________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
૧૦૪
પરનું લક્ષ ન રહ્યું, સામાન્ય સ્વભાવ તરફ જ લક્ષ રહ્યું-એ સામાન્ય સ્વભાવના જોરે જીવે પૂર્ણતાનો પુરુષાર્થ કરવાનો રહ્યો. પહેલાં ૫૨ને કારણે જ્ઞાન થતું માન્યું હતું ત્યારે તે જ્ઞાન પર લક્ષમાં અટકી જતું. પણ સ્વાધીન સ્વભાવથી જ જ્ઞાન થાય છે એમ પ્રતીત થતાં જ્ઞાનને ક્યાંય અટકવાપણું ન રહ્યું.
"
.
"
=
બહુ સ૨સ સમજાવ્યું છે ’ – બહુ જ સ૨સ છે
મારા જ્ઞાનમાં ૫૨નું અવલંબન કે નિમિત્ત નહિ એટલે કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જ છે એમ સામાન્ય સ્વભાવના કારણે જે જ્ઞાન પરિણમે, તે જ્ઞાનધારાને તોડનાર કોઈ છે જ નહિ, એટલે કે સ્વાશ્રયે જે જ્ઞાન પ્રગટયું છે તે કેવળજ્ઞાનનો જ પોકાર લેતું પ્રગટયું છે. અલ્પકાળમાં તે જ્ઞાન કેવળજ્ઞાન લેવાનું જ છે. જ્ઞાનના અવલંબને જ્ઞાન કાર્ય કરે છે. આવી પ્રતીતિમાં આખું કેવળજ્ઞાન સમય છે.
પહેલાં જ્ઞાનની અવસ્થા ઓછી હતી અને પછી વાણી સાંભળી ત્યારે જ્ઞાન વધ્યું, તે વાણી સાંભળવાથી વધ્યું છે એમ નથી; પણ જ્ઞાનની અવસ્થા વધી ત્યાં સામાન્ય સ્વભાવી જ્ઞાન જ પોતાના પુરુષાર્થથી કષાય ઘટાડી વિશેષરૂપ થયું છે, એટલે પોતાના કારણે જ જ્ઞાન થયું છે. આવી પ્રતીત થતાં સ્વતંત્ર જ્ઞાનસ્વભાવના જોરે પૂર્ણ જ્ઞાનનો પુરુષાર્થ જ કરવાનો રહ્યો. જ્ઞાનીઓને સ્વતંત્ર જ્ઞાન સ્વભાવની પ્રતીતના જોરે, વર્તમાન ઊણી દશામાં પણ કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન પ્રતીતમાં આવી ગયું છે. અજ્ઞાનીને સ્વતંત્ર જ્ઞાનસ્વભાવની પ્રતીતિ નહિ હોવાથી, પુરી અવસ્થા કેવી હોય તેનું જ્ઞાન થતું નથી અને પુરી શક્તિની પ્રતીતિ આવતી નથી. નિમિત્તો અનેક પ્રકારનાં બદલતાં જાય છે અને નિમિત્તનું તેણે અવલંબન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com