________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ અઢારમું પર્વ
૧૯૯ પિતા પાસે જાવ અને બધી હકીકત કહો કે જો મને મારી પત્નીની પ્રાપ્તિ નહિ થાય તો મારું જીવન નહિ રહે. હું આખી પૃથ્વી પર ભ્રમણ કરું છું અને તમે પણ યોગ્ય કરો. પછી મિત્ર આ વૃત્તાંત કહેવા આદિત્યપુર નગરમાં આવ્યો. તેણે પિતાને બધી વાત કરી અને પવનંજયકુમાર આકાશમાં ચાલતા હાથી પર બેસીને પૃથ્વી પર ફરવા લાગ્યા. તે મનમાં વિચારવા લાગ્યા કે તે સુંદરીનું શરીર કમળ સમાન કોમળ છે, શોકના આતાપથી તે સંતાપ પામીને ક્યાં ગઈ હશે? જેના હૃદયમાં મારું જ ધ્યાન રહે છે તેવી તે દીન વિરહરૂપ અગ્નિથી પ્રજ્વલિત વિષમ વનમાં કઈ દિશામાં ગઈ હશે? સત્ય બોલનારી, કપટરહિત, જેને ગર્ભનો ભાર ઉપાડવો પડે છે તે વસંતમાલાથી જુદી તો કદાપિ ન પડે. તે પતિવ્રતા, શ્રાવકના વ્રત પાળનારી, રાજાની પુત્રી, શોકથી જેનાં બને નેત્ર અંધ થયાં છે તે વિકટ વનમાં ફરતી, ભૂખથી પીડિત, અજગરયુક્ત અંધકૃપમાં પડી હોય અથવા તે
વતી દષ્ટ પશઓના ભયંકર અવાજ સાંભળીને પ્રાણરહિત જ થઈ ગઈ હશે? તે ભોળી કદાચ ગંગા નદીમાં ઊતરી હોય અને ત્યાં જાતજાતના પ્રવાહોને લીધે તે પાણીમાં તણાઈ ગઈ હશે? અથવા અતિકોમળ શરીરવાળી તેના દાભની અણીથી પગમાં છેદ પડી ગયા હશે? આ ભયંકર અરણ્યમાં ભૂખતરસથી તેના કંઠ અને તાળવું સુકાઈ ગયા હશે તેથી પ્રાણરહિત થઈ ગઈ હશે? તે ભોળી કદાચ ગંગામાં ઊતરી હોય. ત્યાં જાતજાતના મગર રહે છે તે પાણીમાં તણાઈ ગઈ હશે? અથવા દુઃખથી તેને ગર્ભપાત થયો હોય અને કદાચ તે જિનધર્મને સેવનારી મહાવિરક્ત થઈને આર્યા થઈ હોય? આમ ચિંતવન કરતા પવનંજયકુમાર પૃથ્વી પર પરિભ્રમણ કરતા હતા. તો પણ તેણે પોતાની પ્રાણવલ્લભાને જોઈ નહિ. ત્યારે વિરહથી પીડિત તે સર્વજગતને શૂન્ય દેખવા લાગ્યા, તેણે મરવાનો નિશ્ચય કર્યો. પર્વતમાં, મનોહર વૃક્ષોમાં, કે નદીના તટ પર કોઈ પણ જગાએ પ્રાણપ્રિયા વિના તેનું મન ઠર્યું નહિ. વિવેકરહિત થઈને તે સુંદરીની વાર્તા વૃક્ષોને પૂછતા. ભટકતા ભટકતાં તે ભૂતરવ વનમાં આવ્યા. ત્યાં હાથી ઉપરથી નીચે ઊતર્યા અને જેમ મુનિ આત્માનું ધ્યાન કરે તેમ તે પ્રિયાનું ધ્યાન કરવા લાગ્યા. પોતાના હથિયાર અને બખ્તર પૃથ્વી પર ફેંકી દીધા અને હાથીને કહેવા લાગ્યા, હે ગજરાજ ! હવે તમે વનમાં સ્વચ્છંદપણે ઘૂમો. હાથી વિનયથી પાસે ઊભો છે તેને પોતે કહે છે હું ગજેન્દ્ર! નદીના કિનારે શલ્યનું વન છે તેનાં પાંદડાંઓ ખાતાં ખાતાં ફરો અને અહીં હાથણીઓનો સમૂહ છે તેના તમે નાયક થઈને વિચારો. કુંવરે આમ કહ્યું તો પણ પોતાના સ્વામીના સ્નેહમાં પ્રવીણ તે કૃતજ્ઞ હાથીએ કંવરનો સંગ છોડયો નહિ. જેમ સજ્જન ભાઈ ભાઈનો સંગ છોડતો નથી તેમ. કુંવર અત્યંત શોકથી એવો વિકલ્પ કરે છે કે અત્યંત મનોહર તે સ્ત્રીને જો નહિ જોઉં તો આ વનમાં પ્રાણત્યાગ કરીશ. પ્રિયાના વિચારમાં જેનું મન લાગેલું છે તેવા પવનંજયને તે વનમાં રાત્રિ વિતાવતાં ચાર પહોર વર્ષ જેવડા લાગ્યા. તે જાતજાતના વિકલ્પો કરીને વ્યાકુળ થયો. અહીં આમ બન્યું અને પેલી તરફ તેનો મિત્ર તેના પિતા પાસે ગયો અને પિતાને બધી વાત કરી. પિતા સાંભળીને ખૂબ શોક પામ્યા. બધાને શોક થયો. માતા કેતુમતી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com