________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ બારમું પર્વ
પદ્મપુરાણ પુત્રે યોગ્ય આચારપરાયણ બની કહ્યું ” હે ભદ્ર! શું કહ્યું? પાપના બંધનું કારણ એવું આ કામ કેવી રીતે કરાય? હું પરસ્ત્રીઓને અંગદાન દેવામાં દરિદ્ર છું. આવા કામને ધિક્કાર હો ! તેં અભિમાન છોડીને આ વાત કહી છે, પરંતુ જિનશાસનની એવી આશા છે કે વિધવા, સધવા, કુંવારી સ્ત્રી અને વેશ્યા એ બધી જ પરસ્ત્રી સદાય સર્વથા ત્યજવી. પરનારી રૂપાળી હોય તેથી શું થયું? આલોક અને પરલોકનું વિરોધી એવું આ કાર્ય વિવેકી કરે નહિ. જે બન્ને લોકને ભ્રષ્ટ કરે તે મનુષ્ય શાનો? હે ભદ્ર! પરપુરુષથી જેનું અંગમર્દન થયું હોય એવી પરસ્ત્રી એંઠા ભોજન સમાન છે, તેને ક્યો મનુષ્ય અંગીકાર કરે? આ વાત સાંભળીને મહામંત્રી વિભીષણ, જે સકળ નીતિને જાણે છે અને રાજવિધામાં જેની બુદ્ધિ શ્રેષ્ઠ છે, તેણે રાવણને એકાંતમાં જઈને કહ્યું કે હે દેવ ! રાજાઓનાં અનેક ચરિત્ર હોય છે. કોઈ વખતે તે પ્રયોજનવશાત્ કિંચિત જૂઠું પણ કહે છે. માટે આપ આને અત્યંત રુક્ષ વાત ન કરો. તે ઉપરંભા વશ થશે તો કોટ જીતવાનો કાંઈક ઉપાય પણ બતાવશે. વિભીષણનાં આવાં વચન સાંભળીને રાજવિધામાં નિપુણ, માયાચારી રાવણ વિચિત્રમાલા સખીને કહેવા લાગ્યો કે હું ભદ્ર! તે મારામાં મન રાખે છે અને મારા વિના અત્યંત દુઃખી છે તેથી તેના પ્રાણની રક્ષા માટે કરવી યોગ્ય છે તેના પ્રાણ ન છૂટે એ રીતે એને પહેલાં અહીં લઈ આવ. જીવોના પ્રાણની રક્ષા એ જ ધર્મ છે. એમ કહીને સખીને વિદાય આપી. તે જઈને ઉપરંભાને તત્કાળ લઈ આવી. રાવણે તેનું ખૂબ સન્માન કર્યું. એટલે તેણે મદનસેવનની પ્રાર્થના કરી. રાવણે કહ્યું કે હે દેવી! દુર્લંધનગરમાં મારી રમવાની ઈચ્છા છે, અહીં ઉદ્યાનમાં શું સુખ મળે? એવું કરો કે નગરમાં જઈને તમારી સાથે રમું. તે કામાતુર સ્ત્રી રાવણની કુટિલતા સમજી શકી નહિ. સ્ત્રીઓનો સ્વભાવ મૂઢ હોય છે. તેણે નગરના માયામયી કોટને તોડવાના ઉપાયરૂપ આસાલકા નામની વિદ્યા તેને આપી અને ઘણા આદરથી જાતજાતના દિવ્ય શસ્ત્રો આપ્યાં વિદ્યાની પ્રાપ્તિથી દેવો વડે જેની રક્ષા થતી હતી તે માયામયી કોટ તત્કાળ અદશ્ય થયો અને જે સદાનો કોટ હતો તે જ રહી ગયો એટલે રાવણ મોટી સેના લઈને નગરની પાસે આવ્યો. નગરમાં કોલાહલના શબ્દ સાંભળીને રાજા નલકુંવર ક્ષોભ પામ્યો. માયામયી કોટ ન દેખાતાં તેના મનમાં વિષાદ ભરાઈ ગયો. તેને લાગ્યું કે હવે રાવણ નગર જીતી લેશે. તો પણ પુરુષાર્થ ધારણ કરીને તે લડવા માટે બહાર નીકળ્યો, અનેક સામંતો સાથે પરસ્પર શસ્ત્રોથી ઘોર યુદ્ધ થયું. ત્યાં સૂર્યનાં કિરણો પણ દેખાતાં નહિ, કૂર અવાજો જ્યાં આવતા હતા. વિભીષણે શીધ્ર લાત મારીને નલકુંવરનો રથ તોડી નાખ્યો અને નલકુંવરને પકડી લીધો. જેમ રાવણે સહસ્ત્રકિરણને પકડ્યો હતો તેમ વિભીષણે નલકુંવરને પકડયો. રાવણની આયુધશાળામાં સુદર્શનચક્ર રત્ન ઉત્પન્ન થયું. રાવણે એકાંતમાં ઉપરંભાને કહ્યું કે તમે મને વિદ્યા આપી માટે તમે મારા ગુરુ છો અને તમારા માટે એ યોગ્ય નથી કે પોતાના પતિને છોડીને બીજા પુરુષનું સેવન કરો. મારે પણ અન્યાય માર્ગનું સેવન કરવું યોગ્ય નથી. આ પ્રમાણે તેને આશ્વાસન આપી તેના માટે નલકુંવરને મુક્તિ આપી. નલકુંવરનું બખર શસ્ત્રોથી તૂટયું હતું,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com