SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬O સમયસાર સિદ્ધિ ભાગ-૨ કહ્યો ); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્વો-જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ -કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છેતેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ધનયથી નવતત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે, આસવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર-એ બન્ને આસ્રવ છે, સંવરરૂપ થવા યોગ્ય (સવાર્ય) અને સંવર કરનાર (સંવારક) -એ બન્ને સંવર છે, નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-એ બને નિર્જરા છે, બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બને મોક્ષ છે; કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે (અર્થાત્ તે બન્નેમાં એક જીવ છે ને બીજું અજીવ છે). બાહ્ય (સ્થૂલ) દૃષ્ટિથી જોઈએ તો:-જીવ-પુગલના અનાદિ બંધપર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી;) તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતર્દષ્ટિથી જોઈએ તો:-જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે; વળી પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે અને પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ-એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવાં આ નવ તત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે અને સર્વ કાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે, એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ ) જ છે, ને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે-બાધા રહિત છે. ભાવાર્થ-આ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્ય-ચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી. જ્યાં સુધી આ રીતે જીવતનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદૃષ્ટિ છે, જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે. જીવ-પુદગલના બંધપર્યાયરૂપ દેષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે; પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy