________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 262 અઠ્ઠાવીસમું પર્વ પદ્મપુરાણ જીતવાની બડાઈ ? આમાં રામનું શું પરાક્રમ આવ્યું કે તમે પ્લેચ્છોને જીતવા વડ તેની આટલી પ્રશંસા કરી? રામની જે આટલી પ્રશંસા કરી તે તો ઊલટી આમાં નિંદારૂપ છે. અહો ! તમારી વાત સાંભળીને હસવું આવે છે. જેમ બાળકને વિષફળ જ અમૃત ભાસે છે અને દરિદ્રીને બોર ઉત્તમ ફળ લાગે છે, કાગડો સુકાઈ ગયેલા વૃક્ષમાં પ્રીતિ કરે છે, એ સ્વભાવ જ દુર્નિવાર છે. હવે તમે ભૂમિગોચરીઓનો ખોટો સંબંધ છોડીને આ વિધાધરોના રાજા ચંદ્રગતિ સાથે સંબંધ બાંધો. ક્યાં દેવ સમાન સંપતિના ધારક વિદ્યાધરો અને ક્યાં તે રંક, સર્વથા અત્યંત દુ:ખી એવા ભૂમિગોચરી ? ત્યારે જનકે કહ્યું કે ક્ષીરસાગર અત્યંત વિશાળ છે, પરંતુ તે તરસ છિપાવતો નથી અને વાવ થોડા જ મીઠા જળથી ભરેલી છે તે જીવોની તરસ મટાડે છે. અંધકાર અત્યંત વિસ્તીર્ણ છે, પણ તેનાથી શું? અને દીપક નાનો છે તો પણ પૃથ્વી પર પ્રકાશ ફેલાવે છે, પદાર્થોને પ્રગટ કરે છે. અનેક મદમસ્ત હાથી જે પરાક્રમ કરી શકતા નથી તે એકલા કેસરી સિંહનું બચ્ચું કરી શકે છે. રાજા જનકે જ્યારે આમ કહ્યું ત્યારે તે સર્વ વિધાધરો ગુસ્સે થઈને અતિકઠોર શબ્દોથી ભૂમિગોચરીઓની નિંદા કરવા લાગ્યા. હે જનક! તે ભૂમિગોચરી વિદ્યાના પ્રભાવ વિનાના, સદા ખેદખિન્ન, શૂરવીરતા રહિત, આપદાવાન, તમે તેમનાં શું વખાણ કરો છો? પશુઓમાં અને તેમનામાં તફાવત ક્યાં છે? તમારામાં વિવેક નથી તેથી તેમનો યશ ગાવા છો. ત્યારે જનકે કહ્યું કે અરેરે! અત્યંત ખેદની વાત છે કે મેં પાપના ઉદયથી મહાન પુરુષોની નિંદા સાંભળી. ત્રણ ભવનમાં વિખ્યાત ભગવાન ઋષભદેવ, ઇન્દ્રાદિક દેવોમાં પણ પૂજ્ય તેમના પવિત્ર ઈક્વાકુવંશ વિષે તમે સાંભળ્યું નથી ? ત્રણ લોકના પૂજ્ય શ્રી તીર્થંકરદેવ, ચક્રવર્તી, બળભદ્ર, નારાયણ તે બધા ભૂમિગોચરીઓમાં ઉત્પન્ન થાય છે તેમની તમે કઈ રીતે નિંદા કરો છો? હે વિધાધરો ! પંચકલ્યાણકની પ્રાપ્તિ ભૂમિગોચરીઓને જ થાય છે, વિધાધરોમાં કદી પણ કોઈને તમે જોઈ છે? ઈક્વાકુવંશમાં મોટા મોટા રાજાઓ જે છ ખંડ પૃથ્વીના વિજેતા હતા, તેના ચક્રાદિ મહારત્ન અને મોટી ઋદ્ધિના સ્વામી, ઇન્દ્રાદિકોએ પણ જેમની ઉદાર કીર્તિનાં ગુણગાન કર્યા છે એવા ગુણોના સાગર, કૃતકૃત્ય પુરુષ ઋષભદેવના વંશના મોટામોટા પૃથ્વીપતિ આ ભૂમિમાં અનેક થઈ ગયા છે. તે જ વંશમાં રાજા અનરણ્ય મહાન રાજા થયા હતા. તેમની રાણી સુમંગલાને દશરથ નામનો પુત્ર થયો, જે ક્ષત્રિય ધર્મમાં તત્પર, લોકોની રક્ષા નિમિત્તે પોતાના પ્રાણ ત્યાગતાં ન ડરે, જેમની આજ્ઞા સમસ્ત લોક મસ્તકે ચડાવે, જેમની ચાર પટરાણી જાણે કે ચાર દિશા જ છે, તે ઉપરાંત ગુણોથી ઉજ્જવળ એવી બીજી પાંચસો રાણી, જેમનાં મુખ ચંદ્રને પણ જીતે છે, જે જાતજાતના શુભ ચરિત્રથી પતિનું મન હરે છે. એ દશરથના મોટા પુત્ર રામ. જેમને પદ્મ પણ કહે છે, જેનું શરીર લક્ષ્મીથી મંડિત છે, જેણે દીપ્તિથી સૂર્યને અને કીર્તિથી ચંદ્રને જીતી લીધા છે, દઢતાથી સુમેરુ પર્વતને, શોભાથી ઇન્દ્રને અને શૂરવીરતાથી સર્વ સુભટોને જીતી લીધા છે, જેનું ચરિત્ર સુંદર છે, જેના નાના ભાઈ લક્ષ્મણના શરીરમાં લક્ષ્મીનો નિવાસ છે, જેનું ધનુષ્ય જોતાં શત્રુઓ ભયથી ભાગી જાય છે અને તમે વિધાધરોને એમનાથી ચડિયાતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com