________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૭૭ લોહમય જ છે, તે જ પ્રમાણે સ્વયં જ્ઞાનમય જીવવસ્તુ સ્વયં જ્ઞાનમય છે અને અજ્ઞાનમય અજીવવસ્તુ અજ્ઞાનમય જ છે.
જેમ મૃગમરિચિકાનું જળ દેખાય છે છતાં નહિ દેખાયા બરાબર મિથ્યા છે. એ જ પ્રમાણે જગત-સંસાર દેખાય છતાં તે સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનથી તન્મય થઈને સ્વસ્વરૂપ સમ્યજ્ઞાન તરફ જતાં તે મિથ્યા છે.
જેમ મૃગજળથી કોઈની તરસ ઉપશમ થતી નથી, વસ્ત્ર ભીંજાતું નથી, તે જ પ્રમાણે સ્વયં સ્વસમ્યજ્ઞાનમયસૂર્યનું ભલું-બૂરું આ મૃગમરિચિકાના જળથી ભરેલો સંસારજગત છે તેનાથી થતું નથી.
જેમ જ્યાંનો (જે) વાસી હોય ત્યાનો (તે) મરમ જાણે, તેવી જ રીતે સ્વસમ્યજ્ઞાનમાં તન્મય થઈને રહે છે તે સ્વસમ્યજ્ઞાનના મરમને જાણે છે.
જેમ જે હાંડીમાંથી ખાવાનું મળે તેને ફોડવી-તોડવી-બગાડવી યોગ્ય નથી, તેવી જ રીતે આ લોકાલોક-જગત-સંસારમાં જેને સ્વસ્વભાવ સમ્યજ્ઞાનની પ્રામની પ્રાપ્તિ થઈ એવા સંસારને બગાડવો યોગ્ય નથી.
જેમ પૂર્ણજળથી ભરેલો ઘડો શબ્દ કરતો નથી, તેજ પ્રમાણે પરિપૂર્ણ સ્વસ્વભાવ સમરસનીરથી તન્મય સ્વયં સ્વસમ્યજ્ઞાન છે તે શબ્દની સાથે તન્મય થઈને બોલતું નથી.
જેમ જ્યાં સુધી મંડપ છે ત્યાં સુધી વેલ વિસ્તાર પામી રહી છે, પણ ત્યાં એમ ન સમજવું કે વેલડીમાં વિસ્તાર પામવાની શક્તિ નથી, એ જ પ્રમાણે તે સ્વરૂપી સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય પરમાત્માનું જ્ઞાન લોકાલોકપર્યત વિસ્તીર્ણ થઈ રહ્યું છે, ત્યાં એમ ન સમજવું કે તે જ્ઞાનમય પરમાત્મામાં એટલું જ માત્ર જ્ઞાન છે, અર્થાત્ જેવો આ લોકાલોક છે એવા જ બીજા હજાર-લાખ લોકાલોક હોય તોપણ તે સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા એક જ સમયમાત્ર કાળમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com