________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ બધું બનશે કે નહીં--એ વાત ૫૨ આ૫ણે ચર્ચા કરવા માગતા નથી, પણ આપણો પ્રશ્ન તો એ છે કે આ બધું જ બનવા પામે છતાં શું જીવન સુખી બની જશે ? જો હા, તો જેમની પાસે આ બધું જ છે તેઓ તો આજ પણ સુખી હશે? અથવા જે દેશો આ સમૃદ્ધિની સીમા પર પહોંચેલા છે ત્યાં તો બધા જ સુખી અને શાંત હોવા જોઈએ ? પરંતુ દેખવામાં તો એમ આવે છે કે બધા જ આકુળ-વ્યાકુળ અને અશાન્ત છે, ભયાકુળ અને ચિંતાતુર છે, તેથી “સુખ શું છે? ” આ વિષય પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. “સાચું સુખ શું છે અને તે કયાં છે?” એનો નિર્ણય કર્યા વિના એ દિશામાં સાચો પુરુષાર્થ બની શક્તો નથી અને સાચું સુખ મેળવી શકાતું નથી.
કેટલાક બુદ્ધિશાળી લોકો એથી આગળ વધીને કહે છે ભાઈ, વસ્તુમાં (ભોગ-સામગ્રીમાં ) સુખ નથી, સુખ-દુ:ખ તો કલ્પનામાં છે. તેઓ પોતાની વાતને સિદ્ધ કરવા માટે ઉદાહરણ પણ આપે છે કે-એક આદમીનું મકાન બે મજલાવાળું છે, પણ એની જમણી બાજુ પાંચ મજલાવાળું મકાન છે તથા ડાબી બાજુએ એક ઝૂંપડી છે. જ્યારે તે જમણી બાજુ દેખે છે તો પોતાને દુ:ખી હોવાનો અનુભવ કરે છે અને જ્યારે તે ડાબી બાજુએ જુએ છે તો સુખી; તેથી સુખ-દુઃખ ભોગસામગ્રીમાં નહીં હોતાં કલ્પનામાં છે. તે ડાહ્યા પુરુષો સલાહ આપે છે કે જો સુખી થવું હોય તો પોતાનાથી ઓછી ભોગ-સામગ્રી હોય તેમની તરફ જીઓ તો સુખી થશો. જો તમારી દિષ્ટ તમારાથી વધારે વૈભવવાળાઓ તરફ રહેશે તો હંમેશાં દુઃખનો અનુભવ થશે.
સુખી થવાનો આ ઉપાય પણ સાચો નથી, કેમ કે અહીં “સુખ શું છે?” એ સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી પરંતુ ભોગનિત સુખને જ સુખ માની વિચારવામાં આવેલ છે. “સુખ ક્યાં છે?” નો ઉત્તર કલ્પનામાં છે” એમ આપવામાં આવ્યો છે. “સુખ કલ્પનામાં છે” એનો અર્થ જો એમ કરીએ કે સુખ કાલ્પનિક છે, વાસ્તવિક નથી - તો શું એમ માનવામાં આવે કે સુખની વાસ્તવિક સત્તા છે જ નહીં? પણ આ વાત સંભવતઃ આપને પણ સ્વીકૃત નહીં હોય.
66
66
૪૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com