________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨ ચૌદમું પર્વ
પદ્મપુરાણ ધર્મ છે. જગતમાં શુદ્ધોપયોગ દુર્લભ છે તે જ નિર્વાણનું કારણ છે. આ પ્રમાણે બાર અનુપ્રેક્ષાનું વિવેકી જીવ સદા ચિતવન કરે. આ પ્રમાણે મુનિ અને શ્રાવકના ધર્મનું કથન કર્યું. પોતાની શક્તિ પ્રમાણે જે જીવ ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય ધર્મનું સેવન કરે તે સુરલોકાદિમાં તેવું જ ફળ મેળવે છે. કેવળી ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે કુંભકર્ણ ફરી વાર પૂછયું: હું નાથ ! હું ભેદ સહિત નિયમનું સ્વરૂપ જાણવા ઇચ્છું છું. ત્યારે ભગવાને કહ્યું કે, હું કુંભકર્ણ ! નિયમમાં અને તપમાં ભેદ નથી. નિયમ સહિત જીવને તપસ્વી કહે છે માટે બુદ્ધિમાનોએ નિયમનો સર્વથા પ્રયત્ન કરવો. જેટલા અધિક નિયમ પાળે તેટલું ભલું; અને જે બહુ ન બને તો અલ્પ નિયમ પાળવા, પણ નિયમ વિના ન રહેવું. જેમ બને તેમ સુકૃતનું ઉપાર્જન કરવું. જેમ મેઘનાં ટીપાઓથી મહાનદીનો પ્રવાહ થઈ જાય છે અને તે સમુદ્રમાં જઈને મળે છે તેમ જે પુરુષ દિવસમાં એક મુહૂર્તમાત્ર પણ આહારનો ત્યાગ કરે તો એક માસમાં એક ઉપવાસનું ફળ પામી સ્વર્ગમાં ઘણો કાળ સુખ ભોગવી મનવાંછિત ફળ પામે. જે જીવ જિનમાર્ગની શ્રદ્ધા કરતો થકો યથાશક્તિ તપનિયમ કરે તે મહાત્માને દીર્ધકાળ સુધી સ્વર્ગમાં સુખ મળે છે; અને સ્વર્ગમાંથી ચ્યવીને મનુષ્યભવમાં ઉત્તમ ભોગ પામે છે.
એક અજ્ઞાની તાપસીની પુત્રી વનમાં રહેતી. તે ખૂબ દુ:ખી હતી, બોર વગેરે ખાઈને આજીવિકા પૂર્ણ કરતી. તેણે સત્સંગથી એક મુહૂર્તમાત્ર ભોજનનો નિયમ કર્યો. તેના પ્રભાવથી એક દિવસ કોઈ રાજાએ તેને જોઈને તેની સાથે લગ્ન કર્યા. તેણે ઘણી સંપત્તિ મેળવી. તે ધર્મમાં ખૂબ સાવધાન થઈ, અનેક નિયમ આદર્યા, જે પ્રાણી સરળ ચિત્તવાળા હોય, જિનવચન અંગીકાર કરે તે સદા સુખી થાય છે પરલોકમાં પણ ઉત્તમ ગતિ પામે છે. જે જીવ પ્રતિદિન બે મુહૂર્ત ભોજનનો ત્યાગ કરે તેને એક મહિનામાં બે ઉપવાસનું ફળ મળે છે. ત્રણ, મુહૂર્તના એક દિવસ રાત થાય છે. આ પ્રમાણે જેટલા નિયમ અધિક તેટલું અધિક ફળ મળે. નિયમના પ્રસાદથી આ પ્રાણી સ્વર્ગમાં અદ્ભુત સુખ ભોગવે છે. ત્યાંથી ચ્યવીને અદ્ભુત ચેષ્ટાના ધારક મનુષ્ય થાય છે. જે પ્રાણી રાત્રિભોજનનો ત્યાગ કરે છે, જળમાત્ર પણ છોડ છે, તેના પુણ્યથી તેનો પ્રતાપ વધે છે, અને જે સમ્યગ્દષ્ટિ વ્રત ધારણ કરે તેના ફળની તો શી વાત કરવી ? માટે સદા ધર્મરૂપ રહેવું અને સદા જિનરાજની ઉપાસના કરવી. જે ધર્મપરાયણ છે તેમને જિનેન્દ્રનું આરાધન જ શ્રેષ્ઠ છે. જિનેન્દ્રના સમોસરણની ભૂમિ રત્નકાંચનથી રચાયેલી હોય છે. તેમાં જિનેન્દ્રદેવ આઠ પ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશય, માસુંદર રૂપથી નેત્રોને સુખ આપતા બિરાજે છે. જે ભવ્ય જીવ ભગવાનને ભાવથી પ્રણામ કરે છે તે વિચિક્ષણ પુરુષ થોડા જ કાળમાં સંસારસમુદ્રને તરે છે.
શ્રી વીતરાગદેવ સિવાય જીવોને કલ્યાણની પ્રાપ્તિનો બીજા કોઈ ઉપાય નથી. માટે જિનેન્દ્રદેવનું સેવન જ યોગ્ય છે, બીજા હજારો મિથ્યામાર્ગ ઉન્માર્ગ છે. પ્રમાદી જીવ તેમાં ભૂલ ખાય છે, તે કુમતિઓને સમ્યકત્વ નથી. મધમાંસાદિકના સેવનથી દયા નથી. જૈનમતમાં પરમ દયા છે, માત્ર પણ દોષની પ્રરૂપણા નથી. અજ્ઞાની જીવોની એ મોટી જડતા છે કે દિવસે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com