________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રમત્તસંયત ગુણસ્થાનવર્તી કહે છે. અનંતાનુબંધી આદિક બાર કષાયોનો અભાવ થવાને લીધે પૂર્ણ સંયમભાવ થતાં તેની સાથે સંક્વલન કષાય અને નોકષાયની યથાસંભવ તીવ્રતા રહેતી હોવાથી સંયમમાં મલિનતા ઉત્પન્ન કરવાવાળો પ્રમાદ પણ હોય છે, માટે આ ગુણસ્થાનની પ્રમત્તસંયત સંજ્ઞા સાર્થક છે.
આ ગુણસ્થાનમાં મુનિ મહાવ્રતોની અપેક્ષાએ સવિકલ્પ અવસ્થામાં જ હોય છે, તેથી જો કે એમાં ઉપદેશનું આદાન-પ્રદાન, આહારાદિનું ગ્રહણ, મલ-આદિનો ઉત્સર્ગ, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં આવવું-જવું ઈત્યાદિ અનેક પ્રકારના વિકલ્પો હોય છે, તેમ છતાં સાથે સાથે મુનિયોગ્ય આંતરિક શુદ્ધ પરિણતિ (નિશ્ચય સંયમ દશા) નિરંતર રહે છે અને તેને અનુરૂપ ૨૮ મૂલગુણો અને ઉત્તરગુણોનું અને શીલના સર્વ ભેદોનું યથાવત્ પાલન પણ સહજ હોય છે. તે ૨૮ મૂલગુણો આ પ્રમાણે છે:
પાંચ મહાવ્રત, પાંચ સમિતી, છે આવશ્યક, પાંચ ઈન્દ્રિયસંયમ, નગ્નતા, કેશલેચન, અજ્ઞાનતા, ભૂમિશયન, અદંતધાવન, ઊભા ઊભા આહાર લેવો, અને એકબુક્તિ.
સ્ત્રીકથા, ભોજનકથા, રાષ્ટ્રકથા અને રાજકથા એ ચાર વિકથા, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય; પાંચ ઈન્દ્રિયો; નિદ્રા અને પ્રણય (સ્નેહ) એ ૧૫ પ્રમાદ છે. એના દરેક અને સંયોગી સર્વ મળીને ૮૦ ભેદ થાય છે. આ પ્રમાદ સંયમમાં મલિનતા ઉત્પન્ન કરતો હોવા છતા છઠ્ઠી ગુણસ્થાનને યોગ્ય નિશ્ચય સંયમનો ઘાત કરતો નથી.
છઠ્ઠા ગુણસ્થાનમાં (યથોચિત શુદ્ધ પરિણતિ સહિત) સવિકલ્પતા, સાતમાં ગુણસ્થાનમાં નિર્વિકલ્પતા હોય છે, તથા બન્નેનો કાળ અંતર્મુહૂર્ત જ હોય છે, તેથી મુનિરાજ હજારો વર્ષ સુધી પણ મુનિદશામાં રહે તો પણ તેમને અંતર્મુહૂર્તમાં ગુણસ્થાનનો પલટો થયા કરે છે અર્થાત્ શ્રેણીમાં આરોહણ નહીં કરનાર પ્રત્યેક મુનિરાજ મુનિદશામાં રહેતાં અંતર્મુહૂર્તમાં સાતમા ગુણસ્થાનથી છઠ્ઠામાં આવે છે અને વળી પાછા છઠ્ઠીમાંથી સાતમામાં આવી જાય છે, આવું (સવિકલ્પનિર્વિકલ્પનો પલટો) સતતપણે ચાલ્યા જ કરે છે. અહીં એટલું વિશેષ જાણવું કે મુનિદશા
૫૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com