________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ ચૌદમું પર્વ
પદ્મપુરાણ તેમની આજ્ઞા મસ્તકે ચડાવે છે. સ્વર્ગમાં મનવાંછિત ભોગ ભોગવીને શ્રીમંત કુળવાનને ઘેર જન્મે છે. શુભ લક્ષણ સહિત, સર્વગુણમંડિત, સર્વ કળામાં પ્રવીણ, સૌનાં નેત્ર અને મનને હરનાર, અમૃત સમાન વાણી બોલનાર, સૌને આનંદ ઉપજાવનાર થાય છે. જે દયાળુ રાત્રિભોજન ન કરે તે શ્રીકાંત, સુપ્રભા, સુભદ્રા, લક્ષ્મીતુલ્ય થાય છે માટે સ્ત્રી કે પુરુષ જેનું ચિત્ત નિયમમાં રત છે તે રાત્રિભોજનનો ત્યાગ કરે. આ રાત્રિભોજનના ત્યાગમાં અતિ અલ્પકષ્ટ છે અને એનું ફળ ઉત્કૃષ્ટ છે માટે વિવેકી આ વ્રત આદરે. પોતાનું કલ્યાણ કોણ ન ઇચ્છે? ધર્મ તો સુખની ઉત્પત્તિનું મૂળ છે અને અધર્મ દુઃખનું મૂળ છે આમ જાણીને ધર્મને ભજો, અધર્મને તજો. લોકમાં આબાળગોપાળ સૌ જાણે છે કે ધર્મથી સુખ થાય છે અને અધર્મથી દુઃખ થાય છે. ધર્મનું માહાભ્ય જુઓ. ધર્મથી દેવલોક મળે. ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્ય થાય, જળસ્થળમાં ઉત્પન્ન રત્નોના સ્વામી થાય, જગતની માયાથી ઉદાસ, પરંતુ થોડો સમય મહાવિભૂતિના સ્વામી થઈ ગૃહવાસ ભોગવે છે. ત્યાં તેમને અનેક ઉત્કૃષ્ટ અનુકૂળતાઓ મળે છે. સકળ સુખનું મૂળ ધર્મ છે એ વાત કેટલાક મૂર્ખાઓ જાણતા નથી, તેમને ધર્મનો પ્રયત્ન હોતો નથી. કેટલાક મનુષ્યો સાંભળીને જાણે છે કે ધર્મ ભલો છે, પરંતુ પાપકર્મના વિશે અકાર્યમાં પ્રવર્તે છે, ધર્મનું સેવન કરતા નથી. કેટલાકને અશુભ કર્મ ઉપશમતાં તેઓ શ્રી ગુરુની નજીક જઈ, ઉધમી થઈને ધર્મનું સ્વરૂપ પૂછે છે. તેઓ ગુરુના વચનપ્રભાવથી વસ્તુનું રહસ્ય જાણી શ્રેષ્ઠ આચરણ કરે છે. જે ધર્માત્મા પાપક્રિયાથી રહિત થઈ નિયમનું પાલન કરે છે તે ગુણવાન પુરુષ સ્વર્ગમાં અદ્ભુત સુખ પામે છે અને પરંપરાએ મોક્ષ પામે છે. જે મુનિરાજને નિરંતર આહાર આપે છે, જેને એવો નિયમ હોય કે મુનિના આહારનો સમય વીત્યા પછી ભોજન કરવું તે પહેલાં ન કરવું તેમને ધન્ય છે, તેમને જોવા દેવો પણ તલસે છે. દાનના પ્રભાવથી મનુષ્ય ઇન્દ્રનું પદ પામે અથવા મનવાંછિત સુખનો ભોક્તા ઇન્દ્ર સમાન દેવા થાય છે જેમ વડનું બીજ નાનું હોય છે તે મોટું થઈને વૃક્ષરૂપે પરિણમે છે તેમ દાન, તપ અલ્પ હોય તો પણ મોટું ફળ આપે છે. એક સહુન્નભટ નામના યોદ્ધાએ એવું વ્રત લીધું હતું કે મુનિના આહારની વેળા વીત્યા પછી હું ભોજન કરીશ. એક દિવસે તેને ત્યાં ઋદ્ધિધારી મુનિરાજ આહારાર્થે આવ્યા અને તેમને નિરંતરાય આહાર મળ્યો ત્યારે તેને ઘેર પંચાશ્ચર્ય પ્રગટ થયા. તે સહુન્નભટ ધર્મના પ્રસાદથી કુબેરકાંત શેઠ થયો. તેને જોતાં બધાને આનંદ થતો, ધર્મમાં તેની બુદ્ધિ આસક્ત હતી, પૃથ્વી પર તેનું નામ વિખ્યાત હતું, તેને અનેક સેવકો હતા, તે પૂનમના ચંદ્ર જેવો કાંતિમાન હતો, સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ હતો. તે સંસારથી વિરક્ત થઈ મુનિ થયા અને છેવટે સંસારથી પાર થયા. જે સાધુના આહારના સમય પહેલાં આહાર ન કરવાનો નિયમ લે છે તે હરિફેણ ચક્રવર્તીની જેમ મહાન ઉત્સવ પામે છે. હરિફેણ ચક્રવર્તી આ જ વ્રતના પ્રભાવથી મહાન પુણ્ય ઉપાર્જીને લક્ષ્મીના નાથ બન્યા. એ જ પ્રમાણે જે સમ્યગ્દષ્ટિ ભવ્ય જીવ મુનિની પાસે જઈ એક વાર ભોજનનો નિયમ કરે છે તે એક ભક્તિના પ્રભાવથી સ્વર્ગ વિમાનમાં ઊપજે છે. જ્યાં સદા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com