________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪ બાવીસમું પર્વ
પદ્મપુરાણ અયોધ્યાનગરમાં રાજા રઘુને અરણ્ય નામનો પુત્ર થયો. તેના પ્રતાપથી ઉદ્યાનમાં વસતિ થઈ. તેને મહાગુણવંતી, અત્યંત કાંતિમતી, મહારૂપવાન, મહાપતિવ્રતા પૃથ્વીમતી નામની રાણી હતી. તેને બે પુત્રો થયા. મહાશુભ લક્ષણવાળો એક અનંતરથ અને બીજો દશરથ. માહિષ્મતિ નગરીના સ્વામી રાજા સહસ્રરશ્મિ અને રાજા અરણ્યની ગાઢ મૈત્રી થઈ હતી. જાણે કે બન્ને સૌધર્મ અને ઈશાન ઇન્દ્ર જ હતા. જ્યારે રાવણે યુદ્ધમાં સહસ્રરશ્મિને જીતી લીધો અને તેણે મુનિવ્રત લીધી ત્યારે તેણે અરણ્યને સમાચાર આપ્યા કેમ કે સહુન્નરશિમ અને અરણ્ય વચ્ચે એવું નક્કી થયું હતું કે જો તમે વૈરાગ્ય લ્યો તો મને બતાવવું અને હું વૈરાગ્ય લઈશ તો તમને જણાવીશ. ત્યારે રાજા અરણ્ય સહસ્રરશ્મિને મુનિ થયેલા જાણીને પોતાના નાના પુત્ર દશરથને રાજ્ય આપી પોતે મોટા પુત્ર અનંતરથ સહિત અભયસેન મુનિની સમીપે જિનદીક્ષા ધારણ કરી. તેમણે મહાન તપ કરી કર્મોનો નાશ કરી મોક્ષની પ્રાપ્તિ કરી અને અનંતરથ મુનિ સર્વ પરિગ્રહરહિત પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. બાવીસ પરીષહુ સહન કરવામાં કોઈ પ્રકારે તેમને ઉગ થયો નહિ તેથી તેમનું અનંતવીર્ય એવું નામ પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. રાજા દશરથ રાજ્ય કરતા તે અતિસુંદર શરીરવાળા નવયૌવનમાં અત્યંત શોભતા હતા. જાણે કે અનેક પ્રકારનાં પુષ્પોથી શોભિત પર્વતનું ઉત્તુંગ શિખર જ હતું.
દર્ભસ્થળ નગરના રાજા કૌશલ પ્રશંસાયોગ્ય ગુણોના ધારક હતા. તેની રાણી અમૃતપ્રભાને કૌશલ્યા અથવા અપરાજિતા નામની પુત્રી હતી. તેને અપરાજિતા કેમ કહેતા? તે સ્ત્રીઓનાં ગુણોથી શોભાયમાન હતી અને કામની સ્ત્રી રતિ સમાન, અતિસુંદર, કોઈનાથી જીતી ન શકાય એવી અત્યંત રૂપવાન હતી. તેથી તે રાજા દશરથને પરણી. વળી, એક કમલસંકુલ નામનું મોટું નગર હતું. ત્યાંના રાજા સુબંધુતિલકની રાણી મિત્રાને સુમિત્રા નામની સર્વ ગુણોથી મંડિત, રૂપવતી, જેને જોતાં સર્વને મનમાં આનંદ થાય તેવી પુત્રી હતી. તે પણ દશરથ સાથે પરણી. એક બીજા મહારાજા નામના રાજાની પુત્રી સુપ્રભા જે લાવણ્યની ખાણ હતી, જેને જોતાં લક્ષ્મી મહાલજ્જા પામે તેવી હતી તે પણ દશરથને પરણી. રાજા દશરથને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું અને રાજ્યનો ખૂબ ઉદય થયો તેથી તે સમ્યગ્દર્શનને રત્ન સમાન જાણતા હુતા અને રાજ્યને તૃણ સમાન માનતા હતા. જો રાજ્ય ન છોડે તો આ જીવ નરકમાં જાય અને રાજ્ય છોડે તો સ્વર્ગ કે મુક્તિ પામે, અને સમ્યગ્દર્શનના યોગથી નિઃસંદેહુ ઊર્ધ્વગતિ જ છે. આમ જાણી રાજાને સમ્યગ્દર્શનની દઢતા થતી ગઈ. વળી, ભગવાનના પ્રશંસાયોગ્ય ચૈત્યાલયો અગાઉ જે ભરત ચક્રવર્તી આદિકોએ બનાવરાવ્યાં હતાં તેમાંના કેટલાંક સ્થાનોમાં જીર્ણ થયાં હતાં. રાજા દશરથે તેમની મરામત કરાવી, તેમને નવાં જેવાં જ બનાવી દીધાં, અને ઇન્દ્ર દ્વારા નમસ્કાર કરવા યોગ્ય મહારમણીક તીર્થકરોનાં કલ્યાણક સ્થાનોની આ રાજા રત્નો વડે પૂજા કરતો હતો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે હે ભવ્ય જીવ! રાજા દશરથ સરખા જીવ પરભવમાં મહાધર્મનું ઉપાર્જન કરી અતિ મનોશ દેવલોકની લક્ષ્મી પામીને આ લોકમાં રાજા થયા હતા, તેમનો પ્રકાશ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com