________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મપ્રાપ્તિનો પ્રકાર ]
[ ૧૦૧
સ્વપ્નસમયમાં પરસ્ત્રી ભોગવવા લાગ્યો, તે સમયે (તેનો ) એક પ્રતિપક્ષી શત્રુ આવ્યો, આવીને તેને તલવા૨ે મા૨ી તેનાથી તે વ્યભિચારીનો હાથ કપાઈ ગયો અને તેમાંથી લોહી નીકળ્યું, તથા એ જ સમયે તેનું વીર્ય સ્ખલિત થઈ ગયું, પછી તે જાગ્યો. ત્યારે વીર્યથી તો ( પોતાનું ) અધોવસ્ત્ર લિસ થયેલું પ્રત્યક્ષ જોયું પણ રૂધિરથી વસ્ત્રાદિક લિસ ન દેખ્યું.
એક બાળક જૂઠા માટીના બળદની સાથે પ્રીતિ કરે છે તથા એક ખેડૂતનો બાળક સાચા બળદની સાથે પ્રીતિ કરે છે પરંતુ જૂઠા અને સાચા (બળદ સાથે) થી પ્રીતિ કરવાવાળા બન્ને (બાળકો ) દુ:ખી જ છે, કારણ કે તેના બળદોને કોઈ જોતરે-પકડે-અન્યથા કરે તો તે બન્ને દુ:ખી થાય છે.
કોઈ એક માણસને કીચ્ચડમાંથી રત્ન-જવેરાતની ભરેલી ‘વટલોઈ મળી ત્યારે તે પેલી વટલોઈને વાવમાં ધોવા માટે લઈ ગયો, ત્યાં ધોતાં ધોતાં વટલોઈ વાવમાં પડી ગઈ તેથી તે રડવા લાગ્યો.
સફેદ લાકડાનો અગ્નિની સંગતિથી કાળો કોલસો થયો, હવે તે કોલસો કોઈ પણ ઉપાયથી સફેદ થવાનો નથી, પરંતુ પાછો જો અગ્નિની સંગતિ કરે તો તે કોલસો સફેદ થઈ જાય.
એક માટીના કળશમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી તેનાં અનેક નામ છે, પણ તે કળશ ફૂટી જાય તો પછી પાણીનું કે કળશનું નામ ક્યાં રહ્યું ?
મો૨ નાચે છે તો શ્રેષ્ઠ, પરંતુ પાછળનો અર્ધો ભાગ (ગુદા ) ઉઘાડીને નાચે છે. એ જ પ્રામાણે ગુરુ વિના ક્રિયા વ્યર્થ છે.
કાચા લોટથી પણ પેટ ભરાઈ જાય છે પરંતુ તે જ લોટની રોટલી બનાવીને પકાવીને ખાય તો તે સ્વાદિષ્ટ લાગે છે.
તસ્વીરથી તસ્વીર ઉતરી શકે છે.
૧ વટલોઈ-ધાતુનું ઠામ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com