________________
દર
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
૪૪. ઇંદ્રિયો અને જ્ઞાનનું સ્વતંત્ર પરિણમન. નિમિત્ત નૈમિત્તિક સંબંધનું સ્વરૂપ.
જડ ઇન્દ્રિયો છે માટે આત્માને જ્ઞાન છે એ વાત જુદી છે. આત્માનો ત્રિકાળી સામાન્ય જ્ઞાન સ્વભાવ પોતાને કારણે સમયે સમયે પરિણમે છે, અને જે પર્યાયમાં જેવી લાયકાત હોય તેટલો જ્ઞાનનો ઉઘાડ હોય છે. પાંચ ઇન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉઘાડ છે માટે પાંચ બાહ્ય ઇન્દ્રિયો છે એમ નથી, અને પાંચ ઇન્દ્રિયો છે માટે જ્ઞાનનો ઉઘાડ છે એમ પણ નથી. જ્ઞાનની પર્યાયમાં જેટલી લાયકાત હતી તેટલો ઉઘાડ થયો છે અને જે ૫૨માણુઓમાં ઇન્દ્રિયોરૂપે થવાની લાયકાત હતી તેઓ સ્વયં ઇન્દ્રિયરૂપે પરિણમ્યા છે. છતાં બંનેનો નિમિત્ત-નૈમિત્તિક મેળ છે. જે જીવને એક ઇન્દ્રિયના જ્ઞાનનો ઉઘાડ હોય તેને એક જ ઇન્દ્રિય હોય છે, બે વાળાને બે, ત્રણ વાળાને ત્રણ, ચાર વાળાને ચાર અને પાંચ ઇન્દ્રિયના ઉઘાડવાળાને પાંચ ઇન્દ્રિયો જ હોય છે, ત્યાં બંનેનું સ્વતંત્ર પરિણમન છે. એકના કારણે બીજામાં કાંઈ થયું નથી. આને જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે.
૪૫. રાગદ્વેષનું કા૨ણ કોણ ? સમ્યગ્દષ્ટિને રાગદ્વેષ કેમ થાય છે ?
પ્રશ્ન:- જો કર્મ આત્માને વિકાર ન કરાવતાં હોય તો, આત્મામાં વિકાર થાય છે તેનું કારણ કોણ છે? સમ્યગ્દષ્ટિ જીવોને તો વિકાર કરવાની ભાવના હોતી નથી છતાં તેમને પણ વિકાર તો થાય છે. માટે કર્મ વિકાર કરાવે છે ને?
ઉત્ત૨:- કર્મ આત્માને વિકાર કરાવે એ વાત ખોટી છે. આત્માને પોતાના પર્યાયના દોષથી જ વિકાર થાય છે; કર્મ વિકાર કરાવતુ નથી પણ આત્માના પર્યાયની તેવી યોગ્યતા છે. સમ્યષ્ટિને રાગ-દ્વેષ કરવાની ભાવના નથી છતાં રાગ-દ્વેષ થાય છે તેનું કારણ ચારિત્ર ગુણના તેવા પર્યાયની લાયકાત છે. રાગ-દ્વેષની ભાવના નથી તે તો શ્રદ્ધાગુણનો પર્યાય છે અને રાગદ્વેષ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com