SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રીસમું પર્વ ૨૭૭ આ રાજા ચંદ્રગતિએ સંસારનું સ્વરૂપ અસાર જાણીને અમારી પાસે આવી જિનદીક્ષા ધારણ કરી છે. જે જમ્યો છે તે અવશ્ય મરશે જ અને જે મરણ પામે છે તે અવશ્ય નવો જન્મ લેશે, આવી સંસારની અવસ્થા જાણીને ચંદ્રગતિ ભવભ્રમણથી ડર્યો. મુનિનાં આ વચન સાંભળીને ભામંડળ પૂછવા લાગ્યો કે હે પ્રભો ! ચંદ્રગતિ અને પુષ્પવતીનો મારા ઉપર અધિક સ્નેહ કેમ થયો? ત્યારે મુનિ બોલ્યા કે આ પૂર્વભવના તારાં માતાપિતા છે તેની વાત સાંભળ. એક દારૂ નામનું ગ્રામ હતું. ત્યાં વિમુચિ નામનો બ્રાહ્મણ તેની સ્ત્રી અનુકોશા, અધિભૂત પુત્ર તથા સરસા પૂત્રવધૂ સાથે રહેતો હતો. ત્યાં એક કયા નામનો પરદેશી બ્રાહ્મણ પોતાની માતા ઉર્યા સાથે દારૂગ્રામમાં આવ્યો. તે પાપી, અધિભૂતની સ્ત્રી સરસા તથા તેના ઘરનું બધું ધન લઈને ભાગી ગયો. અધિભૂત મહાદુઃખી થઈને તેને ગોતવા માટે પૃથ્વી પર ભટક્યો. તેના પિતા કેટલાક દિવસ પહેલાં દક્ષિણા માટે પરદેશ ગયા હતા. એટલે ઘર પુરુષ વિના સૂનું થઈ ગયું. ઘરમાં થોડુંઘણું ધન હતું તે પણ જતું રહ્યું અને અધિભૂતની માતા અનુકોશા ગરીબ થવાથી ખૂબ દુઃખી થઈ. આ બધો વૃત્તાંત વિમુચિએ સાંભળ્યો કે ઘરનું ધન ગયું અને પુત્રની વહુ પણ ગઈ અને તેને ગોતવા પુત્ર ગયો છે તે પણ કોણ જાણે ક્યાં ગયો? વિમુચિ ઘેર આવ્યો, અને અનુકોશાને અત્યંત વિવળ જઈને વૈર્ય આપ્યું અને કયાનની માતા ઉર્યા પણ અત્યંત દુઃખી હતી. પુત્ર અન્યાયનું કાર્ય કર્યું તેથી લજ્જિત હતી, તેને પણ દિલાસો આપ્યો કે તારો અપરાધ નથી. પછી વિમુચિ પુત્રને ગોતવા ગયો. એક સર્વારિ નામનું નગર હતું. તેના વનમાં એક અવધિજ્ઞાની મુનિ હતા. લોકોના મુખે વિમુચિએ તેમની પ્રશંસા સાંભળી કે એ અવધિજ્ઞાનરૂપ કિરણોથી જગતમાં પ્રકાશ કરે છે ત્યારે એ મુનિ પાસે ગયો. તે ધન અને પત્રવધ જવાથી દ:ખી હતો જ અને મુનિરાજની તપોદ્ધિ જોઈને અને સંસારની જુઠી માયા જાણીને તીવ્ર વૈરાગ્ય પામી મુનિ થયો. વિમુચિની સ્ત્રી અનુકોશા અને કયાનની માતા ઉર્યા એ બન્ને બ્રાહ્મણી કમળકાંતા આર્થિકાની પાસે આયિકા બની. વિમુચિ મુનિ અને એ બન્ને આર્થિકા ત્રણે જીવ અત્યંત નિઃસ્પૃહુ ધર્મધ્યાનના પ્રસાદથી સ્વર્ગમાં ગયાં. વિમુચિનો પુત્ર અધિભૂત હિંસામાર્ગનો પ્રશંસક અને સંયમી જીવોનો નિંદક હતો તે આર્તરૌદ્ર ધ્યાનના યોગથી દુર્ગતિમાં ગયો અને આ કયાન પણ દુર્ગતિમાં ગયો. અધિભૂતની સ્ત્રી સરસા જે યાનની સાથે નીકળી હતી તે બલાહક પર્વતની તળેટીમાં મૃગલી થઈ. તે વાઘના ભયથી મૃગોના સમૂહથી એકલી પડી જઈને દાવાનળમાં બળી મરી. તે જન્માંતરમાં ચિત્તોત્સવા થઈ. યાન ભવભ્રમણ કરતો ઊંટ થયો અને પછી ધૂમ્રકેશનો પુત્ર પિંગળ થયો. સરસાનો પતિ અતિભૂત ભવભ્રમણ કરતો કરતો રાક્ષસ સરોવરના તીરે હંસ થયો. એક બાજ પક્ષીએ તેનાં બધાં અંગ ઘાયલ કર્યા. તે ચૈત્યાલયની પાસે પડયો. ત્યાં ગુરુશિષ્યને ભગવાનનું સ્તોત્ર શીખવતા હતા તે આણે સાંભળ્યું. તેણે હંસની પર્યાય છોડી દશ હજાર વર્ષના આયુષ્યવાળો દગોત્તમ નામના પર્વત પર કિન્નર દેવ થયો. ત્યાંથી ચ્યવીને વિદગ્ધપુરનો રાજા કુંડળમંડિત થયો. તેણે પિંગળની પાસેથી ચિત્તોત્સવાનું હરણ કર્યું તેનું બધું કથન પૂર્વે કહ્યું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy