________________
ગાથા ૩૭
૫૭૫
ગુણને પોતાને ગુણ કહેવો ઈ ) આહાહા. એ શાયક સ્વભાવ છે તે જ્ઞાનને એના સ્વભાવની ખબર છે. આહાહાહા!
એક જ્ઞાયક સ્વભાવપણાથી ૫૨માર્થે, ખરેખર અંતરંગ તત્ત્વ એટલે કે ઓલી પર્યાયમાં બધું પ્રકાશે છે, એટલોય હું નહીં, હું તો ૫૨માર્થે અંતરંગ તત્ત્વ આખું. આહાહાહાહા... ( શ્રોતા:ઘણું ચોખ્ખું) ઝીણી વાત છે ભાઈ, આહાહા ! સમ્યગ્દર્શનનો વિષય એ અખંડ જ્ઞાયકભાવ ત્રિકાળ. આહાહા ! એક જ્ઞાયક સ્વભાવપણું, શાયક સ્વભાવ છે, એ એનાથી ખરેખર અંતરંગ તત્ત્વ તો હું છું. એમ જ્ઞાનની વર્તમાન પર્યાય એમ જાણે ને નિર્ણય કરે છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? ઝીણું પડે પણ પ્રભુ આ જાણ્યે જ છૂટકો ભાઈ. ભવ ભ્રમણના આંટા કરી કરીને મરી ગયો છે. ન્યાં કોઈની સફારશ કામ કરતી નથી. આહાહાહા... એવો જે આ ભગવાન, એક સમયમાં અનંતા અનંતા દ્રવ્યો અને એકેક દ્રવ્યના અનંતા ગુણો, જેનો પા૨ નહીં, એ બધા મારી પર્યાયમાં પ્રકાશમાન થાય છે. મારી પર્યાય એને બરાબર જાણે છે, એમ કહે છે. છતાં પર્યાય એમ કહે છે, કે ખરેખર તો હું અંતરંગ તત્ત્વ જ્ઞાયક સ્વભાવપણે હું એક છું. આહાહા... સમજાણું કાંઈ ? આહાહાહા !
( શ્રોતા:- પર્યાય અંતરંગ તત્ત્વથી જુદી નહીં ?) પર્યાય નિર્ણય કરે છે અંતરંગ તત્ત્વ જ્ઞાયકભાવ આખો, આખું, આ પર્યાય એમ નિર્ણય કરે છે કે હું અંતરંગ પ૨માત્મ તત્ત્વ જ્ઞાયકભાવ તે હું છું. જ્ઞાયક તત્ત્વ જે જ્ઞાયક ધ્રુવ છે એ ક્યાં નિર્ણય કરે છે ? નિર્ણય ક૨વો છે એ તો પર્યાયમાં છે. આ તો ખૂબી તો એ છે કે, આ ગાથાઓ તો બધી અલૌકિક ગાથાઓ છે.
આહાહા!
અહીંયા તો અનંત અનંત અનંત દ્રવ્યો ને એના અનંત અનંત અનંત ગુણો, મારી પ્રગટ પર્યાયમાં પ્રકાશમાન છે. પણ મારે ને એને કાંઈ સંબંધ નથી. એવી જે પર્યાય એક સમયની જ્ઞાનની, એવી એવી અનંતી પર્યાયો શક્તિવાળી છે, કેમકે એક સમયમાં જ્ઞાનની છે, એવી શ્રદ્ધાની, સ્થિરતાની, એવી આદિ વીર્યની એવી અનંતી તાકાતવાળી (પર્યાયો ) છે. પણ આ જ્ઞાનની પર્યાય, એને જાણવું છે ને, આહાહાહા ! મારો પ્રભુ તો અંદર અંતરંગ તત્ત્વ તે હું એક છું. આવા બધા પર્યાયોના અનંત ભેદો કે ગુણભેદો એ નહીં, હું તો એક છું. આહાહાહા... ઝીણું છે પ્રભુ, અત્યારે આ ચાલતું નથી એટલે લોકોને બીજાં લાગે, આ મૂળ ચીજ છે આ, અને આ મૂળ ચીજ જાણ્યા વિના એને સમ્યગ્દર્શન થાય નહીં અને એનું આગળ વધવાનું ચારિત્ર આદિ હોઇ શકે નહીં. આહા !
કેમકે ટંકોત્કીર્ણ એવો ને એવો જાણે અંદર ભગવાન આમ, અદબદનાથ છે ને અહીં પાલીતાણે મૂળમાંથી ટાંકણેથી ખોદી ખોદીને અંદ૨થી કાઢયું છે આ એમ આ હું તો અંદરમાં ટંકોત્કીર્ણ, એટલે આખો અખંડાનંદ પ્રભુ, જ્ઞાયક સ્વભાવપણાને લીધે, આને કા૨ણે હું ૫૨માર્થે અંતરંગ તત્ત્વ તે હું છું. આહાહાહા ! ૫૨માર્થે અંતરંગતત્ત્વ તો હું છું.
અને તે ૫૨દ્રવ્યો, અનંત સિદ્ધો, અનંત જીવો નિગોદના, અનંત પરમાણુઓ, આકાશ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, કાળાણુ મારા સ્વભાવથી ભિન્ન, મારા સ્વભાવથી ભિન્ન, એ સિદ્ધો પણ મારા સ્વભાવથી ભિન્ન. આહાહાહા... મારો સ્વભાવ છે એનાથી સિદ્ધો અનંત, પણ મારા