________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
અગિયા૨મું પર્વ
પદ્મપુરાણ ગયા. પછી સભા વચ્ચે નારદ અને પર્વત બન્ને વચ્ચે ઘણો વિવાદ થયો. નારદ કહેતો કે અજ શબ્દનો અર્થ અંકુશક્તિતિ શાલિ (ડાંગર) છે અને પર્વત કહેતો કે બકરું છે. પછી રાજા વસુને પૂછવામાં આવ્યું કે સત્યવાદીઓમાં પ્રસિદ્ધ છો માટે આપણા અધ્યાપક ક્ષીરકદંબે કહ્યું હોય તે કહો. કુતિમાં જવાની યોગ્યતાવાળા રાજાએ તે વખતે કહ્યું કે જે પર્વત કહે છે તે જ ક્ષીરકદંબ કહેતા હતાં. આમ કહ્યું ત્યાં જ સિંહાસનના સ્ફટિકના પાયા તૂટી ગયા, સિંહાસન જમીન ઉપર પડી ગયું. આથી નારદે કહ્યું કે હું વસુ! અસત્યના પ્રભાવથી તારું સિંહાસન ડગી ગયું છે, હજી પણ તારે સાચું કહેવું યોગ્ય છે. તે વખતે મોહના મદથી ઉન્મત્ત થયેલો તે કહેવા લાગ્યો કે જે પર્વત કહે છે તે સત્ય છે ત્યારે મહાપાપના ભારથી, હિંસામાર્ગના પ્રવર્તનથી તે તત્કાળ સિંહાસન સહિત ધરતીમાં દટાઈ ગયો. રાજા મરીને સાતમા નરકે ગયો કે જ્યાં મહાભયાનક વેદના છે. રાજા વસુ મૃત્યુ પામેલો જોઈને સભાજનો વસુને અને પર્વતને ધિક્કારવા લાગ્યા. મહાન શોરબકોર થઈ ગયો. દયાધર્મના ઉપદેશથી નારદની ખૂબ પ્રશંસા થઈ. બધા કહેવા લાગ્યા કે ‘જ્યાં ધર્મ ત્યાં જય '. પાપી પર્વત હિંસાના ઉપદેશથી ધિક્કારદંડ પામ્યો. પાપી પર્વત દેશાંતરોમાં ભ્રમણ કરતો હિંસામય શાસ્ત્રની પ્રવૃત્તિ કરવા લાગ્યો. પોતે વાંચતો અને બીજાઓને શીખવતો. જેમ દીવા ઉપર પતંગિયાં આવીને ઝંપલાવે તેમ કેટલાક બહિર્મુખ જીવો કુમાર્ગમાં પડયા. અભક્ષ્યનું ભક્ષણ અને ન કરવા યોગ્ય કામ કરવું એવો લોકોને ઉપદેશ આપ્યો. કહેવા લાગ્યો કે પશુઓ (બકરા ) યજ્ઞને માટે જ બનાવ્યા છે, યજ્ઞ સ્વર્ગનું કારણ છે તેથી જે યજ્ઞમાં હિંસા થાય તે હિંસા નથી અને સૌત્રામણિ નામના યજ્ઞમાં વિધાનથી સુરાપાન પણ દૂષણ નથી અને ગોયજ્ઞ નામના યજ્ઞમાં પરસ્ત્રીસેવન પણ કરે છે. આવો હિંસાદિ માર્ગનો ઉપદેશ પર્વતે લોકોને આપ્યો. આસુરી માયાથી જીવોને સ્વર્ગે જતા દેખાડયા. કેટલાક ક્રૂર જીવો કુકર્મમાં પ્રવર્તન કરીને કુગતિનાં અધિકારી થયા. હૈ શ્રેણિક! આ તને હિંસાયજ્ઞની ઉત્પત્તિનું કારણ કહ્યું. હવે રાવણનું વૃત્તાંત સાંભળ.
રાવણ રાજપુર ગયો. ત્યાં રાજા મરુત હિંસાકર્મમાં પ્રવીણ યજ્ઞશાળામાં બેઠો હતો. સંવર્ત નામનો બ્રાહ્મણ યજ્ઞ કરાવતો હતો, ત્યાં પુત્ર, સ્ત્રી સહિત અનેક બ્રાહ્મણો ધનને અર્થે આવ્યા હતા. અનેક પશુઓ હોમ નિમિત્તે લાવવામાં આવ્યાં હતાં. તે વખતે આઠમા નારદનું પદ ધારણ કરનાર મહાપુરુષ આકાશમાર્ગેથી ત્યાં આવી પહોંચ્યા. ત્યાં ઘણા લોકોનો સમૂહ જોઈને, આશ્ચર્ય પામી મનમાં વિચારવા લાગ્યા કે આ નગર કોનું છે? અને દૂર સેના કોની પડી છે? નગરની સમીપે આટલા બધા માણસો શા માટે એકઠા થયા છે? આમ મનમાં વિચારીને તે આકાશમાંથી ભૂમિ ઉપર ઊતર્યા.
(નારદની ઉત્પત્તિનું વર્ણન )
આ વાત સાંભળી રાજા શ્રેણિક ગૌતમ સ્વામીને પૂછવા લાગ્યા કે હે ભગવાન! આ નારદ કોણ છે? એમનામાં કયા કયા ગુણો છે અને એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? ત્યારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com