________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ– કહાનજૈનશાસ્ત્રમાળા
ચરણાનુયોગ અનુસાર વ્રત-પ્રતિમા વગેરે અંગીકાર કરે, ત્યાર પછી તે દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાની થઈને સમ્યગ્દર્શન પ્રગટ કરે એવી જૈનધર્મની પરિપાટી હોવાનું કેટલાક જીવો માને છે, તે બરાબર છે?
૭૨
ઉત્તર:- ના. એવી જૈનમતની પરિપાટી નથી. પરંતુ જિનમતમાં એવી પરિપાટી છે કે, પહેલાં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે તો સમ્યક્ત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે. માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થાય અને ત્યાર પછી ચ૨ણાનુયોગ અનુસાર વ્રતાદિક કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ છે તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિનો ઉપદેશ આપવામાં આવે છે. માટે સર્વે જીવોએ મુખ્યપણે દ્રવ્યાનુયોગ અનુસાર અધ્યાત્મઉપદેશનો અભ્યાસ કરવા યોગ્ય છે. આમ જાણીને નીચલી દશાવાળાઓએ પણ દ્રવ્યાનુયોગના અભ્યાસથી પરાંભુખ થવું યોગ્ય નથી.
(મો. મા. પ્ર. પા. ૨૯૫ )
* ક્રિયા *
(‘પંડિતપ્રવર વીર ટોડરમલ્લજી સ્મૃતિદિન ‘ના વ્યાખ્યાનમાંથી ) ક્રિયાની સામાન્ય વ્યાખ્યા
વસ્તુના પર્યાયનું બદલવું તે ક્રિયા છે. દરેક દ્રવ્યનો પર્યાય સમયે સમયે બદલાયા જ કરે છે. દરેક દ્રવ્યનો પર્યાય તે જ તેની ક્રિયા છે. દરેક દ્રવ્યનો પર્યાય પોતામાં જ થાય છે પરંતુ એક દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યમાં થતો નથી, તેથી એક દ્રવ્યની ક્રિયા બીજા દ્રવ્યમાં હોય નહિ. તેમજ, એક દ્રવ્યની ક્રિયા બીજું દ્રવ્ય કરે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com