________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ પંદરમું પર્વ
પદ્મપુરાણ નથી. જે નિગ્રંથનું વ્રત લે છે તે અગ્નિની જ્વાળા પીએ છે અને પવનને વસ્ત્રમાં બાંધે છે તથા પહાડ હાથથી ઊંચકે છે. હું મહાશૂરવીર છું, પણ તપવ્રત ધારણ કરવાને સમર્થ નથી. જે મુનિઓનાં વ્રત પાળે છે તે નરોત્તમને ધન્ય છે. હું એક આ નિયમ લઉં કે પરસ્ત્રી ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેને બળાત્કારથી ન ઇચ્છે. આખા લોકમાં એવી કઈ રૂપવતી સ્ત્રી છે, જે મને જોઈને કામની પીડાથી વિકળ ન થાય અથવા એવી કઈ પરસ્ત્રી છે જે વિવેકી જીવોના મનને વશ કરે? પરસ્ત્રી પરપુરુષના સંયોગથી દૂષિત અંગવાળી છે. સ્વભાવથી જ દુર્ગધમય વિટાની રાશિ છે તેમાં ક્યો રાગ ઉપજે ? આમ મનમાં વિચારીને ભાવસહિત અનંત વીર્ય કેવળીને પ્રણામ કરી દેવ, મનુષ્ય, અસૂરોની સાક્ષીએ આમ કહ્યું કે હે ભગવાન! ઇચ્છારહિત પરનારીને હું સેવીશ નહિ, આ મારો નિયમ છે. કુંભકરણે અહંત, સિદ્ધ, સાધુ, કેવળીભાષિત ધર્મનું શરણ અંગીકાર કરી એવો નિયમ લીધો કે હું પ્રાતઃ કાળે ઊઠીને પ્રતિદિન જિનેન્દ્ર દેવના અભિષેક, પૂજા, સ્તુતિ કરીને મુનિને વિધિપૂર્વક આહાર આપીને આહાર કરીશ, તે પહેલાં નહિ કરું. મુનિના આહારની વેળા પહેલાં કદી પણ ભોજન નહિ કરું. બીજા પુરુષોએ પણ સાધુઓને નમસ્કાર કરી, બીજા ઘણા નિયમ લીધા. પછી દેવ, અસુર અને વિધાધર મનુષ્યો કેવળીને નમસ્કાર કરીને પોતાના ઠેકાણે ગયા. રાવણ પણ ઇન્દ્ર જેવી લીલા કરતો લંકા તરફ જવા લાગ્યો અને આકાશમાર્ગે લંકામાં દાખલ થયો. સમસ્ત નરનારીઓએ રાવણના ગુણોનું વર્ણન કર્યું. લંકા પણ વસ્ત્રાદિથી શણગારવામાં આવી હતી. રાજમહેલમાં પ્રવેશીને તે સુખપૂર્વક રહેવા લાગ્યો. રાજમહેલ સર્વ સુખોથી ભરેલ છે. પુણ્યાધિકાર જીવને જ્યારે પુણ્યનો ઉદય હોય છે ત્યારે જાતજાતની સામગ્રીઓ મળે છે. ગુરુના મુખે ધર્મનો ઉપદેશ સાંભળીને પરમપદના અધિકારી જીવો જિનશ્રુતમાં ઉધમ કરે છે, વારંવાર નિજપરનો વિવેક કરી ધર્મનું સેવન કરે છે. વિનયપૂર્વક જિનવાણી સાંભળનારનું જ્ઞાન રવિસમાન પ્રકાશ ધારણ કરે છે, મોહતિમિરનો નાશ કરે છે.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં અનંતવીર્ય કેવળીના ધર્મોપદેશનું વર્ણન કરનાર ચૌદમું પર્વ પૂર્ણ થયું.
*
*
*
પંદરમું પર્વ | (અંજનાસુંદરી અને પવનંજયકુમારના વિવાહનું વર્ણન) પછી તે જ કેવળીની પાસે હનુમાને શ્રાવકનાં વ્રત લીધાં અને વિભીષણે પણ વ્રત લીધાં, ભાવશુદ્ધ થઈને વ્રતનિયમ ધારણ કર્યા. સુમેરુ પર્વતથી પણ અધિક દઢપણે હુનુમાને લીધેલા શીલ અને સમ્યકત્વ ખૂબ પ્રશંસા પામ્યા. જ્યારે ગૌતમ સ્વામીએ હનુમાનના મહાન સૌભાગ્ય આદિનું વર્ણન કર્યું ત્યારે મગધ દેશના રાજા શ્રેણિકે આનંદિત થઈને ગૌતમ સ્વામીને પૂછ્યું:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com