર્મરૂપ અજીર્ણને દૂર કરી નિભય નિરોગપદ પામે છે જે નવીન ચેત્યાલય બનાવી, જિનબિંબ પધરાવી પ્રતિષ્ઠા કરે છે તે ત્રણ લોકમાં પ્રતિષ્ઠા પામે અને જે સિદ્ધક્ષેત્રાદિ તીર્થોની યાત્રા કરે તે મનુષ્યજન્મ સફળ કરે છે. જે જિનપ્રતિમાના દર્શનનું ચિંતવન કરે છે તેને એક ઉપવાસનું ફળ મળે છે અને દર્શનના પ્રયત્નનો અભિલાષી હોય તેને બે ઉપવાસનું ફળ પામે છે. જે ચૈત્યાલય જવાનો પ્રારંભ કરે છે તે ત્રણ ઉપવાસનું ફળ મળે છે જે ચેત્યાલય જાય છે તેને ચાર ઉપવાસનું ફળ મળે છે. અને આગળ થોડો વધે છે તેને પાંચ ઉપવાસનું ફળ મળે છે. આ રસ્તે પહોંચે તેને પંદર દિવસના ઉપવાસનું ફળ મળે છે ચેત્યાલયના દર્શનથી માસ ઉપવાસનું ફળ મળે છે અને ભાવભક્તિથી મહાસ્તુતિ કરતાં અનંત ફળની પ્રાપ્તિ થાય છે. જિનેન્દ્રની ભક્તિ જેવું બીજું કાંઈ ઉત્તમ નથી. જે જિનસૂત્ર લખાવી તેનું વ્યાખ્યાન કરે-કરાવે, ભણે–ભણાવે, સાંભળ-સંભળાવે. શાસ્ત્રોની તથા પંડિતોની ભક્તિ કરે. તે સર્વાગના પાઠી થઈ કેવળપદ પામે છે. જે ચતુર્વિધ સંઘની સેવા કરે તે ચતુગર્તિના દુઃખ દૂર કરી પંચમગતિ પામે છે. મનિ કહે છે: હું ભરત! જિનેન્દ્રની ભક્તિથી કર્મનો ક્ષય થાય છે અને કર્મનો ક્ષય થવાની અક્ષયપદ પામે છે. મુનિના આ વચન સાંભળી રાજા ભરત પ્રણામ કરી શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. ભરત બહુશ્રુત, અતિધર્મજ્ઞ, વિનયવાન, શ્રદ્ધાવાન, ચતુર્વિધ સંઘને ભક્તિથી અને દુ:ખી
સૂચના પ્રતિષ્ઠિત જિનપ્રતિમાની સ્વચ્છતા માટે દિગંબર જૈન શુદ્ધ આમ્નાયમાં અચિત શુદ્ધ જળનો ઉપયોગ કરવાનું વિધાન છે. દૂધ, દહીં, ઘી વગેરે વડે અભિષેક કરવો તે શુદ્ધ આમ્નાય અનુસાર નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com