________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ પ્રમાણે ચારેય અનુયોગોની કથન પદ્ધતિ ભિન્ન-ભિન્ન છે, પરંતુ સર્વનું એકમાત્ર પ્રયોજન વીતરાગતાનું પોષણ છે. કોઈ ઠેકાણે તો ઘણા રાગાદિ છોડાવીને અલ્પ રાગાદિ કરાવવાનું પ્રયોજન પોપ્યું છે તથા કોઈ ઠેકાણે સર્વ રાગાદિ છોડાવવાનું પ્રયોજન પોપ્યું છે, પરંતુ રાગાદિ વધારવાનું પ્રયોજન કોઈ પણ ઠેકાણે નથી. ઘણું શું કહીએ? જે પ્રકારે રાગાદિ મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે, જે પ્રકારે રાગાદિ મટાડવાનું જ્ઞાન થાય તે જ જ્ઞાન સમ્યજ્ઞાન છે, તથા જે પ્રકારે રાગાદિ મટે તે જ આચરણ સમ્યક્રચારિત્ર છે. તેથી પ્રત્યેક અનુયોગની પદ્ધતિનું યથાર્થ જ્ઞાન કરીને જિનવાણીના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
દીવાન રતનચંદ શાસ્ત્રોના અધ્યયનમાં કોઈ કોઈ ઠેકાણે પરસ્પર વિરોધ ભાસે તો શું કરવું?
પં. ટોડરમલ - જિનવાણીમાં પરસ્પર વિરોધી કથનો હોતાં નથી. આપણને અનુયોગોની કથન પદ્ધતિનું અને નિશ્ચય-વ્યવહારનું સાચું જ્ઞાન નહીં હોવાથી વિરોધ ભાસે છે. જો આપણને શાસ્ત્રોના અર્થ સમજવાની પદ્ધતિનું જ્ઞાન થઈ જાય તો વિરોધ જણા શે નહીં. તેથી હંમેશાં આગમ-અભ્યાસનો ઉદ્યમ રાખવો જોઈએ. મોક્ષમાર્ગમાં પ્રથમ ઉપાય આગમજ્ઞાન કહ્યો છે. તેથી તમે યથાર્થ બુદ્ધિ વડે આગમનો અભ્યાસ નિરંતર કરો! તેથી તમારું અવશ્ય કલ્યાણ થશે !! પ્રશ્ન:
૧. વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ કેમ થઈ શકતો નથી ? સ્પષ્ટ કરો. ૨. શું વ્યવહારનય પોતાને માટે પણ પ્રયોજનવાન છે? જો હા, તો કેવી રીતે? ૩. ચારેય અનુયોગોના વ્યાખ્યાનની પદ્ધતિનું વર્ણન કરો.
૧૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com