________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬ એકવીસમું પર્વ
પદ્મપુરાણ આ જૂઠું ઘર, જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠા બાંધવ, જૂઠો પરિવાર, તેના સ્નેહથી ભવસાગરના ભ્રમણમાં ભમ્યો. આમ કહીને સર્વ પરિવારને ખમાવીને નાના પૌત્ર પુરંદરને રાજ્ય આપી, પોતાના પુત્ર સુરેન્દ્રમન્યુ સહિત રાજા વિજયે વૃદ્ધ અવસ્થામાં નિર્વાણઘોષ સ્વામીની સમીપે જિનદીક્ષા અંગીકાર કરી. રાજાનું મન ઘણું ઉદાસ છે.
- હવે પુરંદર રાજ્ય કરે છે. તેની પૃથિવીમતી રાણીને કીર્તિધર નામનો પુત્ર થયો. તે ગુણોનો સાગર, પૃથ્વી પર પ્રસિદ્ધ, વિનયવાન અનુક્રમે યુવાન બન્યો. તે આખા કુટુંબનો આનંદ વધારતો, પોતાની ચેષ્ટાથી સૌને પ્રિય બન્યો. રાજા પુરંદરે પોતાના પુત્રને રાજા કૌશલની પુત્રી પરણાવી અને તેને રાજ્ય આપી પોતે ગુણ જ જેનાં આભૂષણ છે એવા ક્ષેમકર મુનિની સમીપે મુનિવ્રત લીધાં અને કર્મનિર્જરાનું કારણ મહાતપ આચર્યું.
રાજા કીર્તિધર કાળક્રમથી ચાલ્યું આવતું રાજ્ય મેળવીને પોતાના સર્વ શત્રુઓને જીતીને દેવ સમાન ઉત્તમ ભોગ ભોગવવા લાગ્યો. એક દિવસ રાજા કીર્તિધર પ્રજાનો બંધુ, પ્રજાના બાધક શત્રુઓને ભય ઉપજાવનાર, સિંહાસન પર ઇન્દ્રની પેઠે બિરાજતો હતો તે સમયે સૂર્યગ્રહણ જોઈને ચિત્તમાં વિચારવા લાગ્યો કે જુઓ, આ સૂર્ય પ્રકાશનું મંડળ છે તે રાહુના વિમાનના યોગથી શ્યામ થઈ ગયો. આ સૂર્ય પ્રતાપનો સ્વામી છે, અંધકારને મટાડી પ્રકાશ કરે છે અને જેના પ્રતાપથી ચંદ્રમાનું બિંબ કાંતિરહિત ભાસે છે અને કમલિનીના વનને પ્રફૂલ્લિત કરે છે તે રાહુના વિમાનથી મંદકાંતિવાળો ભાસે છે. તેનો ઉદય થતાં જ સૂર્ય જ્યોતિરહિત થઈ ગયો માટે સંસારની દશા અનિત્ય છે. આ જગતના જીવ વિષયાભિલાષી રંક સમાન મોહના પાશથી બંધાયેલા અવશ્ય કાળના મુખમાં પડશે. આમ વિચારીને એ મહાભાગ્ય સંસારની અવસ્થાને ક્ષણભંગુર જાણી મંત્રી, પુરોહિત, સેનાપતિ અને સામંતોને કહેવા લાગ્યો કે આ સમુદ્ર પર્વત પૃથ્વીના રાજ્યની તમે સારી રીતે રક્ષા કરજો. હું મુનિનાં વ્રત ધારણ કરું છું. ત્યારે બધા વિનંતી કરવા લાગ્યા કે તમારા વિના આ પૃથ્વી અમારાથી દબાશે નહિ, તમે શત્રુને જીતનાર છો, લોકના રક્ષક છો, તમારી ઉંમર પણ યુવાન છે, આ રાજ્યના તમે જ અદ્વિતીય પતિ છો, આ પૃથ્વી તમારાથી જ શોભે છે, માટે કેટલાક સમય સુધી આ ઇન્દ્રતુલ્ય રાજ્ય ભોગવો. ત્યારે રાજાએ કહ્યું કે આ સંસાર અટવી અતિદીર્ઘ છે, એને જોઈને મને અત્યંત ભય ઉત્પન્ન થાય છે. કેવી છે આ ભવરૂપ અટવી? અનેક દુ:ખરૂપી ફળોવાળાં કર્મરૂપ વૃક્ષોથી ભરેલી છે અને જન્મ, જરા, મરણ, રોગ, શોક, રતિ, અરતિ, ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગરૂપ અગ્નિથી પ્રજ્વલિત છે. ત્યારે મંત્રીઓએ રાજાનાં પરિણામ વિરક્ત જાણીને બુઝાઈ ગયેલા અંગારા લાવીને મૂકયા અને તેમની વચ્ચે વૈડૂર્યમણિ જ્યોતિનો પૂંજ, જે અતિઅમૂલ્ય હતો તે લાવીને મૂક્યો. તે મણિના પ્રતાપથી કોયલા પ્રકાશરૂપ થઈ ગયા. પછી તે મણિ ઉપાડી લીધો. ત્યારે તે કોલસા પ્રકાશિત ન લાગ્યા ત્યારે મંત્રીઓએ રાજાને વિનંતી કરી કે હે દેવ! જેમ આ કાષ્ટના કોલસા રત્ન વિના શોભતા નથી તેમ તમારા વિના અમે બધા શોભતા નથી. હે નાથ ! તમારા વિના પ્રજાજનો અનાથ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com