SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૨ પાપના વિકલ્પો આદિ તેના સ્થાનમાં નથી. આહાહા ! વ્યવહાર જે કહેવાય છે, એ ચૈતન્ય પાત્રમાં એના સ્વરૂપના એના સ્થાનમાં નથી. એવા ચૈતન્ય સ્વરૂપને, જેણે જ્ઞાન દર્શન અને ચારિત્રથી પ્રાપ્ત કર્યો છે, એને ઇ કહે છે. આહા... અહીં મુનિ લીધા છે, અરે “સમસ્ત લોકા” અરે પ્રભુ, ખબર નથી એને? કે ભવ્ય જીવ છે તેના અનંતમે ભાગ્યે જ મોક્ષ થાય છે, પણ અહીં એ વાત નથી. અહીં તો પ્રભુ આવો ને (શ્રોતાઃ- આમંત્રણ તો બધાને છે) આહાહા ! આમંત્રણ આખાને છે, ભવ્ય જીવને, આહાહાહા.. પ્રભુ અંદર આનંદ છે ને તારા સ્થાનમાં, તું આનંદનો પાત્ર છો દુઃખનું, રાગનું પાત્ર નહીં. આહાહાહા... પ્રભુ તું શાંતિનું પાત્ર છો ને? તારામાં શાંતિ વસેલી છે. પ્રભુ તું પૂરણ પ્રભુતાનો પાત્ર છો ને? આહાહાહા ! પ્રભુ તારામાં પૂરણતા પ્રભુતા વસી છે. આહા ! એનું એ પાત્ર એટલે સ્થાન જ એ તું છો. આહાહા ! ત્યાં નજર કરીને ત્યાં ઠરને પ્રભુ. આહાહાહા... આવો અધિકાર છે. લોકો બિચારા બહારમાં પડીને એમને એમ જિંદગી કાઢે છે અજ્ઞાનમાં આ વ્રત કરવા ને તપ કરવા અને અપવાસ કરવા અને પ્રભુ સાંભળને ભાઈ, વિકલ્પ છે એ તો તારા સ્વરૂપમાં, સ્થાનમાં નથી. તું જ્ઞાનપાત્ર છો, આનંદપાત્ર છો, શાંતિનું પાત્ર છો એમાં રહેલું એ છે એમ કહે છે. જગતને માન મૂકી. અહીંયા પહેલો પ્રભુ છો ત્યાં આવી જા ને. આહાહાહા ! જ્યાં તારું સ્થાન છે, પાત્ર છો. આહાહા ! ત્યાં આવી જા. રાગ ને પુણ્ય પાપના સ્થાનમાંથી છુટી જા. આહાહા ! સમસ્ત લોકાઃ આ અમી આ, ભવ્ય જીવો. આહાહાહાહા.. આ “અમી” એટલે ‘આ’ સમસ્ત ભવ્ય જીવો, આહાહા... શાંતરસમાં અતીન્દ્રિય આનંદ ગર્ભિત શાંતરસ છે. જેમાં, આહાહાહા... અતીન્દ્રિય આનંદ ગર્ભિત શાંતસ્વરૂપ જ્યાં છે, આહાહા.. શાંત રસમાં એકી સાથે, એકી સાથે, એક પછી એક એમ નહીં, તેમ થોડા નહીં, બધા, આહાહાહા... પોતે થઈ ગયો ને એટલે બધાં આમ જ કરોને પ્રભુ, આહાહાહા! હવે આ બહારની તકરારોમાં આમને આમ રોકાઈને જિંદગી. અરે પ્રભુ ચૈતન્યદેવ છો ને નાથ ! તું તો ચૈતન્યનું પાત્ર, પાત્ર એટલે સ્થાન છો ને, ચૈતન્ય જ જેનો સ્વભાવ છે ને? આહાહા! અતીન્દ્રિય આનંદનો પાત્ર નામ સ્થાન છો ને! અતીન્દ્રિય અકષાય શાંત સ્વભાવનો પાત્ર છો ને! - “અમી' આ સમસ્ત લોકાઃ, એ શાંત રસમાં વીતરાગી પરિણતિ શાંત રસ, આહાહા ! એકી સાથે નિર્ભરમ અત્યંત મગ્ન થાવ. આહાહાહા... જેમાંથી નીકળવું જ નથી એવો અત્યંત મગ્ન થાવ. આહાહાહા ! આવી વાણી છે જુઓ તો ખરા, રામબાણ છે. આહાહા ! દિગંબર સંતો, પરમાત્માને ઠેકાણે વાત કરે છે. આહાહા ! નહીં પામી શકે ને થોડા પામશે એ આંહી પ્રશ્ન જ અહીં નથી. હું પામ્યો તો બધા પામોને પ્રભુ. આહાહાહા ! “મજ્જન્ત” છે ને? હું? મગ્ન થાઓ મજ્જન્તુ સ્નાન કરો અંદર મગ્ન થઈ જાઓ. ભગવાન પૂર્ણાનંદનો નાથ જિનબિંબ, વીતરાગ સ્વરૂપ તેમાં મગ્ન થાઓ. આહાહાહાહાહા... શું શૈલી ! શું મીઠી મધુરી ! આનંદની ધારા પ્રગટ કર કહે છે. આહા! આવી વાત છે. આકરું લાગે બાપુ અભ્યાસ નથી ને, વસ્તુ તો સ્વરૂપ જ આવું છે. - ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવે પૂરણ દશા પ્રગટ કરી અને લોકાલોકને જાણ્યો. અને એણે આ ઉપદેશ કર્યો જિનવાણીમાં “રમત્તે’ આવે છે ને? એટલે ઓલા લોકો કહે છે
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy