________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૭૧ પ્રમાણે જેની પાસે સ્વસમ્યજ્ઞાન તન્મયરૂપ છે તે કર્મજનિત વિષય ઉપભોગ ભોગવતો છતાં પણ મરતો નથી.
જેમ સુવર્ણ, અગ્નિથી તત થવા છતાં પણ પોતાના સુવર્ણપણા આદિ ગુણસ્વભાવને છોડતું નથી, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનદષ્ટિ, પૂર્વ કર્મના પ્રયોગથી કર્મ વેદના, દુ:ખરૂપ અગ્નિમાં તમાયમાન થવા છતાં પણ પોતાના સ્વસ્વભાવ સમ્યજ્ઞાનાદિ ગુણને છોડતો નથી.
જેમ સળગતી તેલની કડાઈમાં પુરી પુડલાવત્ સૂર્યનું પ્રતિબિંબ સળગે છે-બળે છે તોપણ આકાશમાં સૂર્ય છે તે જલતો નથી-મરતો નથી, એ જ પ્રમાણે સંસારદશામાં સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય પરમાત્મા મરે છે જન્મે છે, તોપણ તે સ્વસ્વભાવમાં કદાચિત્ કોઈ પ્રકારથી પણ મરતો કે જન્મતો નથી.
જેની ગુરુઉપદેશથી સ્વભાવદષ્ટિ અચલ થઈ તે હજારોવાર ધન્યવાદ યોગ્ય છે.
જેમ મદિરાના અતિ તીવ્રભાવને જાણીને જે એ મદિરાને કમ પણ પીતો નથી તથા વધારે પણ પીતો નથી, એ પ્રમાણે મદિરા પીવા છતાં પણ તે મદોન્મત્ત થતો નથી. તેવી જ રીતે સ્વસમ્યગ્દષ્ટિ મોહંમદિરાના અતિ તિવ્રભાવને જાણીને એ મોહુમદિરાને કમ પણ ગ્રહણ કરતો નથી તથા અધિકવિશેષ પણ ગ્રહણ કરતો નથી, એ પ્રમાણે મોહમદિરાને સ્વસમ્યગ્દષ્ટિ ગ્રહણ કરતો છતાં પણ સ્વસમ્યજ્ઞાનસ્વભાવને છોડી મોહમદિરાની સાથે અગ્નિ-ઉષ્ણતાવત્ એક તન્મયરૂપ થતો નથી.
જેમ વૃક્ષને લાગેલાં ફળ એક વાર પરિપકવ થઈ પડી જાય તો તે ફળ ફરીથી પલટાઈને તે વૃક્ષને લાગતાં નથી તે જ પ્રમાણે કોઈ જીવ, અવસર પામી ગુરુઉપદેશ દ્વારા પોતાના પોતામાં પોતામય સ્વસમ્યજ્ઞાનાનુભવનો અચલ પરિપકવ પૂર્ણાનુભવ થઈને એક વાર સંસાર-જગતથી ભિન્ન થયા પછી તે ફરી પલટાઈને સંસાર-જગતથી તન્મયરૂપ થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com