________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચૌદમું પર્વ
૧૫૧ સ્તુતિ કરી. ઇન્દ્રાદિક અનેક દેવ કેવળીની સમીપે બેઠા હતા, રાવણ પણ હાથ જેડી, નમસ્કાર કરી, અનેક વિદ્યાધરો સહિત યોગ્ય સ્થાનમાં બેઠો.
ચતુરનિકાયનાં દેવ તથા તિર્યંચ અને અનેક મનુષ્ય કેવળીની સમીપમાં બેઠા હતાં તે વખતે કોઈ શિષ્ય પૂછયું કે હે દેવ! હે પ્રભો! અનેક જીવો ધર્મ અને અધર્મનું સ્વરૂપ જાણવાની અને તેનું ફળ જાણવાની અભિલાષા રાખે છે તેમ જ મુક્તિનું કારણ જાણવા ઈચ્છે છે, તે આપ જ કહેવાને યોગ્ય છો તો કૃપા કરીને કહો. ત્યારે ભગવાન કેવળી અનંતવીર્ય સ્વામીએ મર્યાદારૂપ અક્ષર જેમાં વિસ્તર્ણ અર્થ અતિનિપુણતાથી સંદેહરહિત ભર્યા હતા તેવાં હિતકારી પ્રિય વચન કહ્યાં. હે ભવ્ય જીવો ! ચેતના લક્ષણવાળો આ જીવ અનાદિકાળથી નિરંતર આઠ કર્મથી બંધાયો છે, તેની શક્તિ આચ્છાદિત થઈ છે તે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. ચોર્યાસી લાખ યોનિઓમાં વિવિધ પ્રકારની ઇન્દ્રિયોથી ઉપજેલી વેદનાને ભોગવતો થકો સદાય દુઃખી થઈને રાગદ્વેષી મોહી થઈને કર્મોના તીવ્ર મંદ મધ્યમ વિપાકથી કુંભારના ચાકડાની જેમ ચારગતિનું ભ્રમણ કરે છે. ત્યાં જ્ઞાનાવરણીય કર્મથી જેનું જ્ઞાન આચ્છાદિત થયું છે તે અતિદુર્લભ મનુષ્ય-દેહ મળવા છતાં પણ આત્મહિતને જાણતો નથી, રસનાનો લોલુપી, સ્પર્શેન્દ્રિયનો વિષયી, પાંચ ઇન્દ્રિયોને વશ થઈ અતિ નિંધ પાપકર્મથી નરકમાં પડે છે, જેમ પથ્થર પાણીમાં ડૂબે તેમ. તે મહાદુઃખોનો સાગર છે. જે પાપી, કૂરકર્મી, ધનનો લોભી, માતાપિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, મિત્ર ઇત્યાદિને હણે છે, જગતમાં નિંધ ચિત્તવાળા તે નરકમાં પડે છે. જે ગર્ભપાત કરે, બાળકની હત્યા કરે, વૃદ્ધની હુંત્યા કરે, અબળાની હત્યા કરે, મનુષ્યોને પકડે છે, રોકે છે, બાંધે છે, મારે છે, પક્ષી અને પશુને મારે છે, જે કુબુદ્ધિ સ્થળચર, જળચર જીવોની હિંસા કરે છે. જેનાં પરિણામ ધર્મરહિત છે, તે મહાવદનારૂપ નરકમાં પડે છે. જે પાપી મધ મેળવવા મધપૂડા તોડ છે, માંસાહારી, મધપાન કરનાર, જૂઠાબોલા, મધ ખાનાર, વન બાળનાર, ગામ બાળનાર, જેલ બનાવનાર, ગાયોને ઘેરનાર, પશુઘાતી, માહિંસક પાપી નરકમાં પડે છે. જે પરદોષનાં કહેનાર, અભક્ષ્ય ભક્ષનાર, પરધન હરનાર, પરસ્ત્રી સાથે રમનાર, વેશ્યાઓના મિત્ર છે તે નરકમાં પડે છે, જ્યાં કોઈ શરણ નથી, માંસના ભક્ષકને ત્યાં તેનું જ શરીર કાપી કાપીને તેના મુખમાં આપવામાં આવે છે, ગરમ લોહીના ગોળા તેના મુખમાં મૂકવામાં આવે છે. મદ્યપાન કરનારાઓના મુખમાં સીસું ઓગાળીને રેડવામાં આવે છે. પરસ્ત્રીનાં લપટી જીવોને ગરમ લોઢાની પૂતળીઓ સાથે આલિંગન કરાવવામાં આવે છે. જે મહાપરિગ્રહના ધારક છે, મહાઆરંભી અને કુર ચિત્તવાળા છે, પચંડ કર્મ કરનાર છે તે સાગરો સુધી નરકમાં રહે છે. સાધુઓના દ્વષી, પાપી, મિથ્યાષ્ટિ, કુટિલબુદ્ધિ, રૌદ્રધ્યાની મરીને નરકમાં જાય છે. ત્યાં વિક્રિયામય કુવાડા, ખડ્ઝ, ચક્ર, કરવત વગેરે શસ્ત્રોથી શરીરના ખંડ ખંડ કરવામાં આવે છે, પાછું શરીર ભેગું થઈ જાય છે, આયુષ્ય પર્યત દુઃખ ભોગવે છે. તીક્ષ્ણ ચાંચવાળાં માયામયી પક્ષી શરીર ચીરી નાખે છે અને માયામયી સિંહ, વાઘ, કૂતરા, સર્પ, અષ્ટાપદ, શિયાળ, વીંછી અને બીજાં પ્રાણીઓ જુદા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com