________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
પર્યાયનો નિર્ણય કર્યો કે અહો! જડ અને ચૈતન્ય બધાની અવસ્થા ક્રમબદ્ધ સ્વયં થયા કરે છે, હું ૫૨માં શું કરું ? હું તો માત્ર જેમ માય તેમ જાણું એવું મારું સ્વરૂપ છે. આવા નિર્ણયમાં ૫૨ની અવસ્થામાં ઠીક-અઠીક માનવાનું ન રહ્યું પણ જ્ઞાતાપણું રહ્યું, એટલે ઊંધી માન્યતા અને અનંતાનુબંધી કષાય નાશ થયા. અનંત પદ્રવ્યના કર્તૃત્વપણાનો મહા મિથ્યાત્વભાવ ટળીને પોતાના જ્ઞાતાસ્વભાવની અનંતી દઢતા થઈ-આવો સ્વ તરફનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં થયો છે.
બધા દ્રવ્યની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. હું તેને જાણું પણ હું કોઈનું કાંઈ કરું નહિ એવી માન્યતા દ્વા૨ા મિથ્યાત્વનો નાશ કરીને, પરથી પાછો ફરી જીવ સ્વ તરફ વળે છે. સર્વજ્ઞદેવના જ્ઞાનમાં જે ભાસ્યું તેમાં ફેર પડતો નથી. બધા પદાર્થોની સમયે સમયે જે અવસ્થા ક્રમબદ્ધ હોય તે જ થાય છે. આવા નિર્ણયમાં સમ્યગ્દર્શન આવી ગયું. આમાં કઈ રીતે પુરુષાર્થ આવ્યો તે કહે છે. ૧- ૫૨ની અવસ્થા તેના ક્રમ પ્રમાણે થયા જ કરે છે, હું પરનું કરતો નથી એમ નક્કી કર્યું એટલે બધા પરદ્રવ્યનું અભિમાન ટળી ગયું. ૨ -ઊંધી માન્યતા થી ૫૨ની અવસ્થામાં ઠીક-અઠીકપણું માનીને જે અનંતાનુબંધી રાગ દ્વેષ કરતો તે ટળી ગયો. આ રીતે, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરતાં પર દ્રવ્યના લક્ષથી ખસીને પોતે પોતાના રાગદ્વેષ રહિત જ્ઞાતાસ્વભાવમાં આવ્યો એટલે કે પોતાના હિત માટે ૫૨માં જોવાનું અટકી ગયું અને જ્ઞાન પોતા તરફ વળ્યું. હવે પોતાના દ્રવ્યમાં પણ એક પછી એક અવસ્થા ક્રમબદ્ધ થાય છે. હું તો ત્રણે કાળની ક્રમબદ્ધ અવસ્થાઓના પિંડરૂપ દ્રવ્ય છું, વસ્તુ તો જ્ઞાતા જ છે, એક અવસ્થા જેટલી વસ્તુ નથી; અવસ્થામાં રાગદ્વેષ થાય તે ૫૨ વસ્તુના કારણે નથી પણ વર્તમાન અવસ્થાની છે તે નબળાઇ ઉપર પણ જોવાનું ન રહ્યું, પણ પુરુષાર્થથી પરિપૂર્ણ જ્ઞાતાસ્વરૂપમાં જ જોવાનું રહ્યું. તે સ્વરૂપના લક્ષે પુરુષાર્થની નબળાઈ અલ્પકાળમાં તૂટી જવાની છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com