________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
જેમ રસોઈ-પાકખાનામાં આટો, દાળ, ચોખા, ઘી, સાકર, ગોળ, લૂણ, મરચાં, વાસણ-કૂસણ, લાકડાં, ઈધણ વગેરે ભોજનની સામગ્રી તથા ભોજન બનાવવાવાળો ઇત્યાદિ બધુંય છે પરંતુ અગ્નિ વિના એ ચોખા આદિ સર્વ સામગ્રી કાચી (પાંગળી) છે, એ જ પ્રમાણે સિદ્ધપરમેષ્ઠીના સ્વસ્વભાવસમ્યજ્ઞાનાગ્નિ વિના આ મુનિપણુંત્યાગી-વ્રતી-ક્ષુલ્લક-બ્રહ્મચારીપણું, દાન, પુણ્ય, પૂજા, પાઠ, શાસ્રાધ્યયન, ધ્યાન, ધારણા, ઉપદેશ દેવો-આપવો, તીર્થયાત્રા, જપતપ, શુભાશુભ વ્યવહાર, શુભાશુભ વ્યવહારનાં ક્રિયા-કર્મ તથા તેનાં શુભાશુભ ફળ એ વગેરે સર્વ કાચાં છે-વૃથા છે-મિથ્યા છે, અગર જો કંચિત્ ઉપર કહેલાં સાધનોનું કાંઈ ફળ છે તો માત્ર સ્વર્ગ-નર્ક છે, પરંતુ એ સ્વર્ગ-નર્ક છે તે તો અરહુંટઘટીયત્ર જેવા છે.
જ્ઞાન, સંસારસાગરની અંદર અને બહાર છે પરંતુ જેવો આ સંસાર છે તેવું જ્ઞાન નથી.
જેમ ચકમક-પત્થરમાં અગ્નિ છે પણ તે દેખાતો નથી, તોપણ અગ્નિ છે, તેમ સંસાર-જગતમાં સ્વસમ્યજ્ઞાન પ્રસિદ્ધ છે તે દેખાતું નથી તોપણ સ્વસમ્યજ્ઞાન પ્રસિદ્ધ જ છે.
જેમ મૂર્ખ લોક કોઈ નય-ન્યાય દ્વારા કહે છે કે અગ્નિ જલે છે–બળે છે પરંતુ પૂર્ણદષ્ટિથી જોઈએ તો અગ્નિસ્વભાવમાં તે અગ્નિ જતી કે બળતી જ નથી; એ જ પ્રમાણે અસત્ય વ્યવહારદ્વારા જોઈએ તો સ્વયં જ્ઞાનમય જીવ, મરે છે જન્મે છે, પરંતુ નિશ્ચયથી સત્ય જીવત્વસ્વભાવમાં જોઈએ તો જીવ મરતો પણ નથી તથા જીવા જન્મતો પણ નથી.
જેમ અમે ખૂબ ચોક્કસ ઠીક નિશ્ચય કરી ચૂકયા છીએ કેસૂર્યના સન્મુખ અંધકાર નથી, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમયસૂર્યના સન્મુખ અજ્ઞાનરૂપ અંધકાર નથી.
જેમ સૂર્યને અને અંધકારને એક તન્મયરૂપ મેળ નથી તે જ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com