________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૬૯
જેમ-પૃથ્વી ઉપર જ્યાં કૂવો ખોદવામાં આવે ત્યાં જ પાણી નીકળે છે, તે જ પ્રમાણે તન-મન-ધન-વચનાદિકની અંદર તથા તનમન-ધન-વચનાદિકના જેટલાં શુભાશુભ વ્યવહારક્રિયા-કર્મ છે તેમાં જ્ઞાનદષ્ટિથી આકાશની માફક વ્યાપક સ્વસમ્યજ્ઞાનમયબ્રહ્મને કોઈ શોધશે તો તે પ્રગટ પ્રસિદ્ધ થાય છે.
આ
જો આ શરીરપિંડથી સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા તન્મયરૂપ હોત તો કદાચિત્ કોઈ પ્રકારથી કોઈપણ (જીવ) મરત નહિ, તથા જે લોકાલોક-જગત-સંસા૨ દેખાય છે તેનાથી જો એ સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા તન્મયરૂપ હોત તો તે હરકોઈને દેખાત. અહો ! અહો ! અહો! આવા અપૂર્વ વિચારની પૂર્ણતા શ્રી સદ્દગુરુના ચરણના શરણ વિના નહીં થાય. જેમ જ્યાં સુધી પક્ષી બે પાંખોથી તન્મયી છે ત્યાં સુધી તો તે પક્ષી અહીં-તહીં ભમે છે–ઉડે છે- બેસે છે પરંતુ જે સમયે એ પક્ષીની બંને પાંખો ખંડન-નિર્મૂળ થઈ જાય તે વેળા તે પક્ષી અહીં-તહીં ભ્રમણરહિત થઈ જ્યાંનુ ત્યાં સ્થિર અચળ રહે છે. એ જ પ્રમાણે જ્યાં સુધી જીવને નિશ્ચય-વ્યવહાર (રૂપ બે પક્ષોની ) તન્મયતા છે-અવગાઢતા છે, ત્યાં-સુધી તે ચાર ગતિ અને ચોરાશીલાખયોનિમાં પરિભ્રમણ કરે છે, પરંતુ જે સમય જીવને કાલલબ્ધિ પાચક દ્વારા તથા શ્રી સદ્દગુરુ ઉપદેશ દ્વારા નિશ્ચય વ્યવહારરૂપ બે પક્ષનું ખંડન-નિર્મૂળ થઈ જતાં તે જ સમયે ચારગતિ ચોરાશી લાખ યોનિ પરિભ્રમણરહિત થઈ તે જ્યાં નો ત્યા જ અચળ સ્થિર રહે છે.
જેમ અડદ અને મગની બે દાળ થઈ ગયા પછી તે મળતી નથી તથા તેને વાવે તો તે ઉગતી નથી, એ જ પ્રમાણે શ્રીગુરુપ્રસાદથી જીવાજીવની જ્યાં સર્વથા પ્રકારથી ભિન્નતા છે ત્યાં જીવાજીવની તન્મયતા-એકતા નથી અને એ બન્નેની એકતાથી જે સંસાર ઉત્પન્ન થતો હતો તે હવે થવાનો નથી.
જેમ આંધળાના સ્કંધ-(ખંભા ) ઉપર પાંગળો બેઠો છે. હવે, અહીં વિચાર કરો –જુઓ તો આંધળો તો ચાલે છે અને પાંગળો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com