________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ તેરમું પર્વ
૧૪૭ તમારી શૂરવીરતાનું આભૂષણ એવો આ ઉત્તમ વિનય આખી પૃથ્વીમાં પ્રશંસા પામ્યો છે. તમને જોવાથી અમારાં નેત્રો સફળ થયાં. ધન્ય છે તમારાં માતાપિતા. જેમણે તમને જન્મ આપ્યો. કુન્દપુષ્પ સમાન ઉજ્જવળ તમારી કીર્તિ છે, તમે સમર્થ અને ક્ષમાવાન, દાતા અને ગર્વરહિત, જ્ઞાની અને ગુણપ્રિય તમે જિનશાસનના અધિકારી છો. તમે અમને એમ કહ્યું કે “આ આપનું ઘર છે અને જેવો ઇન્દ્ર આપનો પુત્ર તેવો હું', તો આ વાત માટે તમે લાયક છો, તમારા મુખમાંથી આવાં જ વચનો નીકળે, તમે મહાબાહૂ છો, દિગ્ગજોની સૂંઢ સમાન તમારા બાહૂ છે, તમારા જેવા પુરુષો આ સંસારમાં વિરલા છે, પરંતુ જન્મભૂમિ માતા સમાન હોય છે, તેને છોડી શકાતી નથી, જન્મભૂમિનો વિયોગ ચિત્તને આકુળ કરે છે, તમે સર્વ પૃથ્વીના ધણી છો તો પણ તમને લંકા પ્રિય છે. અમારા બંધુજનો અને સર્વ પ્રજા અમને જોવાને અભિલાષી અમારા આવવાની વાટ જએ છે તેથી અમે રથનપર જ જશું અને ચિત્ત સદા તમારી પાસે રહેશે. હું દેવોને પ્રિય ! તમે ઘણો કાળ પૃથ્વીની રક્ષા કરો. રાવણે તે જ સમયે ઇન્દ્રને બોલાવ્યો અને સહસ્ત્રારની સાથે મોકલ્યો. રાવણ પોતે સહસ્ત્રારને પહોંચાડવા થોડે દૂર સુધી ગયો. બહુ જ વિનયપૂર્વક વિદાય આપી. સહુન્નાર ઇન્દ્રને લઈ લોકપાલ સહિત વિજ્યાર્ધગિરિ પર આવ્યા. આખું રાજ્ય એમનું એમ જ હતું. લોકપાલો આવીને પોતપોતાના સ્થાન પર રહ્યા. પરંતુ માનભંગથી આકુળતા પામ્યા. જેમ જેમ વિજ્યાદ્ધનાં લોકો ઇન્દ્રને, લોકપાલોને અને દેવોને જોતાં તેમ તેમ એ શરમથી નીચે ઝૂકી જતાં અને ઇન્દ્રને હવે નહોતી રથનૂપુરમાં પ્રીતિ, નહોતી રાણીઓ પ્રત્યે પ્રીતિ, નહોતી ઉપવનાદિમાં પ્રીતિ, ન લોકપાલમાં પ્રીતિ હતી. કમળોના મકરંદથી જેનું જળ પીળું થઈ રહ્યું છે એવા મનોહર સરોવરોમાંય પ્રીતિ નહોતી, કે કોઈ ક્રીડામાં પ્રીતિ નહોતી, ત્યાં સુધી કે પોતાના શરીર પ્રત્યે પણ પ્રીતિ નહોતી. તેનું ચિત્ત લજ્જાથી પૂર્ણ હતું. તેને ઉદાસ જોઈ બધા તેને અનેક પ્રકારે પ્રસન્ન કરવા ચાહતા અને કથાના પ્રસંગો કહી એ વાત ભૂલાવવા પ્રયત્ન કરતા, પણ એ ભૂલતા નહિ. તેણે સર્વ લીલાવિલાસ છોડી દીધા, પોતાના રાજમહેલની વચ્ચે ગંધમાદન પર્વતના શિખર સમાન ઊંચા જિનમંદિરના એક સ્તંભ ઉપર તે રહેતો, તેનું શરીર કાંતિરહિત થઈ ગયું હતું, પંડિતોથી મંડિત એ વિચારે છે કે ધિક્કાર છે આ વિદ્યાધરપદના ઐશ્વર્યને કે જે એક ક્ષણમાત્રમાં વિલય પામ્યું. જેમ શરદ ઋતુનાં વાદળાં અત્યંત ઊંચા હોય, પરંતુ ક્ષણમાત્રમાં તે વિલય પામે છે તેમ તે શત્ર, તે હાથી, તે તુરંગ, તે યોદ્ધા બધું તૃણ સમાન થઈ ગયું; જેમણે અનેક વાર અભુત કાર્ય કર્યા હતા; અથવા કર્મોની આ વિચિત્રતા છે, ક્યો પુરુષ તેને અન્યથા કરી શકે ? માટે જગમાં કર્મ પ્રબળ છે. મેં પૂર્વે નાનાવિધ ભોગસામગ્રી આપનાર કર્મ ઉપાર્યા હતાં તે પોતાનું ફળ આપીને ખરી ગયાં તેથી મારી આ દશા વર્તે છે. રણસંગ્રામમાં શૂરવીર સામંતોનું મરણ થાય તે સારું, તેનાથી પૃથ્વી પર અપયશ થતો નથી. હું જન્મથી માંડીને શત્રુઓનાં શિર પર ચરણ રાખીને જીવ્યો છું એવો હું ઇન્દ્ર શત્રુનો અનુચર થઈને કેવી રીતે રાજ્યલક્ષ્મી ભોગવું? માટે હવે સંસારનાં ઇન્દ્રિયજનિત સુખોની અભિલાષા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com