________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ
૨૫૯ ઉપદ્રવ કરે છે. ત્યારે રાજા મોટા હાથી પર બેસીને તે હાથી તરફ ગયા. જે સેવકે આવીને હાથીનો વૃત્તાંત કહ્યો હતો તેના કહેલા માર્ગે રાજાએ મહાવનમાં પ્રવેશ કર્યો. ત્યાં સરોવરના કિનારે હાથીને ઊભેલો જોયો અને નોકરોને કહ્યું કે એક ઝડપી ઘોડો લાવો એટલે તેઓ માયામયી અને તરત લઈ ગયા. રાજા તેના ઉપર બેઠા એટલે તે રાજાને લઈને આકાશમાં ઉડ્યો એટલે બધાં સગાં અને નગરજનો હાહાકાર કરી શોક કરવા લાગ્યા. તેમનાં મનમાં આશ્ચર્ય થયું. તે તત્કાળ નગરમાં ગયા.
પછી તે અશ્વનું રૂપ લેનાર વિધાધર, મન સમાન વેગવાળો, અનેક નદી, પહાડ, વન, ઉપવન, નગર, દેશ ઓળંગીને રાજાને રથનૂપુર લઈ ગયો. જ્યારે નગર પાસે રહ્યું ત્યારે એક વૃક્ષની નીચેથી પસાર થયો તે વખતે રાજા જનકે વૃક્ષની એક ડાળી પકડી લીધી અને લટકી રહ્યા. તો ઘોડો નગરમાં ગયો. રાજા વૃક્ષ ઉપરથી નીચે ઉતરી, આરામ
આશ્ચર્ય સહિત આગળ વધ્યા. ત્યાં સોનાનો ઊંચો કોટ જોયો. તેના દરવાજા રત્નઊમય તોરણોથી શોભતા હતા. મહાસુંદર ઉપવન જોયું. તેમાં જુદીજુદી જાતનાં વૃક્ષોવેલીઓ ફૂલો સહિત જોયાં, ત્યાં જાતજાતનાં પક્ષીઓ અવાજ કરી રહ્યાં હતાં. જેવા સંધ્યા સમયે વાદળો દેખાય છે તેવા જુદા જુદા રંગના અનેક મહેલો જોયા, જાણે કે તે મહેલો જિનમંદિરની સેવા કરી રહ્યા છે. રાજા જમણા હાથમાં ખગ લઈને સિંહુ સમાન અતિ નિર્ભય બની, ક્ષત્રિયવ્રતમાં પ્રવીણ, દરવાજામાં દાખલ થયા. દરવાજાની અંદર જાતજાતનાં ફૂલોની વાડી, સુવર્ણરત્નમય પગથિયાંવાળી વાવ, જેમાં સ્ફટિકમણિ સમાન ઉજ્જવળ જળ ભર્યું હતું, મહાસુંદર સુગંધી વિસ્તીર્ણ જૂઈનાં ફૂલના મંડપો જોયા. તેનાં પાંદડાં ડોલતા હતાં અને ભમરાઓ તેના પર ગુંજારવ કરતા હતા. તેમણે આગળ ભગવાનનું મંદિર પ્રસન્ન નેત્રોથી જોયું. મંદિર મોતીની ઝાલરોથી શોભતું, રત્નોના ઝરૂખાથી સંયુક્ત, સુવર્ણના હજારો સ્તંભોથી મનોહર, ભીંત પર જાતજાતનાં ચિત્રો, સુમેરુના શિખર સમાન ઊંચા શિખરો, હીરાથી મઢેલી ફરસથી મંડિત જિનમંદિર જોઈને જનક વિચારવા લાગ્યા કે આ ઇન્દ્રનું મંદિર છે અથવા અહમિન્દ્રનું મંદિર છે, આ ઊર્ધ્વલોકમાં છે કે નાગેન્દ્રના ભવનપાતાળમાં આવેલું છે કે પછી કોઈ કારણે સૂર્યનાં કિરણોનો સમૂહ પૃથ્વી પર એકઠો થયો છે. અહો ! આ વિધાધર મિત્રે મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો કે મને અહીં લઈ આવ્યો, આવું સ્થાન મેં અત્યાર સુધીમાં ક્યાંય જોયું નહોતું. સારું થયું કે આવું મંદિર જોવા મળ્યું. એમ ચિંતવીને મંદિરમાં બેસીને પ્રફુલ્લિત મુખથી શ્રી જિનરાજનાં દર્શન કર્યા. કેવા છે શ્રી જિનરાજ? સ્વર્ણ સમાન વર્ણવાળા, પૂર્ણિમાના ચંદ્રમા સમાન મુખવાળા, પદ્માસનમાં બિરાજમાન છે. અષ્ટ પ્રતિહાર્ય સંયુક્ત, કનકમય કમળોથી પૂજિત અને જેમના શિર પર જાતજાતનાં રત્નો જડેલું છત્ર રહેલું છે અને ઊંચા સિંહાસન પર બેઠેલા છે. પછી બન્ને હાથ જોડી, મસ્તક નમાવી પ્રણામ કર્યા, હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં, ભક્તિના અનુરાગથી મોહિત થઈ ગયા. બીજી ક્ષણે સાવચેત થઈ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અતિવિશ્રામ પામી, આશ્ચર્ય સહિત જનક ચૈત્યાલયમાં બેઠા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com