________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ સત્તરમું પર્વ
૧૮૭ એ બન્ને બહાર ઊભી રહી અને અંદર દષ્ટિ કરીને જોયું તો ત્યાં એક પવિત્ર શિલા પર વિરાજતા ચારણમુનિને જોયા. તેમણે પલ્ચકાસન ધર્યું હતું, તેમના શ્વાસોચ્છવાસ નિર્ચાળ હતા, નાકની અણી પર તેમની દષ્ટિ હતી, શરીર થાંભલાની જેમ સ્થિર હતું, ખોળામાં ડાબા હાથ જમણા હાથ પર મૂકેલો હતો, સમુદ્ર સમાન ગંભીર, અનેક ઋદ્ધિસંયુક્ત, આત્મસ્વરૂપ, જેવું જિનશાસનમાં બતાવ્યું છે તેવું ધ્યાનમાં લેતા, પવન જેવા અસંગ, આકાશ જેના નિર્મળ, જાણે કે પહાડનું શિખર જ હોય તેવા તેમને બન્નેએ જોયા. એ બન્ને મુનિની સમીપમાં આવી. તેમનું બધું દુઃખ ભુલાઈ ગયું. ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ જોડી નમસ્કાર કર્યા. મુનિ પરમ બાંધવ મળ્યા. જે સમયે જેની પ્રાપ્તિ થવાની હોય તે થાય. મુનિના ચરણારવિંદ તરફ પોતાનાં અગ્રુપાતરહિત સ્થિર નેત્ર કરી, એ બન્ને હાથ જોડી વિનંતી કરવા લાગી: હે ભગવાન! હું કલ્યાણરૂપ! હે ઉત્તમ ચેષ્ટાના ધારક! આપનું શરીર કુશળ છે? આપનો દેહ તો સર્વ વ્રતતપ સાધવાનું મૂળ કારણ છે. હે ગુણસાગર! જેમને ઉપરાઉપરી તપની વૃદ્ધિ થઈ રહી છે, હે ક્ષમાવાન! શાંતભાવના ધારક! મનઇન્દ્રિયના વિજેતા! આપનો વિહાર જીવોના કલ્યાણના નિમિત્તે જ છે, આપના જેવા પુરુષ તો સર્વ જીવોના કુશળતું કારણ છે તેથી આપની કુશળતા શું પૂછવી? પરંતુ પૂછવાનો શિષ્ટાચાર છે એટલે પૂછી છે. આમ કહીને વિનયથી નમ્રીભૂત થયેલ શરીરવાળી ચૂપ થઈ ગઈ અને મુનિના દર્શનથી તેમનો સર્વ ભય ચાલ્યો ગયો.
પછી મુનિ અમૃતતુલ્ય પરમ શાંતિનાં વચન કહેવા લાગ્યા, કે કલ્યાણરૂપિણી ! હે પુત્રી ! અમારાં કર્માનુસાર અમે કુશળ છીએ. આ બધા જ જીવો પોતપોતાના કર્મોનું ફળ ભોગવે છે. જુઓ કર્મની વિચિત્રતા, આ રાજા મહેન્દ્રની પુત્રીને વિના અપરાધે કુટુંબના લોકોએ કાઢી મૂકી છે. મુનિ મહાજ્ઞાની છે, કહ્યા વિના જ બધી વાતો જાણનારા છે. તેમને નમસ્કાર કરીને વસંતમાલા પૂછવા લાગી–હે નાથ ! કયા કારણથી આના પતિ એનાથી ઘણા દિવસ સુધી ઉદાસ રહ્યા? એ કયા કારણે અનુરાગી થયા તથા મહાસુખયોગ્ય આ અંજના વનમાં કયા કારણથી આટલું દુઃખ પામી ? એના ગર્ભમાં ક્યો મંદભાગી જીવ આવ્યો છે કે જેનાથી આને જીવવાની પણ શંકા પડી? ત્યારે ત્રણ જ્ઞાનના ધારક અમિતગતિ સ્વામી સર્વ વૃત્તાંત યથાર્થપણે કહેવા લાગ્યા. મહાપુરુષોની એ જ વૃત્તિ હોય છે કે જે બીજાઓને ઉપકાર કરે છે. મુનિ વસંતમાલાને કહે છે: હે પુત્રી ! આના ગર્ભમાં ઉત્તમ બાળક આવ્યો છે. પ્રથમ તો તેના ભવ સાંભળ. પછી તેણે પૂર્વ ભવમાં જે પાપનું આચરણ કર્યું હતું અને જેના કારણે આ અંજના આવું દુ:ખ પામી તે સાંભળ.
હનુમાન અને અંજનાના પૂર્વભવ જંબૂઢીપમાં ભરત નામનું ક્ષેત્ર છે. ત્યાં મંદર નામનું નગર છે, ત્યાં પ્રિયનંદી નામનો ગૃહસ્થ જાયા નામની સ્ત્રી અને દમયંત નામના પુત્ર સાથે રહેતો હતો. તે સૌભાગ્યશાળી કલ્યાણરૂપ જે દયા, ક્ષમા, શીલ, સંતોષાદિ ગુણોનો ધારક હતો. એક દિવસ વસંતઋતુમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com