________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ 265 કાળી ઘટા સમાન છે. આ ચિત્રરથ મહાગુણવાન, તેજસ્વી અને સુંદર છે. આ હર્મુખ નામના રાજકુમાર અતિમનોહર, મહાતેજસ્વી છે. આ શ્રી સંજય, આ જય, આ ભાનુ, આ સુપ્રભ, આ મંદિર, આ બુધ, આ વિશાળ, આ શ્રીધર, આ વીર, આ બંધુ, આ ભદ્રબલ, આ મયૂરકુમાર, ઈત્યાદિ અનેક રાજકુમાર અત્યંત પરાક્રમી, સૌભાગ્યવાન, નિર્મળ વંશમાં જન્મેલા, ચંદ્રમા સમાન, નિર્મળ કાંતિવાળા, મહાગુણવાન, પરમ ઉત્સાહરૂપ, મહાવિનયવંત, મહાજ્ઞાની, મહાચતુર આવીને એકઠા થયા છે અને આ સંકાશપુરના સ્વામી, જેમના હાથી પર્વત સમાન છે, તુરંગ શ્રેષ્ઠ છે, રથ મહામનોજ્ઞ અને યોદ્ધા અદ્ભુત પરાક્રમી છે. આ સુતપુરના રાજા, આ રંધ્રપુરના રાજા, આ નંદનપુરના રાજા, આ કુંદનપુરના અધિપતિ, આ મગધ દેશના રાજેન્દ્ર, આ કંપિલ્ય નગરના અધિપતિ છે. આમાં કેટલાક ઈક્વાકુવંશી છે, કેટલાક નાગવંશી, કેટલાક સોમવંશી અને કેટલાક ઉગ્રવંશી છે, કેટલાક હરિવંશી, કેટલાક કુરુવંશી ઈત્યાદિ મહાગુણવાન રાજા સંભળાય છે તે બધા તારા માટે આવ્યા છે. આમાંથી જે પુરુષ વજાવર્ત ધનુષ્ય ચડાવે તેને તું વર. જે પુરુષોમાં શ્રેષ્ઠ હશે તેનાથી જ આ કાર્ય થશે. આ પ્રમાણે કંચૂકીએ કહ્યું ત્યારે રાજા જનકે બધાને એકત્ર કરીને વારાફરતી ધનુષ્ય તરફ મોકલ્યા અને બધા ગયા. જેમનું રૂપ સુંદર છે તે બધા ધનુષ્ય જોઈને ધ્રૂજવા લાગ્યા. ધનુષ્યમાંથી બધી બાજુએથી વીજળી સમાન અગ્નિની જ્વાળા નીકળતી હતી અને માયામયી ભયાનક સર્પો ફૂંફાડા મારતા હતા. કેટલાક તો કાન પર હાથ મૂકીને ભાગ્યા, કેટલાક ધનુષ્યને જોઈને દૂરથી જ ખીલાની જેમ ખોડાઈ રહ્યા, તેમનાં અંગો ધૃજતાં હતાં અને આંખો બંધ થઈ ગઈ હતી. કેટલાકને તાવ ચડી આવ્યો, કેટલાક પૃથ્વી પર પડી ગયા, કેટલાક બોલી જ ન શક્યા, કેટલાક મૂચ્છિત થઈ ગયા, કેટલાક ધનુષ્યના નાગના શ્વાસથી જેમ પવનથી વૃક્ષનાં સૂકાં પાંદડાં ઊડે તેમ ઊડવા લાગ્યા, કેટલાક કહેવા લાગ્યા કે હવે જીવતા ઘરે પહોંચીએ તો મહાદાન કરીશું, બધા જીવોને અભયદાન આપશું, કેટલાક એમ બોલવા લાગ્યા કે આ કન્યા રૂપાળી છે તેથી શું થયું, એના નિમિત્તે પ્રાણ તો ખોવાય નહિ. કેટલાક બોલવા લાગ્યા કે આ કોઈ માયામયી વિધાધર આવ્યો છે. તેણે રાજાઓના પુત્રોને ત્રાસ ઉપજાવ્યો છે. કેટલાક ભાગ્યશાળી એમ બોલવા લાગ્યા કે અમારે હવે સ્ત્રીનું કામ નથી. આ કામ મહાદુઃખદાયક છે. જેમ અનેક સાધુ અથવા ઉત્કૃષ્ટ શ્રાવક શીલવ્રત ધારે છે તેમ અમે પણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરશું, ધર્મધ્યાન કરીને સમય વિતાવશું. આ પ્રમાણે પરાડમુખ થયા. પછી શ્રી રામચંદ્ર ધનુષ્ય ચડાવવાને તૈયાર થયા. તે મદમસ્ત હાથીની જેમ ઊઠીને મનોહર ગતિથી ચાલતા, જગતને મોહ પમાડતા ધનુષ્યની નિકટ ગયા. રામના પ્રભાવથી ધનુષ્ય જ્વાળારહિત થઈ ગયું, દેવોપુનિત રત્ન જેવું સૌમ્ય થઈ ગયું, જેમ ગુરુની પાસે શિષ્ય સૌમ્ય થઈ જાય તેમ. શ્રી રામચંદ્ર ધનુષ્યને હાથમાં લઈ બાણ ચડાવીને દોરી ખેંચી એટલે પ્રચંડ અવાજ આવ્યો, પૃથ્વી કંપાયમાન થઈ ગઈ. જેમ મેઘની ગર્જના થાય તેમ ધનુષ્યનો અવાજ થયો, મોરના સમૂહ મેઘનું આગમન જાણીને નાચવા લાગ્યા. જેના તેજ પાસે સૂર્ય અગ્નિના કણ જેવો ભાસવા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com