________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નય દ્વારા આત્મવસ્તુ વિવરણ ]
[ ૯૩ ઈશ્વરનથી પરાધીન થયો થકો ભોગવે છે, જેમ બાળક ધાયને આધીન થઈને ખાન-પાન ક્રિયા કરે છે. ૩૪
અનીશ્વરનયથી સ્વાધીન ભોક્તા છે, જેમ સ્વેચ્છાચારી સિંહ મૃગોને મારી ખાન-પાન ક્રિયા કરે છે. ૩૫
ગુણનયથી ગુણોને ગ્રહણ કરવાવાળો છે, જેમ ઉપાધ્યાય દ્વારા ભણાવેલા કુમાર ગુણગ્રાહી થાય છે. ૩૬
અગુણનયથી તે માત્ર સાક્ષીભૂત છે-ગુણગ્રાહી નથી, જેમ અધ્યાપક દ્વારા જણાવેલા કુમારનો રક્ષક પુરુષ ગુણગ્રાહી થતો નથી. ૩૭
કર્તાનયથી તે રાગાદિભાવોનો કર્યા છે, જેમ રંગરેજ રંગનો કરવાવાળો હોય છે. ૩૮
અકર્તાનયથી રાગાદિભાવોનો કરવાવાળો નથી, પણ સાક્ષીભૂત છે, જેમ રંગરેજ જ્યારે અનેક રંગ કરે છે ત્યારે કોઈ તમાશો જોવાવાળો તો માત્ર તમાશો જ દેખે છે–પણ કર્તા થતો નથી. ૩૯
ભોક્તાનયથી તે સુખ-દુઃખનો ભોક્તા છે, જેમ હિત-અહિત પથ્યને લેનાર રોગી સુખ-દુઃખને ભોગવે છે. ૪૦
અભોક્તાનયથી સુખ-દુ:ખનો ભોક્તા નથી પણ માત્ર સાક્ષીભૂત છે, જેમ હિત-અહિત પથ્યને ભોગવવાવાળા રોગીના તમાશાને જોવાવાળો વૈધનો નોકર (માત્ર) સાક્ષીભૂત છે. ૪૧
ક્રિયાનયથી ક્રિયાની પ્રધાનતાથી સિદ્ધિ થાય છે, જેમ કોઈ અંધે મહાકટથી કોઈ પાષાણના થંભને પામીને પોતાનું માથું ફોડ્યું, ત્યાં તો તે અંધના મસ્તકમાં જે રક્તવિકાર હતો તે દૂર થઈ ગયો અને તેથી તેની આંખો ઉઘડી ગઈ, વળી તે જગ્યાએથી તેને ખજાનો મળ્યો, એ પ્રમાણે ક્રિયાકષ્ટ કરીને પણ વસ્તુની પ્રાપ્તિ થાય છે. ૪૨
જ્ઞાનનયથી વિવેકની જ પ્રધાનતાથી વસ્તુની સિદ્ધિ થાય છે, જેમ કોઈ રત્નના પરીક્ષક પુરુષે કોઈ અજ્ઞાની ગરીબ પુરુષના હાથમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com