SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ બારમું પર્વ પદ્મપુરાણ પુત્ર ઇન્દ્રજિતે પોતાની સેનાને ધીરજ આપી અને પોતે જયંતની સામે આવ્યો. ઇન્દ્રજિતે જયંતનું બખર તોડી નાખ્યું, પોતાનાં બાણથી જયંતને ઘાયલ કર્યો. જયંતનું બખર તૂટી ગયું હતું, શરીર લોહીથી લાલ થઈ ગયું હતું, એ જોઈને ઇન્દ્ર પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. તે પોતાના આયુધથી આકાશને ઢાંકતો, પોતાના પુત્રને મદદ કરવા ઇન્દ્રજિત પર આવ્યો ત્યારે રાવણને સુમતિ નામના સારથિએ કહ્યું કે હે દેવ ! ઐરાવત હાથી ઉપર બેસી, લોકપાલોથી મંડિત, હાથમાં ચક્ર ધારણ કરી, મુગટનાં રત્નોની પ્રભાથી ઉદ્યોત કરતો, ઉજ્જવળ છત્રથી સૂર્યને આચ્છાદિત કરતો, ક્ષોભ પામેલા સમુદ્ર સમાન સેના સહિત આ ઇન્દ્ર આવ્યો છે. ઇન્દ્રજિતકુમાર તેને જીતવાને સમર્થ નથી માટે આપ તૈયાર થઈને અહંકારી શત્રુનું નિવારણ કરો. રાવણે ઇન્દ્રને સામે આવેલો જોઈને અને પહેલાં માલીના મરણને યાદ કરીને અને હમણાં જ શ્રીમાલીના વધથી અત્યંત ક્રોધપૂર્વક શત્રુથી પોતાના પુત્રને ઘેરાયેલો જોઈ પોતે દોડયો, પવન સમાન વેગવાળા રથમાં બેઠો. બન્ને સેનાના સૈનિકો વચ્ચે વિષમ યુદ્ધ થયું, સુભટોના રોમાંચ ખડા થલ ગયા. પરસ્પર શસ્ત્રોના પ્રહારથી અંધકાર થઈ ગયો, રુધિરની નદી વહેવા લાગી, પરસ્પર યોદ્ધાઓ ઓળખાતાય નહિ, કેવળ ઊંચા અવાજથી ઓળખાણ પડતી. ગદા, શક્તિ, બરછી, ત્રિશૂળ, પાશ, કુહાડા, મુદ્ગર, વજ, પાષાણ, હળ, દંડ, વાંસનાં બાણ અને એવાં જ જાતજાતનાં શસ્ત્રોથી પરસ્પર યુદ્ધ થયું, શસ્ત્રોના અતિ વિકરાળ યુદ્ધથી અગ્નિ પ્રજવલિત થયો, રણમાં નાના પ્રકારના શબ્દો થઈ રહ્યા છે. હાથીથી હાથીમરાયા. ઘોડાથી ઘોડા મરાયા, રથોથી રથો તૂટયા, પગપાળા સૈનિકોએ પગપાળા સૈનિકોને હણ્યા, હાથીની સૂઢોમાંથી ઉછાળેલ જળથી શસ્ત્રપાતથી પ્રગટેલ અગ્નિ શાંત થઈ ગયો. પરસ્પર ગયુદ્ધથી હાથીના દાંત તૂટી ગયા, ગજમોતી વિખરાઈ ગયાં. યોદ્ધાઓ પરસ્પર રાડો પાડતાં બોલવા લાગ્યાંહું શૂરવીર! શસ્ત્ર ચલાવ, કાયર કેમ થઈ ગયો? ભડ, મારી તલવારનો પ્રહાર સાંભળ, મારી સાથે લડ, આ મર્યો, તું હવે ક્યાં જાય છે? તો વળી કોઈ બોલતું: તું આવી યુદ્ધ કળા ક્યાં શીખ્યો? તલવાર પકડતા પણ આવડતું નથી” તો કોઈ કહેતું. તું આ મેદાનમાંથી ભાગી જા, તારી રક્ષા કર, તું શું યુદ્ધકળા જાણે? તારું શસ્ત્ર મને લાગ્યું તો મારી ખંજવાળ પણ ન મટી, તેં અત્યાર સુધી તારા સ્વામીનું અન્ન મફતનું ખાધું, હજી તે ક્યાંય યુદ્ધ જોયું લાગતું નથી.' તો કોઈ કહે છે કે તું કેમ ધ્રુજે છે, સ્થિર થા, મુઠ્ઠી મજબૂત કર, તારા હાથમાંથી ખગ પડી જશે. ઇત્યાદિ યોદ્ધાઓમાં અવાજો થતા હતા. યોદ્ધાઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેમને મરવાનો ભય નહોતો, પોતપોતાના સ્વામી આગળ સુભટો સારુ દેખાડવા પ્રયત્ન કરતા, કોઈનો એક હાથ શત્રુની ગદાના પ્રહારથી તૂટી ગયો હતો તો પણ એક હાથથી તે લડયા કરતો. કોઈનું મસ્તક કપાઈ ગયું તો પણ ધડ જ લડ છે, શત્રુના બાણથી છાતી ભૂદાઈ ગઈ હોય તો પણ મન હટતું નથી, સામતોના શિર પડયાં, તો પણ તેમણે માન ન છોડયું, શૂરવીરોને યુદ્ધમાં મરણ પ્રિય લાગે છે, હારીને જીવતા રહેવું પ્રિય લાગતું નથી, સુભટોએ યશની રક્ષા અર્થે પ્રાણ ત્યાગ્યા, પણ કાયર થઈને અપયશ ન લીધો. કોઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy