________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પચ્ચીસમું પર્વ
૨૪૧ પછી રાજા દશરથે સર્વ રાણીઓની વચ્ચે કેકેયીને કહ્યું કે હે ચંદ્રવદની ! તારા મનમાં જે વસ્તુની અભિલાષા હોય તે માગ. તું જે માગીશ તે હું આપીશ. હું પ્રાણપ્યારી ! તારા પર હું અત્યંત પ્રસન્ન થયો છું. જો તે અત્યંત કુશળતાથી યુદ્ધમાં રથ ન હાંક્યો હોત તો એકસાથે આટલા શત્રુઓને હું કેવી રીતે જીતી શકત? જ્યારે રાત્રિના સમયે જગતમાં અંધકાર ફેલાઈ રહ્યો હોય અને જો અરુણ સરખો સારથિ ન હોય તો સૂર્ય તેને કેવી રીતે જીતી શકે? આ પ્રમાણે રાજાએ કૈકેયીના ગુણોનું વર્ણન કર્યું. ત્યારે પતિવ્રતા સ્ત્રી લજ્જાના ભારથી નીચું મુખ કરી ગઈ. રાજાએ ફરીથી તેને વર માગવા કહ્યું ત્યારે કૈકેયીએ વિનંતી કરી કે હે નાથ ! મારો વર આપની પાસે થાપણરૂપ રાખો. જે સમયે મારી ઈચ્છા થશે તે સમયે હું માગીશ. રાજા પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હું કમલવદની ! હે મૃગનયની ! તારાં અદ્દભુત નેત્રોમાં તપણું, શ્યામપણું, અને લાલાશ એ ત્રણે વર્ણ રહેલા છે, તારી બુદ્ધિ અદ્ભુત છે, તું મહાનરપતિની પુત્રી છો, નીતિની જાણકાર છો, સર્વ કળાની પારગામિની છો, સર્વ ભોગપભોગની નિધિ છો, તારો વર મેં થાપણ તરીકે રાખ્યો છે, તું તે જ્યારે માગીશ ત્યારે આપીશ જ. રાજ્યના બધા માણસો કૈકેયીને જોઈને હર્ષ પામ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે એ અદ્દભુત બુદ્ધિનિધાન છે, એ કોઈ અપૂર્વ વસ્તુ માગશે, અલ્પ વસ્તુ શા માટે માગે?
પછી ગૌતમ સ્વામી શ્રેણિકને કહે છે કે હું શ્રેણિક ! લોકનું ચરિત્ર મેં તને સંક્ષેપમાં કહ્યું. જે પાપી અને દુરાચારી છે તે નરક નિગોદનાં પરમ દુ:ખ ભોગવે છે અને જે ધર્માત્મા સાધુજન છે તે સ્વર્ગમોક્ષમાં મહાસુખ પામે છે. ભગવાનની આજ્ઞા અનુસાર મહાન સત્પરુષોનાં ચરિત્ર તને કહ્યાં. હવે શ્રી રામચંદ્રજીના જન્મની વાત સાંભળ. કેવા છે શ્રી રામચંદ્રજી? મહાઉદાર, પ્રજાનાં દુઃખોને હરનાર, મહાન્યાયતંત, મહાધર્મી, મહાવિવેકી, મહાશૂરવીર, મહાજ્ઞાની, ઈક્વાકુવંશનો ઉધત કરનાર મહાન પુરુષ છે.
એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દોલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં રાણી કૈકેયીને રાજા દશરથના વરદાનનું કથન કરનાર ચોવીસમું પર્વ પૂર્ણ થયું.
પચ્ચીસમું પર્વ (રામ લક્ષ્મણ આદિ ચારે ભાઈઓનો જન્મ અને વિદ્યાભ્યાસ).
જે અપરાજિતા કહેવાતી તે કૌશલ્યા રત્નજડિત મહેલમાં અત્યંત સુંદર સેજ પર સૂતી હતી ત્યારે રાત્રિના પાછલા પહોરે તેણે અતિશય અદભુત સ્વપ્ન જોયાં. ઉજ્જવળ હસ્તી (ઇન્દ્રના ઐરાવત હાથી સમાન), મહાકેસરી સિંહ, સૂર્ય અને સર્વ કળાથી પૂર્ણ ચંદ્રમા; આ પુરાણ પુરુષોના ગર્ભમાં આવવાના સૂચનરૂપ અદ્ભુત સ્વપ્ન જોઈને તે આશ્ચર્ય પામી. પછી પ્રભાતનાં વાજિંત્રો અને મંગળ શબ્દ સાંભળીને તે શય્યામાંથી ઊભી થઈ, પ્રભાતની ક્રિયાથી નિવૃત્ત થઈ. સ્વપ્ન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com