________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂર્વ પરંપરાથી પ્રાપ્ત જૈન સાહિત્યમાં આચાર્ય ધરસેનના શિષ્ય પુષ્પદન્ત અને ભૂતબલિ દ્વારા રચાયેલું પખંડાગમ સર્વથી અધિક પ્રાચીન રચના છે. તેમાં પ્રથમ ખંડમાં જીવની અપેક્ષાએ અને બાકીના ખંડોમાં જીવો અને કર્મોના સંબંધથી અન્ય અનેક વિષયોનું વિવેચન થયેલું છે. એને લક્ષમાં રાખીને નેમિચંદ્ર સિદ્ધાંતચકવર્તીએ ગોમટસારની રચના કરી અને એને જીવકાંડ અને કર્મકાંડ એમ બે ભાગોમાં વિભાજીત કરી ગોમટસારમાં પખંડાગમનો પૂર્ણ સાર આવી ગયો છે.
ગોમ્મદસાર ગ્રંથ ઉપર મુખ્યત્વે ચાર ટીકાઓ ઉપલબ્ધ છે. એક છેઅભયચંદ્રાચાર્યની સંસ્કૃત ટીકા “મંદપ્રબોધિકા” જે જીવકાંડની ૩૮૩ ગાથા સુધી જ મળી આવે છે. બીજી કેશવવર્ણની સંસ્કૃત મિશ્રિત કન્નડ ટીકા જીવતત્ત્વપ્રદીપિકા' છે જે સંપૂર્ણ ગોમ્મદસાર પર વિસ્તૃત ટીકા છે અને જેમાં મંદપ્રબોધિકા ”નું પૂરું અનુસરણ કરવામાં આવ્યું છે. ત્રીજી છે-૧નેમિચંદ્રાચાર્યની સંસ્કૃત ટીકા “જીવતત્ત્વપ્રદીપિકા” જે પહેલાંની બન્ને ટીકાઓના પૂરેપૂરા અનુસરણ સહિત સંપૂર્ણ ગોમ્મસાર ઉપર યથેષ્ટ વિસ્તાર સાથે લખવામાં આવી છે અને ચોથી છે પંડિત ટોડરમલની ભાષા ટીકા “સમ્યજ્ઞાનચંદ્રિકા' જેમાં સંસ્કૃત ટીકાના વિષયને ખૂબ સ્પષ્ટ કરવામાં આવેલો છે. એનું અનુસરણ કરીને હિંદી, અંગ્રેજી તથા મરાઠી અનુવાદોનું નિર્માણ થયું છે.
ગોમ્મદસાર ગ્રંથ જૈન વિદ્યાલયોનો નિયમિત પાઠયગ્રંથ છે. એના જીવકાંડ નામના મહા-અધિકારના પ્રથમ અધિકારમાં ગુણસ્થાનોની ચર્ચા બહુ વિસ્તારપૂર્વક કરવામાં આવેલી છે. એને ધ્યાનમાં રાખીને આ પાઠ લખવામાં આવ્યો છે. ગુણસ્થાનોના સંબંધમાં વિશેષ જાણકારી માટે ગોમટસાર જીવકાંડનું અધ્યયન કરવું જોઈએ.
૧. આ નેમિચંદ્રાચાર્ય, સિદ્ધાન્તચક્રવર્તી નેમિચંદ્રાચાર્યથી ભિન્ન છે.
૫)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com