________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૨૩
--------------
-
-
-
-
-
--
જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છએ દ્રવ્યોમાં ક્રમબદ્ધ પર્યાય છે. જીવ જો પોતાના ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધા કરે તો તેનો ક્રમબદ્ધ મોક્ષપર્યાય થયા વિના રહે નહિ કેમકે ક્રમબદ્ધની શ્રધ્ધાનું વજન સ્વમાં આવે છે, જે વસ્તુમાંથી પોતાની અવસ્થા આવે છે તે વસ્તુ ઉપર દષ્ટિ મૂકવાથી મોક્ષ થાય છે. પર દ્રવ્ય મારી અવસ્થા કરી દિશે એવી દષ્ટિ તૂટી જવાથી અને સ્વદ્રવ્યમાં દષ્ટિ મૂકવાથી રોગની ઉત્પત્તિ થતી નથી. એટલે કે વસ્તુની કમબદ્ધ અવસ્થા થાય છે એવી દષ્ટિ થતાં પોતે જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય છે, અને જ્ઞાતા-દ્રષ્ટાના જોર વડે અસ્થિરતા તોડીને સંપુર્ણ સ્થિર થઈ અલ્પકાળે મુક્તિ પામે છે. આમાં અનંત પુરુષાર્થ આવ્યો છે.
પુરુષાર્થ વડે સ્વરૂપની દષ્ટિ કરવાથી અને તે દષ્ટિના જોરે સ્વરૂપમાં રમણતા કરવાથી ચૈતન્યમાં શુધ્ધ ક્રમબદ્ધ પર્યાય થાય છે. ચૈતન્યનો શુધ્ધ કમબદ્ધ પર્યાય પ્રયત્ન વિના થતો નથી. મોક્ષમાર્ગ ની શરૂઆતથી મોક્ષની પૂર્ણતા સુધી બધેય સમ્યક્ પુરુષાર્થ અને જ્ઞાનનું જ કાર્ય છે.
બહારની ચીજનું જે થવાનું હોય તે થાય એમ ક્રમબદ્ધપણું ખરેખર નક્કી ક્યારે કર્યું કહેવાય કે, બહારની ચીજથી ઉદાસ થઈને બધાનો જ્ઞાતા રહી જાય તો તેને ક્રમબદ્ધનો નિર્ણય સાચો છે. જે જીવ પોતાને પરના કર્તા માને અને પરથી પોતાને સુખ-દુઃખ થાય એમ માને છે તેને ક્રમબદ્ધ પર્યાયની જરા પણ પ્રતીત નથી.
હું દ્રવ્ય છું અને મારા અનંત ગુણો છે; તે ગુણો પલટીને સમયે સમયે એક પછી એક અવસ્થા થાય છે, તે આડીઅવળી થતી નથી તેમ જ એકસાથે બે ભેગી થતી નથી અને કોઈ સમય અવસ્થા વગરનો-ખાલી જતો નથી. કેવળજ્ઞાન અને મોક્ષદશા પણ મારા ગુણમાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે. આવી રીતે ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધા થતાં પોતાનો પર્યાય ઊઘડવા માટે કોઈ પર ઉપર લક્ષ રહેશે નહિ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com