________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ નવમું પર્વ
૧૧૩ શીતલ, શ્રેયાંસ અને વાસુપૂજ્યને વારંવાર નમસ્કાર હો. જેમણે આત્મપ્રકાશ પ્રાપ્ત કર્યો છે એવા વિમળ, અનંત, ધર્મ, શાંતિને નમસ્કાર હો, નિરંતર સુખોનું મૂળ અને સર્વને શાંતિ કરનાર કુંથુ જિનેન્દ્રને, અરનાથને, મલ્લિનાથને, મુનિ સુવ્રતનાથને નમસ્કાર હો. જે મહાવ્રતોના આપનાર અને જે હવે થવાના છે તે નિમિ, નેમ, પાર્થ અને વર્ધમાન જિનેન્દ્રને નમસ્કાર હો. જે પદ્મનાભાદિક અનાગત થશે તેમને નમસ્કાર અને જે નિર્વાણાદિક અતીત જિન થયા તેમને નમસ્કાર હો, સદા સર્વદા સાધુઓને નમસ્કાર હો, સર્વ સિદ્ધોને નિરંતર નમસ્કાર હો. કેવા છે સિદ્ધ ? કેવળજ્ઞાનરૂપ, કેવળદર્શનરૂપ, ક્ષાયિક સમ્યકત્વરૂપ ઇત્યાદિ અનંત ગુણરૂપ છે. લંકાના સ્વામીએ આ પવિત્ર સ્તુતિ કરી.
રાવણ દ્વારા જિનેન્દ્રદેવની મહાસ્તુતિ કરવામાં આવી તેથી ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. તેમણે અવધિજ્ઞાનથી રાવણનું વૃત્તાંત જાણ્યું અને હર્ષથી તેમનાં નેત્ર ખીલી ઊઠયાં. સુંદર મુખ, દેદીપ્યમાન મણિઓથી તેમણે અંધકારને દૂર કર્યો અને તે નાગપતિ પાતાલમાંથી શીઘ્ર કૈલાસ પર્વત પર આવ્યા. જિનેન્દ્રને નમસ્કાર કરી, વિધિપૂર્વક, સમસ્ત મનોજ્ઞ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરી રાવણને કહેવા લાગ્યાઃ “હે ભવ્ય ! તેં ભગવાનની ખૂબ સ્તુતિ કરી અને જિનભક્તિનાં સુંદર ગીત ગાયાં તેથી અમને ઘણો આનંદ થયો છે. હે રાક્ષસેશ્વર! ધન્ય છે તું, જેણે જિનરાજની સ્તુતિ કરી તારા ભાવથી અત્યારે અમારું આગમન થયું છે. હું તારા પર સંતુષ્ટ થયો છું. તું વર માગ. જે મનવાંછિત વસ્તુ તું માગીશ તે હું આપીશ. જે વસ્તુ મનુષ્યોને દુર્લભ છે તે હું તને આપીશ.” ત્યારે રાવણે કહ્યું કે હે નાગરાજ! જિનવંદના જેવી બીજી કોઈ શુભ વસ્તુ છે, જે હું આપની પાસે માગું. આપ સર્વ વાતમાં સમર્થ મનવાંછિત આપવા લાયક છો. ત્યારે નાગપતિ બોલ્યા. હું રાવણ ! જિનેન્દ્રની વંદના સમાન બીજું કલ્યાણ નથી. આરાધવામાં આવેલી આ જિનભક્તિ મુક્તિનાં સુખ આપે છે. માટે આના જેવો બીજો કોઈ પદાર્થ થયો નથી અને થશે પણ નહિ. ત્યારે રાવણે કહ્યું કે હે મહામતે! જો એનાથી અધિક બીજી વસ્તુ ન હોય તો હું શું માગું? નાગપતિએ જવાબ આપ્યો કે તે જે કહ્યું તે બધું સત્ય છે, જિનભક્તિથી બધું જ સિદ્ધ થાય છે, એને કાંઈ દુર્લભ નથી, તારા જેવાં, મારા જેવાં અને ઇન્દ્ર જેવાં અનેક પદ જિનભક્તિથી જ મળે છે અને આ સંસારનાં સુખ તો અલ્પ છે, વિનાશી છે એની શી વાત? મોક્ષના જે અવિનાશી અને અતીન્દ્રિય સુખ છે તે પણ જિનભક્તિથી પ્રાપ્ત થાય છે. હે રાવણ ! તું જોકે અત્યંત ત્યાગી છો, વિનયવાન, બળવાન, ઐશ્વર્યવાન અને ગુણથી શોભિત છો, તો પણ મારું દર્શન તને વૃથા ન થાય. હું તને વિનંતી કરું છું કે તું કાંઈક માગ. તું યાચક નથી એ હું જાણું છું, પરંતુ હું અમોઘ વિજય નામની શક્તિવિધા તને આપે છે તે હું લંકેશ ! તું કે, અમારો સ્નેહ તોડ નહિ. હું કોઈની દશા સદા એકસરખી રહેતી નથી. સંપત્તિ પછી વિપત્તિ અને વિપત્તિ પછી સંપત્તિ થાય છે. તારું મનુષ્યનું શરીર છે અને કદાચ તારા ઉપર વિપત્તિ આવી પડે તો આ શક્તિ તારા શત્રુનો નાશ અને તારું રક્ષણ કરશે. મનુષ્યોની શી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com