________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૦ બાવીસમું પર્વ
પદ્મપુરાણ કરીને ઇન્દ્રધનુષ આકાશને એવી શોભા આપે છે, જાણે કે અતિઊંચા તોરણોથી યુક્ત હોય. બન્ને કાંઠાને તોડી નાખતી, ભયંકર વમળ પેદા કરતી નદી અતિવેગથી કલુપતા સહિત વહે છે, જાણે કે મર્યાદારહિત સ્વચ્છંદી સ્ત્રીનું સ્વરૂપ તે આચરે છે. મેઘગર્જનાથી ત્રાસ પામેલી મૃગનયની, વિરહિણીઓ સ્તંભને સ્પર્શ કરે છે, મહાવિહવળ છે, પતિ આવવાની આશામાં તેમણે પોતાનાં નેત્રો લગાવ્યાં છે. આવા વર્ષાકાળમાં જીવદયાના પાળનાર, મહાશાંત, અનેક નિગ્રંથ મુનિ પ્રાસુક સ્થાનમાં ચાર માસના ઉપવાસ કરીને બેઠા છે અને જે ગૃહસ્થ શ્રાવક સાધુની સેવામાં તત્પર છે તે પણ ચાર મહિના ગમનનો ત્યાગ કરીને વિવિધ પ્રકારના નિયમો લઈને બેઠા છે. આવા મેઘથી વ્યાપ્ત વર્ષાકાળમાં તે પિતાપુત્ર યથાર્થ આચારના આચરનાર સ્મશાનમાં ચાર મહિના ઉપવાસ ધારણ કરી વૃક્ષની નીચે બિરાજ્યા. કોઈ વાર પદ્માસન, કોઈ વાર કાયોત્સર્ગ, કોઈ વાર વીરાસન આદિ અનેક આસનો ધારણ કરી તેમણે ચાતુર્માસ પૂર્ણ કર્યું. આ સ્મશાન વૃક્ષોના અંધકારથી ગહન હતું. સિંહ, વાઘ, રીંછ, શિયાળ, સર્પ ઇત્યાદિ અનેક દુષ્ટ જીવોથી પૂર્ણ હતું. અર્ધદગ્ધ મડદાં, મહાભયાનક વિષમ ભૂમિ, મનુષ્યના મસ્તકનાં હાડકાંના સમૂહથી જ્યાં પૃથ્વી શ્વેત થઈ રહી છે અને દુષ્ટ અવાજ કરતા પિશાચોના સમૂહુ વિચરે છે, જ્યાં ઘાસ, કંટક ખૂબ છે તેવા સ્થાનમાં આ ધીર વીર, પવિત્ર મનવાળા પિતા-પુત્ર બન્ને મુનિઓએ ચાર મહિના પૂરા કર્યા.
વર્ષાઋતુ વીતી ગઈ અને શરદઋતુ આવી, જાણે કે રાત્રિ પૂરી થઈ અને પ્રભાત થયું. જે પ્રભાત જગતને પ્રકાશ આપવામાં પ્રવીણ છે. શરદઋતુમાં આકાશમાં શ્વેત વાદળાં પ્રગટ થયાં, સૂર્ય મેઘપટલરહિત કાંતિમાન પ્રકાશ્યો. જેમ ઉત્સર્પિણી કાળનો દુખમાકાળ પૂરો થાય અને દુખમા-સુખભાના આરંભમાં જ શ્રી જિનેન્દ્રદેવ પ્રગટ થાય તેમ. રાત્રે તારાઓના સમૂહુ વચ્ચે ચંદ્રમા શોભવા લાગ્યો, જેમ સરોવરની વચ્ચે તરુણ રાજહંસ શોભે તેમ. રાત્રે ચંદ્રમાની ચાંદનીથી પૃથ્વી ઉજ્જવળ થઈ, જાણે કે ક્ષીરસાગર જ ધરતી પર ફેલાઈ રહ્યો છે. નદીઓ નિર્મળ થઈ; સારસ, ચકવા આદિ પક્ષીઓ સુંદર અવાજ કરવા લાગ્યા, સરોવરમાં કમળો ખીલ્યા, તેના પર ભમરાઓ ઊડી રહ્યા હતા અને ગુંજારવ કરી રહ્યા હતા, જાણે કે ભવ્ય જીવોએ મિથ્યાત્વ પરિણામ છોડી દીધા છે, તે ઊડતા ફરે છે.
ભાવાર્થ- મિથ્યાત્વનું સ્વરૂપ શ્યામ ભમરાનું પણ સ્વરૂપ શ્યામ. જ્યાં સુગંધ ફેલાઈ રહી છે એનાં ઊંચા મહેલોના નિવાસમાં રાત્રે લોક નિજ પ્રિયાઓ સાથે ક્રિીડા કરી રહ્યા છે. શરદ ઋતુમાં મનુષ્યો મહાન ઉત્સવો ઉજવે છે, મિત્ર-બાંધવોનું સન્માન કરવામાં આવે છે, જે સ્ત્રી પિયરમાં ગઈ હોય તેમનું સાસરે આગમન થાય છે. કાર્તિક સુદી પૂનમ વીત્યા પછી તપોધન મુનિઓ જૈન તીર્થોમાં વિહાર કરવા લાગ્યા. ત્યારે આ પિતા અને પુત્ર અને કિર્તિધર સુકૌશલ મુનિ, જેમનો નિયમ પૂરો થયો છે તે શાસ્ત્રોક્ત ઈર્યાસમિતિ સહિત પારણા નિમિત્તે નગર તરફ વિહાર કરવા લાગ્યા. હવે પેલી સહદેવી સુકૌશલની માતા, જે મરીને વાઘણ થઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com