________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણત્રીસમું પર્વ
૨૭૧ કેટલાક મુનિઓ ગહન વનમાં વિરાજે છે. કેટલાક પર્વતોની ગુફામાં, કેટલાક વનનાં ચેત્યાલયોમાં, કેટલાક વૃક્ષોની બખોલમાં ઈત્યાદિ ધ્યાનયોગ્ય સ્થાનોમાં સાધુ રહે છે. આચાર્ય પોતે મહેન્દ્રોદય નામના વનમાં એક શિલા પર જ્યાં વિકલત્રય જીવોનો સંચાર નથી અને સ્ત્રી, નપુંસક, બાળક, ગ્રામ્યજન તથા પશુઓનો સંસર્ગ રાખતા નથી એવા જે નિર્દોષ સ્થાનકો ત્યાં નાગવૃક્ષોની નીચે નિવાસ કરતા હતા. મહાગંભીર, ક્ષમાવાન, જેમના દર્શન થવા પણ દુર્લભ, કર્મ ખપાવવામાં ઉધમી, ઉદાર મનવાળા, મહામુનિના સ્વામી વર્ષાકાળ પૂર્ણ કરવા માટે સમાધિયોગ ધારણ કરીને રહ્યા હતા. વર્ષાકાળ વિદેશગમન કરનારને માટે ભયાનક હોય છે. વરસતી મેઘમાળા, ચમકતી વીજળી અને ગર્જતાં વાદળાઓ ભયંકર ધ્વનિથી જાણે કે સૂર્યને ખિજાવતાં પૃથ્વી પર પ્રગટ થયાં છે. સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં લોકોને આતાપ ઉપજાવતો તે હવે ધૂળ મેઘની ધારાથી અને અંધકારથી ભય પામી, ભાગી જઈને મેઘમાળામાં છુપાઈ જવાને ઈચ્છે છે. પૃથ્વીતળ લીલા અનાજના અંકુરરૂપ કંચૂકીથી મંડિત છે, મોટી નદીઓનો પ્રવાહ વૃદ્ધિ પામ્યો છે, ઢાળવાળા પહાડો પરથી વહે છે. આ ઋતુમાં જે પ્રવાસ કરે છે તે અત્યંત કંપે છે, તેના મનમાં અનેક પ્રકારની ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. આવી વર્ષાઋતુમાં જૈન લોકો ખગની ધાર સમાન નિરંતર કઠિન વ્રત ધારણ કરે છે. ચારણ અને ભૂમિગોચરી મુનિઓ ચાતુર્માસમાં જુદા જુદા પ્રકારના નિયમો લે છે. હું શ્રેણિક! તે બધા તારું રક્ષણ કરો, રાગાદિ પરિણતિથી તને છોડાવો.
પ્રભાતના સમયે રાજા દશરથ વાજિંત્રોના નાદથી જાગ્રત થયા, જેમ સૂર્ય ઉગે તેમ. સવારમાં કૂકડા બોલવા લાગ્યા, સારસ, ચકવા વગેરે સરોવર તથા નદીઓના તટ પર અવાજ કરવા લાગ્યા, સ્ત્રી-પુરુષો શય્યામાંથી જાગ્રત થયાં. ભગવાનનાં ચૈત્યાલયોમાં ભેરી, મૃદંગ, વીણા વગેરે વાજિંત્રોના અવાજ થયા. લોકો નિદ્રા છોડીને જિનપૂજા વગેરેમાં પ્રવર્યા. દીવાનો પ્રકાશ ઝાંખો થયો. ચંદ્રમાનું તેજ મંદ થયું. કમળો ખીલ્યાં, કુમુદો બિડાઈ ગયાં. જેમ જિન સિદ્ધાંતના જ્ઞાતાનાં વચનોથી મિથ્યાવાદીનો નાશ થાય તેમ સૂર્યનાં કિરણોથી ગ્રહ, તારા, નક્ષત્રો છુપાઈ ગયા. આ પ્રમાણે પ્રભાતનો સમય અત્યંત નિર્મળ પ્રગટ થયો. રાજા શરીરની ક્રિયા કરીને, ભગવાનની પૂજા કરીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. પછી ભદ્ર જાતિની હાથણી પર બેસી દેવ સમાન અન્ય રાજાઓ સાથે ઠેકઠેકાણે મુનિઓને અને જિનમંદિરોને નમસ્કાર કરતા મહેન્દ્રોદય વનમાં ગયા. તેનો વૈભવ પૃથ્વીને આનંદ ઉપજાવતો, તેનું વર્ણન વપર્યત કરીએ તો પણ કહી ન શકાય તેવો હતો. જે ગુણરૂપ રત્નોના સાગર મુનિ જે સમયે તેની નગરી સમીપ આવે તે જ સમયે તેને ખબર પડે અને એ દર્શન માટે જાય. સર્વભૂતહિતકારક મુનિને આવેલા સાંભળીને તેમની પાસે કેટલાક નિકટના લોકો સાથે આવ્યા. હાથણી પરથી નીચે ઉતરી અત્યંત આનંદથી નમસ્કાર કરી, મહાભક્તિ સંયુક્ત સિદ્ધાંત સંબંધી કથા સાંભળવા લાગ્યા. ચારે અનુયોગોની ચર્ચા સાંભળીને અતીત, અનાગત અને વર્તમાનકાળના મહાપુરુષોનાં ચરિત્ર સાંભળ્યા. લોકાલોકનું નિરૂપણ અને છ દ્રવ્યોનું સ્વરૂપ, છ કાયના જીવોનું વર્ણન, છ લશ્યાનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com