________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ]
[ સમ્યજ્ઞાન દીપિકા એ જ આત્મા અસ્તિ-નાસ્તિત્વનયથી સ્વચતુષ્ટય-પરચતુષ્ટયના ક્રમવડે અસ્તિ-નાસ્તિરૂપ છે, જેમ એ જ બાણ સ્વચતુષ્ટયપરચતુષ્ટયની ક્રમપૂર્વક વિવક્ષાથી અસ્તિ-નાસ્તિરૂપ હોય છે. પ
એ જ આત્મા અવક્તવ્યનયથી એક જ સમયમાં સ્વચતુષ્ટયપરચતુષ્ટય વડે અવક્તવ્ય છે, જેમ એ જ બાણ સ્વ-પરચતુષ્ટય વડે અવક્તવ્ય સાધે છે. ૬
એ જ આત્મા અસ્તિ અવક્તવ્યનયથી સ્વચતુષ્ટયથી તથા એક જ વાર સ્વ-પરચતુષ્ટયથી અસ્તિ અવક્તવ્યરૂપ બાણના દષ્ટાંતથી સમજવું. ૭
નાસ્તિ અવક્તવ્યનયથી એ જ આત્મા, પરદ્રવ્ય-ક્ષેત્ર કાળભાવથી અને એક જ સમયે સ્વ-પરચતુષ્ટયથી નાસ્તિઅવક્તવ્યરૂપ બાણના દષ્ટાંતથી સમજવો ૮
અસ્તિ-નાસ્તિ અવક્તવ્યનયથી એ જ આત્મા સ્વચતુષ્ટયપરચતુષ્ટય વડે તથા એક જ વાર સ્વ-૫૨ ચતુષ્ટયવડે બાણની માફક અસ્તિ-નાસ્તિ અવક્તવ્યરૂપ સિદ્ધ થાય છે. ૯
વિકલ્પનયથી એ જ આત્મા, ભેદ સહિત છે, જેમ એક પુરુષ, કુમાર બાળક, યુવાન અને વૃદ્ધના ભેદોથી સવિકલ્પ થાય છે. ૧૦ અવિકલ્પનયથી એ જ આત્મા અભેદરૂપ છે, જેમ એ જ પુરુષ અભેદરૂપ છે. ૧૧
નામનયથી એ જ આત્મા શબ્દબ્રહ્મદ્વારા નામ લઈને કહેવામાં આવે છે. ૧૨
સ્થાપનાનયથી એ જ આત્માને પુદ્ગલના આલંબનદ્વારા સ્થાપિત કરવામાં આવે છે. જેમ મૂર્તિક પદાર્થનું સ્થાપન કરવામાં આવે છે. ૧૩
દ્રવ્યનયથી એ જ આત્મા, અતીત-અનાગત-પર્યાયવડે કહેવામાં આવે છે, જેમ કે શ્રેણિકરાજા તીર્થંકર મહારાજ છે. ૧૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com