________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ મહાન ગ્રંથ ઉપર દિગંબર અને શ્વેતાંબર બન્ને પરંપરાઓમાં સંસ્કૃત અને હિંદી ભાષાઓમાં અનેકાનેક ટીકાઓ અને ભાષ્ય લખાયાં છે. દિગંબર પરંપરામાં સંસ્કૃત ભાષામાં આચાર્ય પૂજ્યપાદ દેવનંદિની સર્વાર્થસિદ્ધિ, અકલંકદેવની તત્ત્વાર્થ રાજવાર્તિક અને વિદ્યાનંદની તત્ત્વાર્થ શ્લોકવાર્તિક સર્વાધિક પ્રસિદ્ધ રચનાઓ છે. આચાર્ય સમન્તભદ્ર આ ગ્રંથરાજ પર ગંધહતિ મહાભાષ્ય નામનો મહાગ્રન્થ લખ્યો હતો જે ઉપલબ્ધ નથી, પરંતુ તે સંબંધી ઉલ્લેખ મળી આવે છે. શ્રુતસાગર સૂરિની પણ એક ટીકા સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે.
હિંદી ભાષાના પ્રાચીન વિદ્વાનોમાં પં. સદાસુખદાસ કાસલીવાલની અર્થપ્રકાશિકા ટીકા પ્રસિદ્ધ છે. અર્વાચીન વિદ્વાનોમાં પં. ફૂલચંદજી સિદ્ધાન્તાચાર્ય, પં. કૈલાશચંદ્રજી સિદ્ધાંતાચાર્ય, પં. પન્નાલાલજી સહિત્યાચાર્ય વગેરે અનેક વિદ્વાનો દ્વારા લખાયેલી ટીકાઓ ઉપલબ્ધ છે. શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી, સોનગઢ દ્વારા લખાયેલી ૮૧૦ પાનાંની એક વિશાળ ટીકા પણ છે.
આ ગ્રંથરાજ જૈન સમાજ દ્વારા સંચાલિત બધા જ પરીક્ષા બોર્ડોના અભ્યાસક્રમોમાં નિર્ધારિત છે અને આખાય ભારતવર્ષનાં જૈન વિદ્યાલયોમાં ભણાવવામાં આવે છે.
આ પાઠ તત્ત્વાર્થસૂત્રના બીજા અધ્યાયના આધારે લખવામાં આવેલ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com