________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨ બાવીસમું પર્વ
પદ્મપુરાણ જહાજમાં બેસીને ભવસાગર તરી જાય છે. આમ ચિંતવન કરીને રાણી અમૃતવતીના પુત્ર નઘોષને રાજ્ય પર સ્થાપીને વિમળ મુનિની પાસે દિગંબરી દીક્ષા ધારણ કરી. આ નઘોષ જ્યારથી માતાના ગર્ભમાં આવ્યો હતો ત્યારથી જ કોઈ પાપનું વચન કહ્યું નહોતું તેથી નઘોષ કહેવાયો. તેના ગુણ પૃથ્વી પર પ્રસિદ્ધ હતા. તે ગુણોના પૂંજને સિંહિકા નામની રાણી હતી. તે રાણીને અયોધ્યામાં મૂકીને પોતે ઉત્તર દિશાના સામંતોને જીતવા ચડાઈ કરી. રાજાને અયોધ્યાથી દૂર ગયેલો જાણીને દક્ષિણ દિશાનો રાજા મોટી સેના સાથે અયોધ્યા લેવા આવ્યો. ત્યારે મહાપ્રતાપી રાણી સિંહિકા મોટી ફોજ લઈને તેની સામે ગઈ. તેણે સર્વ વેરીઓને રણમાં જીતીને અયોધ્યામાં મજબૂત થાણું રાખીને પોતે અનેક સામંતોને લઈ દક્ષિણ દિશા જીતવા ગઈ. કેવી છે રાણી? શસ્ત્રવિધા અને શાસ્ત્રવિધાનો જેણે અભ્યાસ કર્યો છે. પોતાના પ્રતાપથી દક્ષિણ દિશાના સામંતોને જીતીને જયજયકાર ગજવતી તે પાછી અયોધ્યા આવી. રાજા નઘોષ પણ ઉત્તર દિશામાં જીત મેળવીને આવ્યો. તે પોતાની સ્ત્રીનું પરાક્રમ સાંભળીને ગુસ્સે થયો. મનમાં વિચારવા લાગ્યો કે કુળવાન, અખંડ શીલની પાળનારી સ્ત્રીમાં આટલી ઉદ્ધતાઈ હોવી ન જોઈએ. આમ વિચારીને તેનું ચિત્ત રાણી સિંહિકા પ્રત્યે ઉદાસ થયું. પતિવ્રતા, મહાશીલવતી, પવિત્ર ચેષ્ટાવાળી સિંહિકાને તેણે પટરાણીના પદથી દૂર કરી. તે અત્યંત દરિદ્ર બની ગઈ.
હવે રાજાને એક સમયે મહાદાહરૂરનો વિકાર થયો. સર્વ વૈદ્યો પ્રયત્ન કરતા, પણ તેમની ઔષધિ અસર કરતી નહિ. રાણી સિંહિકા રાજાને રોગગ્રસ્ત જાણીને મનમાં વ્યાકુળ થઈ. પોતાની શુદ્ધતા સિદ્ધ કરવા આ પતિવ્રતાએ પુરોહિત, મંત્રી, સામંતો સૌને બોલાવ્યા અને પોતાના હાથનું જળ પુરોહિતના હાથમાં મૂકીને કહ્યું કે જો હું મનવચનકાયાથી પતિવ્રતા હોઉં તો આ જળનું સિંચન કરવાથી રાજાનો દાહજ્વર દૂર થઈ જાવ. પછી એ જળનું સિંચન કરતાં જ રાજાનો દાહજ્વર મટી ગયો અને જાણે બરફમાં મગ્ન હોય તેવો શીતળ થઈ ગયો. તેના મુખમાં વીણાના શબ્દ હોય તેવા મનોહર શબ્દ નીકળ્યા. આકાશમાં એવી ધ્વનિ થઈ કે આ રાણી સિંહિકા પતિવ્રતા, મહાશીલવંતી ધન્ય છે, ધન્ય છે, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. રાજાએ રાણીને મહાશીલવંતી જાણી ફરી પાછું પટરાણીપદ આપ્યું અને ઘણી વખત નિષ્ફટક રાજ્ય કર્યું. પછી પોતાના પૂર્વજોનાં ચરિત્રનો ચિત્તમાં વિચાર કરીને, સંસારની માયાથી નિઃસ્પૃહ થઈ સિંહિકા રાણીના પુત્ર સૌદાસને રાજ્ય આપી, પોતે ધીર વીર બની મુનિવ્રત ધારણ કર્યા. જે કાર્ય પરંપરાથી એના વડીલો કરતા આવ્યા હતા તે તેણે કર્યું. સૌદાસ રાજ્ય કરે છે, તે પાપી માંસાહારી થયો. એમના વંશમાં કોઈએ આ આહાર કર્યો નહોતો. આ દુરાચારી અષ્ટહિસ્કાના દિવસોમાં પણ અભક્ષ્ય આહારનો ત્યાગ કરતો નહોતો. એક દિવસ તેણે રસોઈયાને કહ્યું કે મને માંસભક્ષણની ઈચ્છા થઈ છે. રસોઈયાએ કહ્યું કે હે મહારાજ ! અષ્ટહિસ્કાના દિવસો છે, બધા લોકો ભગવાનની પૂજા કરી વ્રત, નિયમ લેવામાં તત્પર છે, પૃથ્વી પર ધર્મનો ઉદ્યોત થઈ રહ્યો છે. આ દિવસોમાં આ વસ્તુ અલભ્ય છે. ત્યારે રાજાએ કહ્યું આ વસ્તુ વિના મારું મન રહી શકતું નથી માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com