________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એ ગ્રંથો પર પ્રવચનો કર્યા, સસ્તાં સુલભ પ્રકાશન કરાવ્યાં તથા સોનગઢ (સૌરાષ્ટ્ર માં પરમાગમ મંદિરનું નિર્માણ કરાવીને એમાં સંગેમરમરનાં પાટિયાં ઉપર સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય અને નિયમસાર સંસ્કૃત ટીકા સહિત તથા અષ્ટપાહુડ ઉત્કીર્ણ કરાવીને એમને ભૌતિક દૃષ્ટિએ પણ અમર કરી દીધા છે. આ પરમાગમ મંદિર એક દર્શનીય તીર્થ બની ગયું છે.
આ પાઠ કુન્દકુન્દાચાર્યનાં પ્રવચનસાર અને પંચાસ્તિકાય અને તે પરની ટીકાઓનો આધાર લઇ લખવામાં આવ્યો છે. જૈન અધ્યાત્મ અને સિદ્ધાંતનો મર્મ જાણવા માટે પાઠકોએ કુન્દકુન્દના ગ્રંથોનું ગંભીર અધ્યયન અવશ્ય કરવું જોઇએ.
૪૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com