________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧. જુગાર- હાર-જીત ઉ૫૨ દૃષ્ટિ રાખીને રૂપિયા, પૈસા કે કોઈ પણ પ્રકારના ‘ધન’ થી કોઈ પણ ખેલ ખેલવો અથવા શરત લગાવીને કોઈ કામ કરવું અથવા દાવ લગાવીને અધિક લાભની આશા અથવા હાનિનો ભય હોવો તે દ્રવ્ય જુગાર છે.
શુભ ( પુણ્યના ઉદય ) માં જીત (હર્ષ) અને અશુભ (પાપના ઉદય )માં હાર (વિષાદ) માનવી તે ભાવ જીગાર છે. આ ભાવનો ત્યાગ તે જ સાચી રીતે જુગારનો ત્યાગ છે.
૨. માંસ ખાવું- મારીને અથવા મરેલા ત્રસ જીવોનું શરી૨ ખાવામાં આસક્ત રહેવું અને શરીરના પોષણના હેતુથી આસક્તિ પૂર્વક અભક્ષ્ય ભક્ષણ કરવું તે દ્રવ્ય માંસ-ભક્ષણરૂપ વ્યસન છે. શરીરમાં મગ્ન રહેવું અર્થાત્ શરીર દુર્બળ થતાં દુ:ખી થવું, વિષાદ કરવો અને શરીર પુષ્ટ થતાં હર્ષ માનવો અને નિરંતર શરીરને પુષ્ટ કરવામાં જ લાગ્યા રહેવું તેમ જ ચિંતા કરવી તે જ ભાવ માંસ ભક્ષણ રૂપ વ્યસન છે.
૩. દિરાપાન- શરાબ, ભાંગ, ચરસ, ગાંજો વગેરે નશાકારક વસ્તુઓનું સેવન કરવું તે દ્રવ્ય મદિરાપાન છે; અને મોહમાં પડીને સ્વરૂપથી અજ્ઞાત રહેવું, તે ભાવ મદિરાપાન છે.
૪. વેશ્યાગમન કરવું- વેશ્યાની સાથે રમવું, તેના ઘેર આવવું-જવું, તે દ્રવ્યરૂપ વેશ્યાગમન છે અને ખોટી બુદ્ધિમાં રમવાનો ભાવ, તે ભાવ વેશ્યાગમન છે. અર્થાત્ પોતાનો આત્મસ્વભાવ છોડીને વિષય-કષાયમાં બુદ્ધિને લીન કરવી તે જ ભાવ વેશ્યા૨મણ છે. વેશ્યા ધન, સ્વાસ્થ્ય અને આબરૂનો નાશ કરીને છોડી દે છે પણ મિથ્યામતિ ( કુબુદ્ધિ ) તો આત્માની પ્રતિષ્ઠા હરી લઈને અનંતકાળ માટે આત્માને નિગોદનાં દુ:ખોમાં ધકેલી દે છે.
૫. શિકાર ખેલવો- જંગલનાં રીંછ, વાઘ, હરણ, સુવર વગેરે સ્વચ્છંદે ફરનારા જાનવરોને તથા નાનાં નાનાં પક્ષીઓને નિર્દયપણે બંદૂક વગેરે કોઈ પણ હથિયારથી મારવા અથવા મારીને આનંદિત થવું, તે દ્રવ્યરૂપે શિકાર ખેલવો છે; અને તીવ્ર રાગવશ એવાં કામ કરીને ચૈતન્ય પ્રાણોનો ઘાત કરવો તે ભાવરૂપે શિકાર ખેલવો છે. અથવા જીવોને સતાવીને આનંદિત થવું એ ભાવ શિકાર છે.
૩૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com